Nov 132014
 

પ્રિય મિત્રો,

મારે નિયમિત રીતે પુણેના એક જાણીતા મૉલમાં જવાનું થતું હોય છે.

ત્યાં હું પગે ચાલતો (કે બાઈક પર) જાઉં તો મારી બેગ ખોલીને ચેક કરવામાં આવે છે, સારી વાત છે. પણ જ્યારે હું કારમાં જાઉં ત્યાર ફક્ત કારની ડીકી ચેક કરવામાં આવે છે, બેગ ચેક કરવામાં આવતી નથી!

મને લાગે છે મૉલના સિક્યોરિટી મેનેજરને આતંકવાદીઓ તરફથી સોગંદનામું મળ્યું હોવું જોઈએ : “અમે જ્યારે તમારા મૉલમાં બોમ્બ પ્લાન્ટ કરીશું ત્યારે અમારો માણસ (આતંકવાદી) જો ચાલતો આવશે તો બોમ્બ બેગમાં લાવશે અને કારમાં આવશે ત્યારે ડીકીમાં!”

અહીં રજુ કરેલા ચિત્રમાં સિક્યોરિટી વિશેની આપણી ધારણા અને હકિકત એક સાથે એક જ ચિત્રમાં જોઈ શકાય છે:
સૌજન્ય moodyeyeview.wordpress.com
સૌજન્ય: moodyeyeview.wordpress.com

વિચારવા જેવું, અને જો કંઈ કહેવા જેવું લાગે તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

– વિનય ખત્રી

  4 Responses to “શૉપિંગ મૉલ અને સિક્યોરિટી”

  1. કાર ની ડીકી ખોલીને ચેક કરે પણ જયારે તમે કાર પાર્ક કરીને મોલ માં જાવ ત્યારે તો બેગ ચેક કરતા હોય ને !!
    અહિયાં તો બધા મોલ માં આવું જ હોય છે (વડોદરા માં )

  2. Ha ha ha. Good idea.

  3. ભયમુક્ત ભારતની કલ્પના કરો… જો એમ થઈ જશે તો આ બિચારા સિક્યોરિટીવાળાઓના ઘરના ચૂલા ઠંડા પડી જશે…. માટે બેગ તો બેગ અને બૂટ તો બૂટ જે ચેક કરાવી શકો તે કરાવીને આ ગરીબ માણસોને રોજી રળવામાં અપ્રત્યક્ષ મદદરૂપ થતા રહો

Leave a Reply

%d bloggers like this: