Sep 162009
 

પ્રિય મિત્રો,

આજે મારે તમારી સમક્ષ થોડી વાતો કરવી છે, મેકિંગ ઑફ જે૩ (એટલે જીવન જીવવાની જડીબુટ્ટી) વિશે. આ પોસ્ટ લખી તે પહેલાની અને તે પછીની કેટલીક રસપ્રદ વાતો.

૧૭/૯/૦૮ના એક ફોર્વર્ડ મેઈલ મળી જેમાં જીવન જીવવા માટેની કેટલીક ‘ટિપ્સ’ અંગ્રેજીમાં લખેલી હતી. લખાણ વાંચીને થયું કે એક એક ‘ટિપ’ એક એક સોનામહોર જેવી છે. વાંચીને કોઈ મૂલ્યવાન વસ્તુ તિજોરીમાં મૂકતો હોઉં તેમ લખાણ કૉપી કરીને ડ્રાફ્ટમાં મૂકી દીધું. વાંચતી વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ લખાણનું ભાષાંતર કરીને ફનએનગ્યાન.કોમના વાચકો સમક્ષ મૂકવું. જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ ભાષાંતરનું કામ થતું ગયું. સાથે સાથે ખાંખાખોળા પણ ચાલુ  હતા કે આ ‘ટિપ્સ’ કોણે લખી છે? ઘણી શોધખોળ કર્યા પછી આ ટિપ્સના બે-ત્રણ વર્જન જાણવા મળ્યા.

બરાબર છ મહિના પછીના દિવસે નક્કી કર્યું કે આજે આ પોસ્ટ મૂકી જ દેવી છે. ૨૯ જેટલી જડીબુટ્ટીઓનું ભાષાંતર થઈ ગયું હતું. નવેક જડીબુટ્ટીઓનું બાકી હતું જે સમયને અભાવે પડતી મૂકી. મથાળું બાંધવાનું બાકી હતું. ‘સોનેરી સલાહ’, ‘સત્યાવીસ સોનામહોર’ અને ‘સત્યાવીસ સુવર્ણમુદ્રાઓ’ એવા વિકલ્પો  હતા મગજમાં (ડ્રાફ્ટને મથાળે લખી રાખ્યા હતા) પણ તેમ કરતાં બે સોનામહોર ઓછી કરવી પડે જે મંજુર નહોતું. છેલ્લી ઘડીએ સોનાનો ચડકાટ પડતો મૂકીને જડીબુટ્ટીની અકસીરતા કામે લગાડી અને મથાળું બનાવ્યું જીવન જીવવાની જડીબુટ્ટી. જડીબુટ્ટીનું એકવચન લેવું જોઈએ કે બહુવચન તે જોવાનો સમય ન રહ્યો. કુલ ૨૯ જડીબુટ્ટીઓ થતી હતી તેથી ૩૦નો આંક પૂરો કરવા માટે છેલ્લે ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ ઉમેરીને પોસ્ટ મૂકી દીધી અઢારમી માર્ચે.

પોસ્ટ મૂકાયા ભેગી જ ઊંચકાઈ. જેવી ઊંચકાઈ તેવી કોઈએ તેને ઈમેઈલમાં સર્ક્યુલેટ કરી દીધી. સર્ક્યુલેટ કરતા પહેલાં તેણે ૩૦મી જડીબુટ્ટી ‘દરરોજ ફનએનગ્યાન વાંચો /વંચાવો‘ કાઢી નાખી. નારદમુનિના અવતારને ૩૦મી જડીબુટી કેમ ખટકી તે મને ન સમજાયું. બીજી જડીબુટ્ટીમાં  ‘દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે એકાંતમાં બેસો’ પોતાનું ડહાપણ ડહોળ્યું. ૧૦ પછી અંગ્રેજીમાં -૩૦ ઉમેર્યુ! અરે! ભલા માણસ ઓછામાં ઓછી દસ મિનિટ લખી છે તે પૂરતું નથી?

જડીબુટ્ટીઓ અસર રામબાણ સાબિત થઈ. બધાને બહુ જ માફક આવી. નકલખોરી અને ઉઠાંતરી પર નભતા પરોપજીવી બ્લોગ તો કૉપી-પેસ્ટ કરે તે જાણે સમજ્યા પણ ચાર વર્ષથી નિયમિત અને મૌલિક બ્લોગિંગ કરતા, પોતાને ‘ગુજરાતી ગીક’ ગણાવતા કાર્તિક મિસ્ત્રી પણ જડીબુટ્ટીઓની જાળમાં આવીને કૉપી-પેસ્ટ કરી બેઠા!

લેખમાં ‘ગયા વર્ષે કરતાં…’ એમ ભૂલ વાળું વાક્ય છે જે પાછળથી ધ્યાનમાં આવ્યું. મારે લખવું હતું ‘ગયા વર્ષે વાંચ્યા તેના કરતાં..’ પણ ‘વાંચ્યા’ શબ્દ ડિલિટ થઈ ગયો અને ભૂલ રહી ગઈ. પછીથી સુધારી લેવાને બદલે ચોર્યશિરોમણીઓને શોધી કાઢવા કામ લાગશે સમજીને જાણી જોઈને રહેવા દીધી છે.

અત્યારે ૬૭ જેટલા બ્લોગ/વેબસાઈટ પર જીવન જીવવાની જડીબુટ્ટીઓ જોવા મળે છે જેમાં ૧૧ વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ, ૩૮ બ્લોગર (બ્લોગસ્પોટ) બ્લોગ અને ૧૦-૧૨ (ભૂલચૂક લેવીદેવી) સેલ્ફ હોસ્ટેડ બ્લોગ/વેબસાઈટ છે. સંપુર્ણ યાદી માટે અહીં ક્લિક કરો.

આ ઉપરાંત ઓર્કુટ જેવી સોસિયલ સાઈટ પર અને ફોર્વર્ડ મેઈલમાં ફોર્વર્ડ થતી જડીબુટ્ટીઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે તેની કલ્પના પણ ન થઈ શકે.

  21 Responses to “જીવન જીવવાની જડીબુટ્ટી અને હું”

 1. વિનયભાઈ. મેં તમારી ફાલતુ જડીબુટ્ટીઓ કોપી કરી એમાં ડેબિયન વચ્ચે ક્યાંથી આવ્યું? મહેરબાની કરીને પર્સનલ એટેક કરવાનું બંધ કરો. તમે પણ ઘણાં જ ફોર્વડ ઈમેલ બ્લોગમાં કોપી-પેસ્ટ કરો છો તેનો સોર્સ અને ક્રેડિટ આપવાની તસ્દી લો છો?

  • જડીબુટ્ટીઓ ફાલતુ હતી તો બ્લોગ પર કૉપી શા માટે કરી.

   ‘ડેબિયન’ શબ્દ તમારા નામ સાથે આવ્યો છે. વાંધો હોય તો કહો હટાવી લઉં

   મેં ક્યારેય પણ અન્ય બ્લોગ પરથી કે ફોર્વર્ડ મેઈલ કૉપી પેસ્ટ કરી નથી. હા, ભાષાંતર કર્યું છે ખરું અને જ્યાં ખબર છે ત્યાં સોર્સ દર્શાવેલો જ છે. જ્યાં ખબર નથી ત્યાં ‘ઈન્ટરનેટ પર ફરતી’ એવા શબ્દો વાપરું જ છું.

 2. મને એ ખબર ના પડી કે આ પોસ્ટ દ્વારા તમે શું કહેવા/સિધ્ધ કરવા માંગો છો?

  તમે એમ કહેવા માંગો છો કે (તમે જેમ સમજો છો એમ) અનુવાદ કરવાથી તમારુ મૌલિક લખાણ થઇ ગયેલા પોસ્ટની લોકો કોપી કરી રહ્યા છે? ભૂતકાળમાં પણ ગુજ બ્લોગમાં આ મૂદ્દે વાત થઇ ચૂકી છે તો પછી અવારનવાર આ મૂદ્દાને ઉછાળવાથી શું ફાયદો?

  જો આ પોસ્ટ મૂકવા પાછળનો મારી સમજથી વિપરીત બીજો કોઇ હેતુ હોય તો જણાવવા વિનંતી.

 3. બરાબર છે, હું પણ ઉપરોક્ત બન્ને કોમેન્ટ સાથે સહમત છું. ઘણી જગ્યાએ વાંચ્યુ છે કે દરેક સંબંધ અને દરેક ન્યુઝ ને એક્સ્પાયરી ડેટ હોય છે એમ દરેક મુદ્દા કે વાંધા-વચકાને પણ એક્સ્પાયરી ડેટ હોય છે. કાર્તિકભાઈ પોતાને ગીક ગણાવે છે કે લોકો પણ માને છે એનો પોલ અહિં તમારા બ્લોગ પર જ ચાલુ કરો તો કેમ રહે?

 4. બાય ધ વે, હું ડેબિયન ડેવલોપર છું જ. એટલું જ નહીં સમગ્ર ભારતમાં માત્ર ૭ જ ડેબિયન ડેવલોપર છે (જેમાં અત્યારે ૨ ભારતમાં નથી અને ૧ સક્રિય નથી). જુઓ: http://www.debian.org/devel/developers.loc

  રહી વાત `ગીક` ની, એ તો તમે પણ કહી શકો છો કે તમે જડીબુટ્ટીઓનાં ગીક છો…

  • ડેબિયન ડેવલોપર છો તેમાં ના નહીં. તમારા વ્યવસાય સાથે સંકડાયેલો શબ્દ મારે વાપરવો ન જોઈએ એમ સમજીને ‘ડેબિયન’ હટાવી લઉં છું. ક્ષમા.

 5. તમારા બધા તરફથી જે ગુજરાતી જે ગુજરાતી માટે આટલી મહેનત કરો છો તે બસ છે… ગમે ત્યાંથી કૉપી કરો અને પેસ્ટ કરો વાંધો નથી પણ દરેક ગુજરાતી ને કંઈક જ્ઞાન થાય તેવું આપો છો તે ઘણું છે. બાકી બધા મહેનત કરે જ છે આ બધા માટે… આદિલ મન્સુરી, મિર્ઝા ગાલિબ કે કોઈ આવીને કહેવાનું નથી હવે કે શું કામ મારા શેરને ચોરી કરીને તમે વેબ પર આપો છો. તમ તમારે કૉપી-પેસ્ટ કર્યે રાખો, અમે વાંચવા નવરા છીએ. BYE… આ મારી પોતાની કોમેન્ટ છે, કોઈને ઠેસ પહોંચાડવાની વૃતિ નથી. CARRY ON MR.KARTIK AND MR.VINAY…

 6. “દરરોજ ફનએનજ્ઞાન વાંચો અને વંચાવો”… આ સારું લાવ્યા!! 😀

 7. ખુશ થાવ ને ભલા માણસ તમારું કરેલું કામ લોકો ને કામમાં આવે છે… જલસા કરો ને જેન્તીલાલ… તમારો ફનએનગ્યાન ટૂલબાર જોરદાર છે

 8. મારે કોઇ કોમેન્ટ આપવા જેવુ નથિ.

 9. Daer All,

  This post publish in Gujarat mitra (surat-india) in 1998, from Mr. Shashikant Shah and original writer of this Mr. Jeckson Brown.

  This is for your kind information.

 10. અરે મિત્રો, ચૂકી ગયો ‘ડેબિય્ન’ વાળુ વાક્ય. (ઃ

 11. ૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

  મૂળ પોસ્ટ માં થી એક જડીબુટ્ટી.

 12. નવનીતભાઈ સાથે સન્મત.

 13. Yes, it was published in my article of Gujaratmitra as indicated by Shri Natwarbhai. No need to take permission… Gamatano kariae Gulal. The original writer is Jackson Brown & it was translated by Shri Mahendra Meghani. Thanks to them & congratulations to Vinaybhai & Kartikbhai.

 14. […] સાથે કે નામ વગર મૂકાયો છે એ વિશે આપણે મેકિંગ ઑફ જે૩માં […]

 15. very;very good

Leave a Reply

%d bloggers like this: