પ્રિય મિત્રો,
સોસિયલ મિડિયામાં એક કરતાં વધુ જગ્યાના વિડિયો ફરે છે જેમાં દર્શાવવામાં આવે છે કે કેવી રીતે ન્યુટ્રલમાં રાખેલી ગાડી પહાડનો ઢોળાવ ચડવા લાગે છે.
લેહ-લદ્દાખમાં આવું જ એક સ્થળ છે જેને મેગ્નેટિક હીલ એવું નામ પણ પાડવામાં આવ્યું છે.
અશક્ય લાગતી આ વાત સાચી છે, પણ હકિકતમાં ગાડી પહાડનો ઢોળાવ ચડતી નથી પણ ઊતરે છે. દૃષ્ટીભ્રમને કારણે એવું લાગે છે કે ત્યાં ચઢાણ છે. હકિકતમાં ત્યાં ઢોળાવ છે અને તેને કારણે જ ન્યુટ્રલમાં મૂકેલી ગાડી ચાલવા લાગે છે.
વિકિ પર પણ આ ઓપ્ટિકલ ઈલ્યુઝન વાળી વાત લખેલી છે.
કેટલાક લોકો આ અને આવી બીજી જગ્યાઓને માતાજીનો પ્રતાપ ગણે છે. માતાજી તેમને સદ્ બુદ્ધી આપે.
કચ્છમાં કાળા ડુંગરના રસ્તે અને ગુજરાતના અમરેલીમાં તુલસી-શ્યામના રસ્તે પણ અનુભવાય છે.
લેહ-લદ્દાખ:
કાળો ડુંગર – કચ્છ:
તુલસીશ્યામ – અમરેલી:
આવું ભારતમાં જ થાય છે એવું તમે માનતા હો તો થોભો. અમેરિકાના ઓક્લાહોમામાં પણ આવી મેગ્નેટિક હીલ છે:
અને કેનેડામાં પણ:
– વિનય ખત્રી
સુંદર જાણકારી……….