Sep 172008
 

પ્રિય મિત્રો,

એક લાંબા વિરામ બાદ આજે બ્લોગ અપડેટ કરવા બેઠો છું ત્યારે આપની સાથે કેટલીક વાતો કરવી છે.

૧. સર્ફગુજરાતી.કોમનું પ્રોગ્રામિંગ સરસ થઈ રહ્યું છે. પહેલી ટ્રાયલ સફળ થઈ. નાની-નાની કેટલીક ભૂલો છે તેમજ અમુક જ્ગ્યાએ યુનિકોડ ફોટ બરાબર દેખાતા નથી. સુધારા વધારા થઈને અઠવાડિયામાં આવી જશે. બધુ સમું પાર પડ્યું તો પહેલે નોરતે અપલોડ કરી દઈશ. પ્રોગ્રામર સાથે સતત ૧૫-૨૦ દિવસ માથાફોડી કરી પણ લાગે છે કે ધાર્યું પરિણામ જોવા મળશે. સર્ફગુજરાતી.કોમ એ ફન-એન-ગ્યાન ટૂલબારની ઓનલાઈન આવૃત્તિ છે જે ટૂલબાર ઉપરાંત બીજા પણ કેટલાક ઉપયોગી સાધનો સાથે આવશે.

૨. મનીષભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર તેમણે સર્ફગુજરાતી.કોમ માટે સરસ મજાની ડિઝાઈન બનાવીને મોકલાવી છે:

Surf Gujarati logo design by Manish Mistry

૩. આ સમય દરમ્યાન ઘણાં બધા નવા બ્લોગ બન્યા, તેમાંથી આ બે બ્લોગનો ફન-એન-ગ્યાન પર ઉલ્લેખ કરવો જરૂરી છે: અ) જોડણીની જાણકારી અને બ) ઊંઝા જોડણી.

૪. જોડણીના નિયમો વિશેના લેખ જુ.કાકા (જુગલકિશોર વ્યાસ) ના બ્લોગ પર વાંચ્યા હતા, તે પછી આ બ્લોગ પર જોડણી વિશેની માહિતી જાણવા મળી.

૫. બીજા બ્લોગનો અત્રે ઉલ્લેખ કરવો એટલે જરૂરી લાગ્યું કે અજ્ઞાતભાઈ હવે અજ્ઞાત નથી રહ્યા. કોઈ પણ બ્લોગ પર જોડણી વિશયક પોસ્ટ મુકવામાં આવે કે તરત જ તેમની અજ્ઞાત કોમેન્ટ આવી જ જાય! વળી દરેક વખતે તેમણે નવું નામ ધારણ કર્યું હોય! હવે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે તેથી હવે અજ્ઞાત રહીને પણ એક્સેસિબલ બન્યા છે.

૬. બંને બ્લોગની મુલાકાત લેતાં એક વિરોધાભાસ જોવા મળ્યો: લિપિ સુધારણા વિશેના સુચનોનો સર્વ પ્રથમ જાહેર વિરોધ કરનાર એક મહિલા હતી! (અને તેમણે પોતના નામે વિરોધ કર્યો હતો.) જ્યારે આજે મર્દમુછાળાને પણ અજ્ઞાતનામે અને પ્રોક્ષીના બુરખા પહેરીને વિરોધ કરવો પડે છે!

આવતી કાલથી રાબેતા મુજબ ભારતીય સમય પ્રમાણે સવારે સાત વાગ્યે પોસ્ટ મુકવામાં આવશે.

– વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ.

  8 Responses to “એક લાંબા વિરામ બાદ…”

 1. તમારા સર્ફ ગુજરાતી માટે ઘણી ઉત્સુકતા છે, આશા છે મજા પડશે…

  સરસ ડીઝાઈન….

  જોડણી વિષે, અને ખાસ કરીને ઉંઝા અને સાર્થ વિષે આમ હવે આપણે લમણાઝીંક કર્યા કરીએ એના કરતા તો જેને જે ફાવે તે વાપરવા દઈએ…….કોઈને કોઈપણ જાતની સંકડાશ આપવી એ મને લાગે છે કે આપણા માટે સંકુચિત માનસનો પરિચયકર્તા બની શકે…
  જ્યાં સુધી જોડણી ના મૂળભૂત જ્ઞાનની વાત છે, તેવી પોસ્ટ સદાય આવકાર્ય હોવી જોઈએ, આમેય ગુજરાતી જોડણી વિશે ઓનલાઈન અલ્પ માહિતિ છે અને આવા સમયે કોઈ પણ માહિતિ ખૂબ ઉપયોગી હોઈ શકે…

  બાકી આ ઉંઝા અને આ સાર્થની લડાઈ કોઈ અંત નહીં મેળવે….ચાલ્યા જ કરશે…

  અને જે પોસ્ટ કોણ કરે છે તે કહેવાની જ જો હિંમત ન કરતો હોય તો મારા મતે તે મુલાકાતને પાત્ર ન ગણાય, પોતાનો પ્રતિભાવ આપવાની ક્ષમતા પોતાના નામ સાથે જ હોવી જોઈએ…….

  હમણાં નવો શિષ્ટાચાર શીખ્યો છું….જય અલખધણી….

 2. રાહ જોઇ જ રહ્યા છીએ સર્ફગુજરાતીની … અને લોગો સાચે જ ખુબ સરસ છે … મનીષભાઈએ મજાનું કામ કર્યું છે ..

 3. હું જિજ્ઞેશની વાત સાથે સહમત છું.
  કોઈ પણ રીતે કોઈ લખે, તેંના ભાવને નજરમાં રખાશે ; તો નેટ પરનું ગૌરવ જળવાશે. લીપી અંગે મારું એક અવલોકન વાંચવા ભલામણ –
  http://gadyasoor.wordpress.com/2008/08/27/lipi/
  આપણે ભાષાની જોડણીની ચર્ચા એના જ્ઞાનવાળા વીદ્વાનો ઉપર છોડીએ તો? કમ સે કમ મારું ગ્યાન તો આ બાબતમાં એક ઈજનેરને હોય એટલું જ છે. મને આ સુધારો સરળ લાગ્યો છે, એટલે અપનાવ્યો છે.

 4. જિગ્નેશભાઇ અને સુરેશજાની બેયની વાત એમની રીતે સાચી છે.

  @જિગ્નેશભાઇ,
  આશા રાખીએ કે ઉઝા જોડણીવાળા બલે એમની ઘરની જોડણીમાં લખે પણ બીજાના બ્લોગ પર જઈ ભુલો ના બતાવે અને એમેને ઉંઝા વપરવાનું દબાણ ના કરે. જો આવું થશે તો આ ઝઘડો ચાલ્યા કરશે.

  પોસ્ટ કોણ કરે છે એ મહત્વનું નથી. અને તે વાંચવી કે નહીઁ એ એના વાચકોનો પ્રશ્ન છે. તમ્ને તમારું મંતવ્ય રજૂ કરવાનો હક છે. નામથી એ ઉપનામથી. કેટલાય જાણીતા લેખકો ઉપનામ/તખલ્લુસથી લખે છે. એના અનેક કારણો હોય છે- તમે સમજદાર છો. વધારે શું કહેવું?

  @સુરેશજાની
  ,
  ‘આપણે ભાષાની જોડણીની ચર્ચા એના જ્ઞાનવાળા વીદ્વાનો ઉપર છોડીએ તો?’ તમારા મોઢેથી આ વાત સાંભળી બહુ આનંદ થાય છે. ઈજનેર તરીકે તમે તમારી બાઉંડરી પહેલેથી સ્વીકારી અને બ્લોગ જગતને ઉંઝાની ગ્જવ્યું ન હોત તો આવું કશું ન થાત. તમે તમેને ગેમ તે રીતે લખી શકો છો. પણ કોઈ પણ સંગઠનના હેતુઓ સમ્જ્યા વગર એના પ્રચારક થવું જોખમી હોય છે.

  @વિનય ખત્રી સાહેબ,
  તમારા છયે મુદા દ્વ્રાર તમે જે વાત જે રીતે કહેવા વહેંચવા માગતા હતા તે રીતે અમારા સુધી પહોંચી છે. બન્ને બ્લોગની નોંધ લઈ અનેક વાચકો સુધી સહજ રીતે પહોંચડવા માટે તમારો ઓ આભાર.
  અમુક વાક્યો/વાતો સ્પર્શી ગયા- જેના પર વધુ ટિપ્પ્ણ આ મુજબ છે:
  મુદ્દો 4- જોડણીના નિયમો વિશેનો જુ.કાકાનો લેખ ઉંઝા જોડણીમાં લખાયેલો છે (વાચકોની જ્ણ સારુ).

  મુદ્દો 5- અગ્નાતભાઈ સાથે તમને વાતો કરવાની તાલાવેલી સમજાય એવી નથી. એ તમને કોમેન્ટ થ્રુ એક્સેસિબલ જ હતા. આઇપી ભલેને પ્રોક્ષીનો હોય. વાત મુળ એ છે કે તમેને ગમે તે રીતે એ એક્સેસિબલ બને એવી તમારી ઈચ્ચ્છા હતી. અને રહી વાત એ બે નવા બ્લોગની તો એ ચલાવનાર અગ્નાત કોમેન્ટ કરનાર અગ્નાતભાઈ છે એ તો તમે જ હકી શકો- ખાંખોળાના ઉસ્તાદ છો ને! અમારા જેવા વાચકો માટે તો એ x- અગ્નાત, y-અગ્નાત કે z-અગ્નાત કે બધુ સરખું જ છે. અમને તો મજા પડવી જોઈએ.

  મુદ્દો 6- વિરોધાભાસી બાબત પરથી એવું લાગે છે કે 94માં ઇંન્ટરનેટની સ્ગવડ નહોતી ત્યારે ઉંઝાનો આતંકવાદ એટલો સલામત અને બાળ અવસ્થામાં હશે કે એક ભાષાની જાણકાર મહિલા તેનો છડેચોક એના નામ સાથે વિરોધ કરી શકી. અને હવે ઇંન્ટરનેટની સગવડ, લગભગ મફતિયુ ચાપખાનુ અને પોતે જ તંત્રી એટલે જે ને તે (એટલે કે ઇજનેરો, તબીબો, વેપારીઓ, નિવૃત્તો) પણ બ્લોગ પર ગુજરાતી સાહિત્ય ફેલાવવા ચડી બેઠા છે, જોડણીની અને ભાષાની ચર્ચાઓ ચગાવે છે. એમાંય ઉઁઝાવાળાતો આખું મેદાન કબજે કરીને બેઠા છે. કોઇ સામુ આવ્યુ નથી કે એન ઇમેલ પર ઉંઝાગુર્જરીનો મારો શરુ થયો નથી. ઉપરથી ભોળા ભરવાડોની ગાળાગાળી. તો ભાઇ આ છે અત્યારના ઉઝાના આતંકવાદની પરિસ્થિતિ. હવે તમે જ કહો મુછાળો મરદ હોય કે દસને ભારે પડે એવી સ્ત્રી હોય, ક્શ્મીર વેલીમાં કે અફઘાનીસ્તાનના ગામડામાં જાન જવાની અણીએ ભલભલાને બુરખા પહેરવા પડે.

 5. સીર્ફ સર્ફ ગુજરાતી ની રાહ જોઉ છું સરસ લોગો

 6. વેલ કમ
  વેલ કમ

 7. સર્ફ ગુજરાતીની રાહ જોવાય છે. લોગો ખુબ સરસ બનાવ્યો છે.

 8. @ “જુદા જ અગ્નાત ભાઈ”

  “અગ્નાતભાઈ સાથે તમને વાતો કરવાની તાલાવેલી સમજાય એવી નથી.”

  હા, ખાંખાખોળા કરવાની મારી આદતને કારણે મને આપની સાથે વાતો કરવાની તાલાવેલી હતી જે આજે પુરી થઈ છે.

Leave a Reply

%d bloggers like this: