Dec 212007
 

એક સુંદર ખુશનુમા દિવસે જંગલમાં એક સિંહ તેની બોડ (ગુફા ઘર) પાસે તડકામાં આળસ મરડતો બેઠો છે. ત્યાં એક શિયાળ ચાલતો ચાલતો આવે છે.

સિંહ: “કેમ આજે આ બાજુ ભુલો પડ્યો?”

શિયાળ: “બાપુ, સમય જાણવો હતો, મારું ઘડિયાળ બગડી ગયું છે.”

સિંહ: “લાવ ભઈલા તારું ઘડિયાળ હું સમું કરી દઉં!”

શિયાળ: “બાપુ, આ આપનું કામ નથી, આ ઘડિયાળ અઘરી રચનાવાળું, ખૂબ નાનું અને અત્યંત જીણાં ભાગોનું બનેલું છે. આપના હાથમાં તો તે દેખાશે પણ નહીં.”

સિંહ: “લાવને હવે… હું તને સમું કરી આપું છું ને…”

શિયાળ: “મહારાજ, ગધેડાને તાવ આવે તેવી વાતો ન કરો. જંગલમાં બધાને ખબર છે કે આપના આ પંજા જાનવરને ફાડી ખાવાને કામનાં છે, આવી આધૂનિક ઘડિયાળો રિપેર કરવા નહીં.”

સિંહ: “એ બધી માથાકૂટ છોડ અને તું મને ઘડિયાળ આપ અને જો તારી ઘડિયાળ ચાલુ થઈ ગઈ.”

શિયાળ અચકાતાં અચકાતાં સિંહને પોતાની ઘડિયાળ આપે છે અને સિંહ થોડીવારમાં ઘડિયાળ લઈને પાછો આવે છે અને અહો આશ્ચર્ય! ઘડિયાળ એકદમ સરસ ચાલતી હોય છે! શિયાળ પહોળી આંખોએ જોઈ જ રહે છે અને સિંહ પોરસાતો બેસે છે.

થોડી વારમાં એક રીંછ પણ આ રસ્તેથી પસાર થાય છે અને સિંહને બેઠેલો જુએ છે.

રીંછ: “બાપુ, શું આજે હું આપની સાથે ટી.વી. જોઇ શકું? મારું ટી.વી. ખોટકાઈ પડયું છે.”

સિંહ: “જા લઈ આવ હમણાં હું તને તારું ટી.વી. ચાલુ કરી દઉં…”

રીંછ: “બાપુ, સમજાય તેવી વાત કરો. જંગલનો રાજ સિંહ કોઇ દિવસ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનીયર ન બની શકે!”

સિંહ: “તારૂં ડહાપણ ડહોડવાનું રહેવા દે અને ખાત્રી કરી જોવી હોય તો તારું ટી.વી. લઈ આવ…”

રીંછ પોતાનું ટી.વી. લઇને આવે છે, સિંહ ટી.વી. લઇને બોડમાં જાય છે અને રિપેર કરીને રીંછને પાછું આપે છે! રીંછ ખુશ થતો ઘેર જાય છે!

અંદરકી બાત: સિંહની બોડમાં અંદર એક ખૂણાંમાં અડધો ડઝન નાના અને ચબરાક સસલાઓ અત્યંત અટપટું કામ આધુનિક યંત્રો દ્વારા કરી રહ્યા છે. બીજા ખૂણામાં સિંહ આળસ મરડતો અને પોરસાતો બેઠો છે.

મોરલ ઑફ ધ સ્ટોરીઃ જો તમારે જાણવું હોય કે આ મેનેજર કેમ આટલો પ્રખ્યાત છે તો તમારે તેની નીચેના કર્મચારીઓનું કામ જોવું જોઈએ.

  10 Responses to “મેનેજમેન્ટ સ્ટોરી”

 1. thts a reality … 🙂

  અને સુરેશકાકાની વાત પણ મજાની 😀 !!!!!

 2. વાહ, તડાફડી પરથી હાસ્ય અને હવે ઉપદેશ પર આવી ગયો. ધીરે ધીરે ‘અંતરની વાણી’ પર આવી જઈશ !!

 3. દાદા! ‘તડાફડી’ પર મેનેજમેન્ટ સ્ટોરી વિભાગમાં આ ચોથી પોસ્ટ છે!

  આવી બધી બાબતોના આપ અનુભવી છો જ્યારે હું તો હજી માંડ પા પા પગલી પાડું છું!

 4. bhai vaah!!! khub maja aavi..

 5. વાહ ભાઈ… વાહ

 6. a very good informative talk,small one but big one for all managers to think & to put in action!!!!!!!!!!

 7. yes that’s what America is doing now. with expertise of indians along with others usa manages the world.
  we should be in place of that lion with so many talented people. very very good tadafaddi.
  thanks……ACHYUT

 8. nice translation…..i’ve read this story in english

 9. That is the FACT. The manager is that post for some reasons.
  1. Influence.
  2. Relatives.
  3. Goodlooking.

Leave a Reply

%d bloggers like this: