Feb 062016
 

પ્રિય મિત્રો,

૩૭/૩૬૬

સોસિયલ મિડિયામાં બે ફોટા ફરે છે જેમાં પહેલો ફોટો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માની રચના ‘લેડી વિથ લેમ્પ‘નો છે અને બીજો ફોટો ‘લેડી વિથ લેમ્પ’ના મોડલનો છે જે તે સમયે ૧૮ વર્ષના હતા અને આજે ૮૬ના છે.Lady with Lamp 00

સોસિયલ મિડિયામાં જાત જાતની અફવાઓનાં અને ખોટી માહિતીના પડીકાંઓ ફરતાં હોય છે એટલે આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કર્યા અને જાણવા મળ્યું કે વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા ૧૯૦૬માં અવસાન પામ્યા હતા. ધારો કે તેઓ મરણ પામ્યા એ જ વર્ષે આ ચિત્ર દોર્યું હોય તો પણ આ મોડલ આજે ૧૧૦ વર્ષના સહેજે થયા હોય. આ વાત થોડી જૂની હોય તો પણ ૧૦૦ ઉપરના જ હોય. આમ આ શંકા વધુ મજબૂત થઈ અને ફોટો અને તેની માહિતી ભૂલ ભરેલી હોય તેમ લાગ્યું.

નેટ પર એક બ્લોગ મળ્યો જેમાં આ વાત ખોટી હોવાનું જણાવતા કહે છે કે આ ચિત્ર રાજા રવિ વર્માએ નહીં પણ એસ એલ હલ્ડાણકરએ દોર્યું છે. આ ચિત્રનું શિર્ષક ‘લેડી વિથ લેમ્પ’ નહીં પણ ‘ગ્લો ઓફ હોપ‘ (આશાનું અજવાળું) છે.

જે જે મહેતા સાઈટ પરની ફોરમમાં આ ચિત્ર એસ એલ હલ્દાણકરનું, તેનું શિર્ષક ‘ગ્લો ઓફ હોપ’ અને મોડલનું નામ ગીતા ઉપાલેકર લખ્યું છે. ચિત્ર દોરતી વખતે મહિલાની ઉમર ૧૫ વર્ષ હતી અને આજે તેઓ ૯૪ વર્ષના થયા છે.

બેંગલોર મિરરમાં આ વિશે વિગતે લખાયું છે. છાપાએ કોલ્હાપુર અને પુણેમાં રહેતા હલ્દાણકરના કુટુંબીજનો સાથે થયેલી વાતચિતના આધારે લેખ લખ્યો છે. હાલ ઉંમર ૯૮ લખી છે. લેખ ડિસેંબર ૨૦૧૫માં છપાયો હતો.

– વિનય ખત્રી

  One Response to “ચિત્રકાર રાજા રવિ વર્માનું ‘લેડી વિથ લેમ્પ’ ચિત્ર અને તેની મોડલ”

  1. સુંદર સંશોધન કર્યું છે…………..

Leave a Reply

%d bloggers like this: