Apr 202015
 

પ્રિય મિત્રો,

કોણાર્ક સૂર્ય મંદિરના નામે સોસિયલ મિડિયામાં (ખાસ કરી વ્હોટ્સએપ પર) ફરતા આ ત્રણ ફોટો ખરેખર ક્યાંના છે?

આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંખરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ ફોટો ઓરિસ્સાના પુરી શહેરમાં આવેલા કોણાંર્ક સૂર્ય મંદિરનાં નહીં પણ થાઈલેન્ડમાં આવેલા એક હિન્દુ મંદિર ફાનમ રગ ઐતિહાસિક બાગનાં છે!


[ ચિત્ર સૌજન્ય: વિકિપિડિયા, મોટું ચિત્ર જોવા માટે અહીં ક્લિક કરો ]

અપડેટ – થાઈ ભાષામાં આ ટ્વિટ મળ્યું જેનું અંગ્રેજી રૂપાંતર પણ વાંચી શકાય છે…

ઈન્ટરનેટ દ્વારા શિખવું સારી વાત છે પણ ઈન્ટરેનેટ પર આવી ખોટી માહિતીઓ પણ ફરતી રહેતી હોય છે અને તેને જો સાચું માની લો તો ગયા કામથી. એટલે જ, IIN Studentની સોસિયમ મિડિયામાં મજાક ઊડાવવામાં આવે છે. કારણ જે લોકો સોસિયલ મિડિયામાં સક્રિય છે તેમને ખબર જ છે કે અહીં કેવાં કેવાં ભોપાળાં કેવાં કેવાં નામે ફરતા હોય છે.

આ (એપ્રિલ) મહિનામાં આ અદ્‍ભુત દૃશ્ય થાઈલેન્ડના હિન્દુ મંદિરમાં સર્જાય છે અને તેના ફોટો કોઈએ કોણાર્ક સૂર્ય મંદિરના નામે ફરેવ્યા છે, તમને પણ મળ્યા હશે!

હેપ્પી સર્ફિંગ.

  One Response to “સોસિયલ મિડિયામાં કોણાર્ક સૂર્ય મંદિર”

  1. સાચી માહીતી આપવા બદવ ધન્યવાદ…

Leave a Reply

%d bloggers like this: