Jan 062012
 

પ્રિય મિત્રો,

કીટલી લઈને ફરતા રાજસ્થાની ચાવાળાથી લઈને ૩૧ ડિસેમ્બરની ફાઈવ સ્ટાર ન્યુ યર પાર્ટીમાં ધૂમ મચાવનાર તમીળ ફિલ્મનું રજનીકાંતના જમાઈ ધનષે ગાયું છે અને કમલ હાસનીની દીકરી પર ફિલ્માવવામાં આવવાનું છે તે ટેંગ્લીશ ગીત ‘વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી?‘ મૂળ ઓરિજિનલ રચના નથી અને અનુ મલિકની સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’નું ગીત ‘ગાંવ મુજે પ્યારા લગે, શહેરો કા કિનારા લગે‘ પરથી પ્રેરીત છે એમ સંદેશનો આ લેખ કહે છે. કૉપીરાઈટ બાબદ અનુ મલિકે દરિયાદીલી દર્શાવી છે એમ લેખમાં જણાવાયું છે.

વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી? (વિડિયો, સૌ: સોની મ્યુઝિક અને યુટ્યુબ)

મુંબઈ સે આયા મેરા દોસ્ત (વિડિયો, સૌ: અલ્ટ્રા અને યુટ્યુબ)

બંને ગીત સાંભળ્યા પછી મને કંઈ સરખા પણું દેખાયું નહીં, તેથી થયું ચાલો અહીં બંને ગીત રજુ ક રી આપની મદદ લઉં. કરશો ને? તમારા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

વિશેષ વાંચન અથવા ઉપર લેખમાં મૂકેલી લિન્ક્સ ફરી એક વાર એક સાથેઃ

  6 Responses to “કોલાવરી ડી ગીત મારી નકલ છે: અનુ મલિક”

 1. મને પણ કઈં સમાનતા ન લાગી. આમ પણ અન્નુ મલિકનું આ ગીત બહુ પૉપ્યુલર થાય એવું નથી લાગતું, કે એની કોઈ નકલ કરવા લલચાય. પરંતુ, હવે કદાચ મારા જેમ બીજા લોકો પણ બન્નેની તુલના કરવા માટે જોયા વિના નહીં રહે – એ અન્નુ મલિકના ફાયદામાં છે!

  કોલાવેરી જે રીતે પૉપ્યુલર થયું છે તેનાં કારણો તો કોઇ સમજી શકે એમ પણ નથી. મને લાગે છે કે એની કેર-ફ્રી સ્ટાઇલ અને વીડિયોકરણમાં ઇન્ફૉર્મલ વાતાવરણ – આ એનાં આકર્ષક પાસાં છે.

  થોડા મહિના પહેલાં મને કોઈએ આ ગીત સંભળાવીને કહ્યું કે તમિલનાડુમાં આ બહુ પૉપ્યુલર છે… અને તે પછી તો જાણે એની લોકપ્રિયતાની ત્સુનામી જ આવી છે.

  • આ ગીતનાં પૉપ્યુલર થવા પાછળનું મૂળ કારણ મને તો તેનું માર્કેટિંગ જ લાગે છે, અને તેમાં પણ સોશિયલ મિડિયા માર્કેટિંગે ઘણો મોટો ભાગ ભજવ્યો છે તેમ મારું માનવું છે.

 2. મને એવું લાગે છે કે અન્નુ મલિક પાસે અત્યારે કોઈ કામ નથી એટલે તેઓ ઘાંઘા થયા હોય. એક સમયે તેમની ફિલ્મોની પ્રતિક્ષા રહેતી પણ હાલ એવું નથી. તેમણે છેલ્લે કઇ ફિલ્મમાં સંગીત પિરસ્યું એ પણ યાદ આવતું નથી. કદાચ મૈ હું ના. અને તેમણે પણ અકલથી નકલ કરી જ છે. અનુ મલિક મારા ગમતા સંગીતકારોમાના એક છે. વર્તમાન ફિલ્મ સંગીતકારોમાં એ આર રહેમાન પછી હું તેમને બીજા ક્રમે મૂકું છું પણ આ મુદ્દે તેઓ મારું સમર્થન પ્રાપ્ત નહીં કરી શકે.

 3. એક કહેવત માત્ર લખવી છે;
  ’કાથરોટ કુંડાને હસે કે તારૂં મોં પહોળું !’

 4. શહેર કા જાદુ રે, કરે બે કાબુ રે…. અને ગાંવ બડા પ્યારા લગે, શહેર સે ન્યારા લગે… આ બે ટુંકના રાગમાં કોલાવેરી કોલાવેરી ડી, જે શરૂઆતમાં ઉપાડ્યું છે તે વખતના રાગમાં ૧૦-૨૦ ટકા સામ્ય છે, તે સિવાય બીજે ક્યાંય અનુ મલિક કશું પણ કહી શકે તેવો ચાન્સ દેખાતો નથી. અને માટે તેની પાસે દરીયાદીલી દેખાડવા સીવાય નય કોઈ રસ્તો પણ નથી..

 5. कहता भी दीवाना… सुनता भी दीवाना…

Leave a Reply

%d bloggers like this: