May 122011
 

પ્રિય મિત્રો,

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, કોઈનું મિંઢળ કોઈના હાથે! આવું જ કંઈક થઈ રહ્યું છે સાહિત્યકારોની રચનાઓ સાથે!

આજે ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના બ્લૉગ પર એક પોસ્ટ મૂકીને ફરિયાદ કરી છે કે કોરલ શાહ નામની બ્લૉગરે તેમની રચનાને અખા ભગતની રચના તરીકે રજુ કરી છે (જુઓ નીચેનો સ્ક્રિન શોટ)! રચનાને બ્લૉગ પર પ્રસિદ્ધ કરવા માટેની પરવાનગી લીધી નથી કે જાણ કરી નથી. રચનાની નીચે તેમનું નામ લખ્યું નથી કે તેમના બ્લોગની લિન્ક આપી નથી.

મિત્રો, આવું આ પહેલી વખત નથી થયું, આ કૉપીકેટ બ્લોગરોને પોસ્ટ મૂકવાની બહુ જ ઉતાવળ હોય છે અને તેમની પાસે પોસ્ટમાં જે લખાણ મૂકવાનું હોય છે તે વાંચવાનો સમય હોતો નથી (અને તેઓ જરૂરી સમજતા પણ નથી કારણ કે બ્લોગ તેમના વાચક મિત્રો માટે હોય છે, તેમના પોતાના માટે નહીં!) રચના પ્રસિદ્ધ કરતાં પહેલા પરવાનગી લેવાની વાત તો દૂર પણ પ્રસિદ્ધ કરીને જાણ કરવાની તસ્દી લેતા નથી, રચનાની નીચે રચનાકારનું નામ ન લખીને રચના પોતાની છે એવો ભ્રમ ઊભો કરવાની બદમાશી કરતા હોય છે. કૉમેન્ટ કરનાર રચનાબ્લોગરની પોતાની લખેલી છે એવા મતલબની કૉમેન્ટ કરે તો પોતે લેખક નથી એવી ચોખવટ કરવાને બદલે આભાર વ્યક્ત કરતા જોવા મળે છે! લિન્ક આપવાનું ટાળતા જોવા મળે છે કારણ કે લિન્ક આપે તો તેમની નકલ ખુલ્લી પડી જાય!

ઉપરનું ઉદાહરણ જોયા પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઇએ…

૧) ત્રણ-ચાર મહિના ભરપુર કૉપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગની ઈમેજ ખરાબ કરનાર એક બ્લોગર મિત્રે રમેશ ગુપ્તાની રચના કવિ નર્મદના નામે પ્રસિદ્ધ કરી છે!

રમેશ ગુપ્તાની રચના = http://www.mavjibhai.com/MadhurGeeto/yashgatha.htm

કવિ નર્મદના નામે! = http://rupen007.wordpress.com/2010/01/19/

૩) પોતાને ડૉ. શરદ ઠાકરનો હાર્ડકોર ફેન ગણાવતા એક બ્લોગર મિત્રે પોતાના બ્લોગની શરૂઆત ડૉકટર સાહેબની નવલિકાઓ કૉપી-પેસ્ટ કરીને કરી હતી અને કૉપી-પેસ્ટ કરવાની લ્હાયમાં રાઘવજી માધડની વાર્તાને ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે રજુ કરી છે!

રાઘવજી માધડની વાર્તા (દિવ્ય ભાસ્કર) = http://www.divyabhaskar.co.in/article/

ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે = http://natkhatsoham.wordpress.com/2010/05/01/

રાઘવજી માધડનો બ્લૉગ = http://raghavaji.blogspot.com

૪) નીચેની રચના વિશે ખાંખાખોળા કરશો તો અમુક બ્લોગ પર બકુલેશ દેસાઈના નામે પ્રસિદ્ધ થઈ હશે તો અમુક બ્લૉગ પર શિલ્પીન થાનકીના નામે વાંચવા મળશે! એવું કેમ બની શકે? એક જ રચના બે કવિઓની કેવી રીતે હોઈ શકે?

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

બકુલેશ દેસાઈના નામે મૂકનાર બ્લૉગની યાદી

શિલ્પીન થાનકીના નામે મૂકનાર બ્લૉગની યાદી

એક બ્લોગરે વર્ષો પહેલા ભૂલથી બકુલેશ દેસાઈના નામે મૂકી હતી પછી તેમણે ભૂલ સુધારી પણ લીધી પણ જૂના બ્લોગ પર એ ભૂલ એમ જ રહી જવા પામી અને જૂના બ્લોગ પરથી રચના કૉપી કરનાર કૉપીકેટ બ્લોગરના બ્લોગ પર હજીય બકુલેશ દેસાઈના નામે આ રચના વાંચવા મળે છે જ્યારે ખરેખર આ રચના શિલ્પીન થાનકીની છે!

ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે, બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી. શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે?

  32 Responses to “કોઈનું મિઢળ કોઈના હાથે!”

 1. Sir,
  I liked your post.
  _Ramji Gosia

 2. શ્રી વિનયભાઇ,

  અપડેટેડ.! થેન્ક્સ જણાવવા બદલ… 🙂

  અને હા, આપે રાઘવજી માધ(dha)ડ ને બદલે રાઘવજી માઘ(gha)ડ લખ્યું છે! સુધારો કરી લેશો. 😉

  • ટાઈપ ભૂલ સુધારી, રાઘવજી માધડ કરી દીધું છે, આભાર. સાથે તેમના બ્લૉગની લિન્ક મળી તે પણ ઉમેરી દીધી છેઃ http://raghavaji.blogspot.com

   હજી પણ આ રચના ડૉ.ઠાકરની નવલિકા નામની કેટેગરીમાં દેખાઈ રહી છે તે સુધારી લેજો.

 3. આ લેખ વાંચીને રીતેષ મહેતાએ તેમના બ્લોગ પરથી પોતાની રચનાઓ સિવાયની બધી રચનાઓ ડિલિટ કરી દીધી છે અને એક નવી પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છેઃ http://ritesh-mehta.blogspot.com/2011/05/blog-post.html

  ખૂબ ખૂબ આભાર રીતેષભાઈ. આપનું આ પગલું અમને બહુ જ ગમ્યું. અભિનંદન.

  • i appreciate ritesh’s step. he has gracefully accepted his fault. i wanted to say this on his blog also, but somehow temporarily his comments box does not open. well, every blogger should learn from both- vinaybhai as well as ritesh.

 4. વિનયભાઇ,

  આ તો અખ્ખાના પેલા છપ્પા જેવું છે…

  “કહ્યું શું અને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું!!”

 5. પ્રિય વિનયભાઈ,
  આ તો ગજબ કહેવાય ખરેખર. આટલી હદે કોપી-પેસ્ટ!! આવા બ્લોગનો શો અર્થ? પોતાને ગમે તે કૃતિ સહુ સાથે વહેંચવી એ એક વાત છે. આ તો મૂળ લેખક,વાચક અને સમગ્ર સાહિત્યનું અપમાન છે. બીજા મિત્રોને પણ વિનંતિ કે વિનયભાઈના અથવા બીજા કોઈ મિત્રોના કોપીપેસ્ટના વિરોધને લગતા જે પણ મેઈલ આવે એનું સમર્થન કરતો એટલે કે કોપી- પેસ્ટને વખોડી નાખતો જવાબ જરૂર લખે. તેને લીધે ચોર બ્લોગરનું નામ પ્રખ્યાત થાય. જાહેરમાં વારંવાર આવું થવાથી કદાચ થોડી અસર થાય!!
  આભાર.
  ઉત્કંઠા.

 6. good post. keep it up.

 7. well its great to see vinaybhai working hard for a cause of prevention of PIRACY… Ever since he restarted i was hoping to see such posts more often. Good job vinaybhai..! happy to see many friends have rectified their mistakes….

 8. જય શ્રી ક્રિષ્ણ,

  કોઈપણ વ્યક્તિ ગુનેગાર ત્યારે કહેવાય જ્યારે એણે દેખીતો ગુનો કર્યો હોય. પણ સાથે સાથે એ ફરજીયાત હોવું જોઈએ કે એને એ બાબતે ખરેખર ખબર હોય, અથવા સાદી ભાષામાં જાણી જોઈને કર્યો હોય.

  જુવો, અહીં, મારી જરાય ઈચ્છા એવી નથી કે કોઈપણ મને નકલખોરોનો સમર્થક સમજે પણ હા, એક પ્રશ્ન પુછવાની ઈચ્છા થાય છે.

  ” શું આ મિત્રોને પહેલાં અંગત રીતે મેઈલ કે ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હતી? કે પછી કોમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું?”

  કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ઉપર કેટલાક મિત્રો ભણેલા ગણેલા, સભાન અને જાગૃત છે.

  જો એમને જાણકારી આપ્યા વગર આ પોસ્ટ મુક્યા પછી મેઈલ કે ફોન કરવામાં આવ્યો હોય તો એને હું મારી ભાષામાં “અંગત” હિત કે અહિતની વાત ગણીશ, અને જો પહેલાં જાણકારી આપ્યા પછી પણ ફરક ના પડ્યો હોય તો એને હું ગુર્જર ધરાના સર્જકોનું અપમાન ગણીશ…

  જવાબ અપેક્ષીત છે જો ઉચીત લાગે તો…

  *** અગત્યનું: મારા શબ્દોનું અવળું અર્થઘટન ના થાય એટલા માટે

  “કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ઉપર જણાવેલા મિત્રો ભણેલા ગણેલા , સભાન અને જાગૃત છે.”

  ઉપર મુજબ વાંચવું.

  • ૧. અહીં કોઈને ગુનેગાર ગણાવ્યા જ નથી. આ પાના પર ગુનેગાર શબ્દ પ્રથમ વખત તમે વાપર્યો છે.
   ૨. જે જોવા મળ્યું તે જ અહીં રજુ કરવામાં આવ્યું છે.
   ૩. તમારી ઈચ્છા અને વર્તનમાં મેળ ખાતો નથી.
   ૪. ભણેલા, સભાન અને જાગૃત મિત્રોએ પોસ્ટ મૂકતાં પહેલા મને પૂછ્યું હોત તો ચોક્ક્સ જણાવ્યું હોત.
   ૫. શું તેમણે જાહેરમાં મૂકીને વાચકોને ગેરમાર્ગે દોરતાં પહેલા માહિતીની ખાતરી કરવી જરૂરી નહોતી?
   ૬. શું તમારી રચના કોઈ બીજા નામે મૂકે તો તમને ગમે?

   • ૦૧. જાણી જોઈને ખોટુ કરવાવાળાને ગુનેગાર કહેવાય પણ મારો સીધે સીધો મતલબ એવો નહોતો.
    ૦૨. જે જોવા મળ્યું એ કદાચ એમની જાણકારી બહારનું પણ હોઈ શકે,
    (ઉ.દા. મારા બ્લોગ પર મને મુખપાઠ મા-બાપ શ્રધ્ધાંજલી તરીકે મુક્યું હતું ત્યારે મને પુનિત મહારાજનું નામ ખબર નહોતી અને એમણે લખ્યું છે એમ પણ ખબર નહોતી, એ વખતે તમે મને જણાવ્યું હતું, મેઈલ ની હીસ્ટ્રી જોઈ લેવા વિનંતી)

    ૦૩. મારી ઈચ્છા એ છે કે કોપી પેસ્ટ બંધ થાય અને વર્તન પણ એવું જ છે. એક કામ કરો ફરી થી મારો જવાબ નંબર ૦૨. વાંચી લો અને એ પ્રમાણે ફરીથી મારી ઉપરની ટીપ્પણી વાંચો.
    “હું કહું છું કે જેનાથી ભુલ થઈ હોય અથવા કરી હોય એને ખબર તો હોવા જોઈએ કે નહી???”

    ૦૪. વિનય ભાઈ, દરેક બ્લોગર કે લેખક તમને કે મને પુછી પુછીને કાંઈ નો કરે… અને આપણા ધ્યાનમાં આવે તો આપણે એ કહેવું જોઈએ … અલબત્ત એ આપણી ફરજ છે…

    ૦૫. ખાતરી કરી જ હોત તો આ પોસ્ટનું અસ્તીત્વ પણ ના હોત ને મિત્ર…

    ૦૬. મારી રચના કોઈના નામે મુકાય તો મને ગમે …. પણ ચેતવણી પછી પણ જો એમાં ફેરફાર ના થાય તો એ અંગે સરકારે બનાવેલા સાઈબર ક્રાઈમ વિભાગ વિશે પણ મને જરૂરી અને યોગ્ય જાણકારી છે.

    “બાય ધ વે, સુવિધાઓ નો યોગ્ય ઉપયોગ કરતાં શીખી લેવું જોઈએ, તમારા બ્લોગ પર પણ તમે એ સુવિધા વિશે લખ્યું હતું એ ગુગલ એલર્ટનો હું પહેલે દિવસથી જ ઉપયોગ કરું છું.”

    આભાર….

    • ૧. આખા લેખમાં ક્યાં એવું લખ્યું છે કે ફલાણાએ ખોટું કર્યું? જે જેવા મળ્યું તે જ લખ્યું છે.
     ૨. એમની જાણકારી બહારની વાત એમણે એમના વાચકોને શા માટે જણાવવી જોઈએ? કહેશો?
     ૩. જેનાથી ભૂલ થઈ હોય તેમને ખબર પડે અને નથી કરી તેમને જાણવા મળે તે હેતુથી જ આ પોસ્ટ લખી છે.
     ૪. દરેક બ્લૉગરની વાત મેં નથી કરી, અહીં રજુ કરેલા ઉદાહરણ સાથે સંકળાયેલા અને તમે જેને ભણેલા, સભાન અને જાગૃત મિત્રો કહો છો તેની મેં વાત કરી છે. મારા ધ્યાનમાં આવ્યું તે જ મેં કહ્યું છે.
     ૫. સાચી વાત છે.
     ૬. આવી બધી વાતો પોસ્ટમાં લખવાને બદલે સરકાર પાસે જવું જોઈએ એમ તમે કહેવા માગો છો?
     ગૂગલ અલર્ટ મજાનું ટૂલ છે અને તમે વાપરો છો તે જાણીને આનંદ થયો પણ આ વાત અહીં કહેવાનું પ્રયોજન શું?

     • ૦૧. તમે નથી લખ્યું એનો મતલબ એ તો નથી કે એમણે ખોટું નથી કર્યું. શ્રી અખા ભગત અને નર્મદના નામ ખોટી જગ્યાએ નથી લખાયાં?? “ખોટાને ખોટું કહેવામાં શું વાંધો આવે છે??”

      ૦૨. દોસ્ત ભુલ થઈ છે તમારી મારા શબ્દો સમજવામાં, એમની જાણકારી બહાર “ભુલ” થઈ છે એમ કહેવાનો મતલબ છે મારો. માહિતી જાણકારી બહારની નથી. કદાચ છપ્પા પ્રકારની રચનામાં આધુનીક છે એ જાણકારી નહીં હોય પણ “જય જય ગરવી ગુજરાત” કે ડૉ. શરદ ઠાકરની નવલીકા ….. ???? એ ભુલથી થયેલી ભુલ હોઈ શકે જે એમને જણાવવાથી બદલાઈ શકે.

      ૦૩. ફરીથી એ જ વાત દોહરાવીશ કે “દરેક” પણ નહીં ને કોઈ પણ નહીં,

      મોટા ભાઈ આપણને પુછીને કોઈ કાંઈ ના કરે…… અરે જણાવે પણ નઈ….. બધાજ જાણકાર અને સભાન છે પણ ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક નાની અમથી વાતે ભુલ થઈ શકે છે. એમને અંગત રીતે જણાવી એનો હલ લાવી શકાય.

      ૦૫. ગુગલ અલર્ટ ની વાત એટલા માટે કે દરેક એ વ્યક્તિ કે જે વાચક પણ છે અને લેખક પણ છે એને ખબર પડે કે એના શબ્દો–વાક્યો અને રચનાઓની બેઠી નકલ બીજે ક્યાંક તો નથી ને. બીજો કહે એના કરતાં પહેલાં જ એને પોતાને ખબર પડી જાય. અને એ જાતે જ એને કહી શકે.

      જાણકારી માટે કહું તો મારી પાસે મારા જાન્યુઆરીના બે આર્ટીકલનો ફોર્વર્ડેડ મેઈલ માર્ચમાં મારા મિત્રએ મોકલ્યો હતો અને પુછ્યું હતું કે આવું ક્યાંક વાંચ્યું છે.

      દોસ્ત, એક વાત કહેવી છે….

      “આપણે મા ગુર્જરીના સંતાનો છીએ અને એની સેવા માટે આપણાથી શક્ય હોય એ તમામ પ્રયત્નો કરીએ છીએ…… આપણી પાસે પન્નાલાલ કે નાન્હાલાલ નથી એટલે એમની રચનાઓ તો કોપી પેસ્ટ થવાની જ. પણ એનો આ રીતે નીકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો આપણી અંદરો અંદર મનઃદુખ થવાનો સંભવ છે.

      વિનયભાઈએ અહીં જો જે તે વ્યક્તિને જાણ કરતો મેઈલ અને એમણે કદાચ ઉદ્ધત જવાબ આપ્યો હોય એવી જાણકારી અહીં મુકી હોત તો મને પોતાને અહીં કાંઈ જ લખવાની જરૂર ના પડતી. કારણ કે હું પણ એમના બ્લોગનો નિયમિત વાચક છું.

      સમર્પિત ભાવે મા ગુર્જરીના ચરણે નમીશું એવી પ્રાર્થના તમામ લેખક અને વાચકગણને…”

      • મને જે દેખાયું, તે મેં લખ્યું છે. મારા વિચારો અને અનુભવો વ્યક્ત કર્યા છે. ખોટાને ખોટું કહેવામાં મને વાંધો નથી પણ હું કહું તે કરતાં બીજા કહે તો કદાચ તેમને વધારે સારી રીતે સમજાય. અંગત વાત અંગત રીતે જણાવવી અને જાહેર વાત જાહેરમાં જણાવવી જોઈએ એવી મારી સમજણ છે. તમારી સમજણ મારાથી ભિન્ન છે તો તેને હું સલામ કરું છું પણ તમારી સમજણ પ્રમાણે હું ચાલી ન શકું, સોરી!

       સેવા કરવા માટે અન્યનું લખાણ ચોરી લેવું. વાંચ્યા વગર મૂકી દેવું. સમજ્યા વગર રજુ કરવું મને મંજુર નથી. ગમતાનો ગુલાલ કરવો હોય તો એ ગુલાલ પોતાનો હોવો જોઇએ. કોઈના ગોડાઉનમાંથી ગુલાલની ગૂણી ચોરીને ચોકમાં ઊભા રહીને ગુલાલ ઉડાવતાં ઉડાવતાં મકરંદ દવેની પંક્તિઓ ગાનારા મને મંજુર નથી અને તેમના પ્રત્યેનો વિરોધ અહીં થતો રહેશે. બ્લોગ વિચારો વ્યક્ત કરવાનો માધ્યમ છે અને હું મારા વિચારો વ્યકત કરતો રહીશ.

       મનદુઃખ થતું હોય એવી વ્યક્તિઓએ બ્લૉગથી દૂર જ રહેવું હિતાવહ છે, કારણ કે બ્લોગ એ જાહેર માધ્યમ છે અને જાહેરમાં કોઈ પણ કંઈ પણ કહી શકે છે.

       મેં ઘણા કૉપી-પેસ્ટરોને અંગત મેઈલ મોકલ્યા છે અને તેના ઉદ્ધત જવાબો મળ્યા છે. શું એ બધા જવાબ મારે અહીં રજુ કરવા જોઇએ એમ તમે કહો છો?

      • “એ ભુલથી થયેલી ભુલ હોઈ શકે જે એમને જણાવવાથી બદલાઈ શકે.”

       આપની વાત સાચી પંડ્યાભાઈ અમુક બ્લોગર ભૂલથી ભૂલ કરી બેસે છે, તે લોકોને સમજાવવાથી સમજી છે.

       પણ આપ જ્યારે કોઈ જાહેર પ્રવૃતિ કરો છો ત્યારે તમે કરેલી ભૂલો પણ જાહેરમાં જ વખોડાય તેમાં ખોટું પણ શું છે ??

       “ભુલ” શબ્દ એ તમારી પણ ભૂલ જ છે ને ??

       આ વાત તમને ખાનગી સંદેશા-વ્યવહાર કરી જણાવવી ??

 9. વિનયભાઈ… ખૂબ જ માથાકૂટ વાળી અને અળખામણા થવાની કામગીરી કરી રહ્યા છો! પરંતુ કોઈકે તો કરવી જ રહી. કેટલાક મિત્રો તરફથી યોગ્ય પગલાં લેવાયાં છે તે આનંદની વાત છે.
  એક લેખકની રચના બીજા લેખકના નામ સાથે રજૂ થાય તે ઠીક તો નથી જ્
  હવેથી મિત્રો કાળજી રાખશે એવી અપેક્ષા.

  • યશવંતભાઈ,

   તમારી વાત સાચી છે. મારો કહેવાનો મતલબ એ છે કે જાણી જોઈને આવું કરવાવાળાને આપણે સામુહિક રીતે કાંઈક કહીએ એ વાત બરાબર છે પણ અજાણતામાં થયેલી ભુલને જો સરળ રીતે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ.

   વિનયભાઈ ને નમ્ર વિનંતી કે મારી આ અને આના પહેલાની કોમેન્ટ એપ્રુવ કરે.

   • જે થયું તે પોસ્ટ પર મૂકીને મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે, અને મને લાગે છે બ્લોગ તે માટેનું જ માધ્યમ છે.

    મેં ક્યાંય પણ ખોટું/ગુનેગાર/ભૂલ એવા શબ્દો વાપર્યા નથી. આ શબ્દો વાપરીને તમે તમારો ચૂકાદો સંભળાવી દીધો હોય તો સજા પણ ફરમાવો.

    તમારી કૉમેન્ટ અપ્રુવ કરી છે. ઓફલાઈન હોવાથી અપ્રુવ કરવામાં સમય લાગ્યો છે.

  • કેટલાક મિત્રો દ્વારા યોગ્ય પગલાં લેવાયાં છે તે ખરેખર આનંદની વાત છે.

   પગલાં લેવામાં પણ જે બ્લોગર પોતાની ભૂલનો વાચકો સમક્ષ સ્વીકાર કરીને સુધારો કર્યો છે અને સુધરાવનારનું સૌજન્ય દાખવ્યું છે તે (વાચકો સાથેની ટ્રાન્સપેરેન્સી) ખરેખર અભિનંદનને પાત્ર છે.

   સામે પક્ષે, ચૂપચાપ સુધારો કરીને, વાચકોને થયેલી ભૂલ અને તેના સુધારા બાબત ન જાણાવીને પોતાની ઊજળી છાપ જાળવવાનો પ્રયત્ન કર્યો છે તે વખોડવા લાયક છે.

   આટલું થયું છતાં કોઈ પણ સુધારો નહીં, ભૂલ સ્વીકારવાની વાત નહીં એવા પણ છે એમને તમે શું કહેશો?

 10. શ્રી વિનયભાઇ, યશવંતભાઇએ કહ્યું તેમ ’આ કોલસાની દલાલી’નો અળખામણો ધંધો છે, હાથ તો કાળા થાય !! પણ આ સ્વહિતાર્થ નહીં પરહિતાર્થ છે આથી સૌ મિત્રોનો સાથ આપને મળતો જ રહેશે. આપના પ્રશ્નના જવાબમાં એટલું જ કહું કે ’મારી મહેનતનું ફળ, મને અંધારે રાખીને, કોઇ ખાવાની કોશિશ કરે તે મને તો ના જ ગમે !!’
  બાપુ આપના જેવા કાર્ય કરનારને અમે કાઠીયાવાડીમાં શું કહીએ તે ખબર છે ? “પારકી છઠ્ઠીના જાગતલ”.. આભાર.

 11. Great, great, great writing, Vinaybhai. Keep up good work.

  Ghanshyam Thakkar

 12. કોરલજીને કૉપી-પેસ્ટ બાબતે મંગળવાર,૧૯ એપ્રિલ,૨૦૧૧ના રોજ ઈ-મેઇલ કર્યો હતો.પણ આજ સુધી કોઇ જવાબ મને મળ્યો નથી.કારણ અહીં સ્પષ્ટ છે “તેમનો બ્લૉગ વાંચકો માટે છે ,પોતાના માટે નહી !”.

 13. […] આપણા ’સર્વબ્લોગહીતચિંતક’ શ્રી વિનયભાઇએ એક રહસ્યોદ્ઘાટન કરેલું તે મુજબ એક […]

 14. maro comment ne approve karo

 15. વિનયભાઇ,

  આપના આ કાર્ય વિશે મને મુકુલભાઇ અને અધીરભાઇએ તો વાત કરી જ હતી, પણ આજે આ પેઇજ જોયું અને ડબલ ઇચ્છા થઈ આવી કે આપના આ કાર્ય બદલ એક સલામ તો બને જ છે.

  ખુબ ધન્યવાદ.

  મિતેષ પાઠક

 16. Aapni vat sachi chhe, sir, ghani badhi rachanayo bhalata name vanchava male chhe……….

 17. કોઇ ઉણપને કારણે પ્રજોત્પતિની શક્તિ ન હોય છતાં કોઇ પોતાને ’પપ્પા’ કહીને સંબોધે એવા ધખારા હોય ત્યારે સ્વાભાવિક રીતે આવું થાય!

 18. બહુ જ સાચી વાત છે… જો લેખકનું નામ ખબર હોય તો “કોઈનું મીંઢળ કોઈના હાથે” ના થવું જોઈએ આપણાથી..and . કોઈની રચનામાં પોતાનું નામ ઉમેરવું! એ તો sophisticated ચોરી કહેવાય….

Leave a Reply

%d bloggers like this: