Mar 262010
 

[નેટજગત માટે એક લેખ લખી આપો એવી વિજયભાઈની ઈચ્છાને માન આપીને આ લેખ લખું છું. લેખમાં ઉદાહરણ આપવાનો વિચાર હતો પણ પછી લેખ એડિટ કર્યો અને ઉદાહરણમાં કોઈ એક બે બ્લોગની જાહેરાત કરવાને બદલે એવા બ્લોગ માટે બ્લેક લિસ્ટનું પાનું મારા બ્લોગ પર ઉમેરવાનું નક્કી કર્યું છે. આપનું યથા શક્તિ યોગદાન આવકાર્ય છે.]

પ્રિય મિત્રો,

અહીં-તહીંથી નકલ કરી પોતાના બ્લોગ સમૄદ્ધ કરતા ‘પરોપજીવી’ બ્લોગરો ભયંકર ત્રાસ છે. થોડાક નકલખોર બ્લોગરોને કારણે ખરેખર મહેનત કરીને બ્લોગ લખનારોનું અપમાન થાય છે. કેટલાક નવા બ્લોગરોને એવી ગેરસમજ થઈ ગઈ છે કે બ્લોગ એટલે વર્ડપ્રેસ/બ્લોગરમાં રજીસ્ટર થવાનું, અન્ય ગમતા બ્લોગ પરથી લેખ કૉપી કરવાનો, પોતાના બ્લોગ પર પેસ્ટ કરવાનો અને પછી કોમેન્ટની પઠાણી ઉઘરાણી શરુ કરી દેવાની!

અમિતાભ બચ્ચનનો બ્લોગ છે, આમિર ખાનનો બ્લોગ છે અને હવે મારો પણ બ્લોગ છે! વાહ! સરસ. અભિનંદન! વર્ડપ્રેસ/બ્લોગરની મહેરબાનીથી કે ૫૦૦૦/- રૂપિયા ખર્ચીને બ્લોગ તો બનાવી લીધો હવે? બ્લોગ પર લખવા માટે વિચારો કઈ વેબસાઈટ પરથી મળે? એમ વિચારતો બ્લોગર વસુકી ગયેલા વિચારોનું વાજીકરણ કરવાને બદલે નકલખોરીના રવાડે ચડી જાય! પોતાની જાતને છેતરવી સૌથી સહેલી છે. આવા બ્લોગરનો પહેલો વિચાર હોય ‘કોને ખબર પડવાની છે?’ અને ‘ખબર પડશે તો શું કરી લેશે?’ એ એનો બીજો વિચાર.

આવા બ્લોગરને સ્ત્રોત બાબત પૂછપરછ કરીએ કે જાણ કરીએ તો પહેલા તો આપણી કોમેન્ટ/ઈમેઈલને અવગણે. કોમેન્ટ મોડરેટ ન કરે! બીજી ત્રીજી કોમેન્ટ પછી પ્રત્યુત્તર આપે પણ થયેલી ભૂલ બદલ માફી માગવાની કે સુધારી લેવાની વાત કરવાને બદલે સામી દલીલો કરે, તોછડાઈથી વર્તે અને ઉદ્ધત જવાબો આપે. ઉઠાંતરી કરનાર બ્લોગર પોતે પોતાનો બ્લોગ કોઈ દિવસે વાંચતો ન હોય અને બ્લોગે બ્લોગે જઈને કોમેન્ટ કરીને ટહેલ નાખી આવ્યો હોય ‘મારો બ્લોગ વાંચજો અને પ્રતિભાવ આપજો!’

આટલી પ્રસ્તાવના પછી ચાલો આજે આપણે આવા બ્લોગરોના બ્લોગને ઓળખવા માટેની કેટલાક સરળ રીતો જોઈએ. અપવાદ દરેક જગ્યાએ હોઈ શકે!

 • એક દિવસમાં બહુ બધી પોસ્ટ મૂકાયેલી હોય તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

સામાન્ય રીતે રોજની એક પોસ્ટ મૂકવામાટે પણ સારો એવો સમય જતો હોય છે. પોસ્ટ માટે વિષય નક્કી કરવો તેને લગતું સંશોધન કરવું તેનું કાચું લખાણ તૈયાર કરવું. તેની જોડણી ચકાસી, સુધારી લખાણ પાકું કરી યોગ્ય ચિત્રો વગેરે મૂકી સંદર્ભ/સ્ત્રોતની લિન્ક આપી બ્લોગ પર પ્રસિદ્ધ કરવામાં સારો એવો સમય જતો હોય છે. આમ એક સામાન્ય બ્લોગર દિવસમાં એક, બે કે ત્રણ. તેથી વધારે પોસ્ટ મૂકતો નથી. વાચકને વાંચવા માટે પણ સમય હોવો જોઈએને? અપવાદ: એક-બે લીટીની પોસ્ટ (માઈક્રો બ્લોગિંગ). કામ-ધંધો-ભણતર છોડીને આખો દિવસ બ્લોગ માટે ફાળવી શકતા બ્લોગરોને સલામ!

કૉપી-પેસ્ટ પર નભતા બ્લોગ પર જોજો એક દિવસમાં બે-પાંચ તો શું દસ-બાર પોસ્ટ મૂકેલી હશે! બ્લોગતરવાડીની વાર્તા યાદ હશે જ, પોસ્ટ લઉં બે-ચાર? લઈ લે ને દસબાર!

 • એક પોસ્ટમાં જોડણી સાચી હોય અને બીજી પોસ્ટમાં ખોટી તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

ઉઠાંતરી પર નભતા બ્લોગરે અલગ અલગ બ્લોગ પરથી રચના લીધી હોય એટલે એક પોસ્ટમાં જોડણી બહુ જસાચી હોય અને બીજી પોસ્ટમાં જોડણીના ઠેકાણા ન હોય એવું બને એટલે સાવધાન! આંકડાઓ પણ ક્યારેક અંગ્રેજીમાં હોય અને ક્યારેક ગુજરાતીમાં! ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દી ભાષાની પણ પોસ્ટ મૂકેલી જોવા મળે. ટૂંકમાં ઉચિત કારણ વગર અન્ય ભાષાની પોસ્ટ પણ મૂકેલી હોય તો કૉપી-પેસ્ટની શક્યતાઓ છે.

 • રચનાની પહેલી અને છેલ્લી પંક્તિ/ફકરાનું ફોર્મેટ અલગ હોય તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

આ વર્ડપ્રેસ એડિટરની ખાસિયત છે. એક બ્લોગ પરથી રચના કૉપી કરી બીજા બ્લોગ પર મૂકવા માટે એડિટરમાં પેસ્ટ કરીએ એટલે પહેલી અને અથવા છેલ્લી પંક્તિ/ફકરાનું ફોર્મેટ બદલાઈ જાય! ટેક્નિકલ કારણ એવું છે કે અન્ય બ્લોગ પરથી લખાણ કૉપી કરતી વખતે તે લખાણની શરૂઆતના અને અંતના html Tegs કૉપી થતા નથી એટલે પહેલી/છેલ્લી કડી/ફકરો અલગ પડી જાય તો સમજવું કૉપી-પેસ્ટની શક્યતા છે, કારણ કે કોઈપણ લેખક/કવિ પોતાની આખી રચનાને પ્રેમ કરતો હોય છે, કોઈ ચોક્ક્સ કડીને નહીં. તેથી ચોક્ક્સ કડી/ફકરાને હાઈલાઈટ નહીં કરે. ટૂંકમાં જરૂરી કારણ વગર કોઈ પંક્તિ કે ફકરો અલગ રંગે રંગેલો જોવા મળે તો કૉપી-પેસ્ટની શક્યતા હોઈ શકે.

 • લખાણનીમાં HTML tags કારણ વગર વિખેરાયેલા પડ્યા હોય તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

<strong> આ એક HTML tag છે અને તે લખાણને બોલ્ડ દર્શાવવા માટે વપરાય છે. સામાન્ય રીતે આવા ઘણાં બધા ટેગ્સ લખાણમાં હોય છે અને તે દેખાતા નથી પણ તેના કારણે લખાણ યોગ્ય ફોર્મેટમાં દેખાય છે. હવે કૉપી-પેસ્ટ કરનાર જ્યારે કૉપી કરે છે ત્યારે આ ટેગ્સ પણ સાથે આવે છે. પણ લખાણમાં કંઇક એડિટ કરતાં કેટલાક ટેગ્સ છૂટી જાય છે અને આવા ટેગ્સ પછી દેખાવા લાગે છે. ટૂંકમાં ગુજરાતી લખાણની વચ્ચે કારણ વગર અગ્રેજી અક્ષરો કે “<” જેવા ચિહ્ન દેખાય તો પોસ્ટ કૉપી-પેસ્ટ કરીને બનાવેલી હોઈ શકે.

 • એકની એક પોસ્ટ વારંવાર મૂકેલી હોય તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

આ એક સર્વ સામાન્ય ભૂલ છે અને લગભગ દરેક નકલખોર બ્લોગર કરે છે. પોસ્ટ કૉપી-પેસ્ટ વડે બનાવેલી હોય એટલે પોસ્ટ સાથે તેનું અટેચમેન્ટ હોય નહીં. હવે અટેચમેન્ટ ન હોય એટલે યાદ ન રહે. અને યાદ ન રહે એટલે એકની એક પોસ્ટ થોડા સમયમાં ફરી મૂકાય.

 • સફેદ રંગના પાના પર પીળા રંગે લખાણ લખ્યું હોય તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

સફેદ પાના પર પીળા અક્ષરે લખાણ અથવા બીજા કોઈ સમાન રંગોવાળા ફોન્ટ વાપર્યા હોય અને લખાણ વાંચવામાં તકલીફ પડે તો સમજવું કે બ્લોગરે કાળા પાના વાળા બ્લોગ પરથી લખાણ કૉપી કર્યું છે. પીળા અક્ષરો કાળા પાના પર ઊઠી આવત હોય છે પણ સફેદ પર નહીં!

 • વિવિધતામાં એકતા ગોતી ન મળે તો સાવધાન! કૉપી-પેસ્ટ હોઈ શકે!

સામાન્ય રીતે બ્લોગર વિવિધ વિષયો પર લખતા હોય છે છતાં તેના બ્લોગ પર વિવિધતામાં એકતા જોવા મળતી હોય છે. આવી એકતા ન દેખાય ત્યારે સાવધાન કૉપી-પેસ્ટની શક્યતાઓ છે.

 • શંકાનું સમાધાન કેવી રીતે કરવું?

મિત્રો, કોઈ પણ નવા/અજાણ્યા બ્લોગ પરનું લખાણ ઉપર પ્રમાણેના નિયમો પ્રમાણે ચકાશશો તો ખ્યાલ આવશે કે અહીં કૉપી-પેસ્ટની શક્યતા છે કે નહીં. એક વખત  શંકા જેવું લાગે તો તે બ્લોગ પરથી એક વાક્ય કે એક પંક્તિ કૉપી કરી ગૂગલ સર્ચમાં નાખીને શોધી શકાય.

આ યાદી અધૂરી છે તેમાં સુધારાને અવકાશ છે. આપનું યોગદાન આવકાર્ય છે. લેખ અપડેટ કરીને નેટજગત પર મૂકાશે.

-વિનય ખત્રી

  53 Responses to “ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો”

 1. aabhaar
  netjagat upar link muku chu.

 2. very nicely you put the things.

  but I put, 12 gazals in a day… in same radif “varsadma”
  Not copy-paste 🙂

  http://webmehfil.com/?cat=556

 3. Read it again in details and I got,
  Samajdarko Ishara hi Kafi hai ! 🙂

 4. થેન્ક્સ 🙂

 5. શ્રી વિનયભાઈ,
  સતત વ્યસ્તતાવચ્ચે પણ ગુજરાતી બ્લોગર્સના જનરલ નહીં પણ “ખાસ નોલેજ”માં વધારો કરતી સુંદર જાણકારી બાંટવા બદલ એક ગુજરાતી બ્લોગધારક તરીકે ખાસ આભારની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું.

 6. […] ખત્રીએ બરાબરનો મોરચો ખોલ્યો છે. તેમની “ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો” પોસ્ટ વાંચવા જેવી છે. આ પોસ્ટ વાંચતાં […]

 7. the title – if shown in latin, could be ”chorya shiromaNio saavdhaan” – at first, it hit me as ” choryashi romaNio saavdhaan”

 8. વિનયભાઈ,,આવા બ્લોગરોનું એક લિસ્ટ બનાવવું જોઈએ અને બ્લોગ જગતની સામે તેના કપડા ઉતારવા જોઈએ…અને આ લિસ્ટમાં મારુ નામ પણ હોય તો પણ જણાવશો..

 9. વિનયભાઈ…આફ્રિન..
  સરસ માહિતીસભર લેખ.

 10. વિનયભાઈ,

  સરસ લેખ છે. તમારા અનુભવનો પરિપાક સૌની સાથે વહેંચવા બદલ ધન્યવાદ!

  ઘણીવાર નવા બ્લૉગરો અજાણ્યે જ કૉપી-પેસ્ટના રવાડે ચઢી જતા હોય છે. એવામાં આવા લેખ અને ગુજબ્લૉગ જેવા ગ્રુપમાં ચાલતી ચર્ચા એમને મદદરૂપ થઈ શકે છે.

 11. Great information. I am also victim of the same and I also wrote an article about the same http://www.jaydip.info/victim-content-theft-check-wpcopyprotect-wordpress-plugin/ check this.

 12. સરસ…

  તમારી મહેનત એક દિવસ રંગ લાવશે…

 13. નવી ઓળખ.
  અળખામણા થવા જેવું કામ છતાં હસતે મુખે, નિઃશ્વાર્થ ભાવે કરે તેનું નામ વિનય ખત્રી.

 14. તમારો લેખ વાંચીને ઘણી માહિતી જાણવા મળી અને આવા બ્લોગને ઓળખવા માટેનું યોગ્ય માર્ગદર્શન મળ્યું.

 15. વિનયપૂર્વકની ખાત્રી એટલે વિ.ખ. !!

  ધન્યવાદ અને શુભેચ્છાઓ.

 16. સારી માહિતી…

  હવે પછીનો નવો વિષય : તસ્કરોથી કેમ બચવું તેની માહિતી…

  ક્યારે આપો છો ???

 17. The World Suffers A Lot, Not Because Of The Violence Of Bad People, But Because Of The Silence Of Good People.

  આજે જ એક ઈમેલમાં ઉપરોક્ત વાક્ય વાંચેલું. થયું બ્લોગ્સ માટે કે સાહિત્યના કોઈ પણ ક્ષેત્ર માટે કેટલી બંધબેસતી વાત?

  જો કે તમે ખૂબ સુંદર રીતે બધા મુદ્દા સમાવી લીધા છે, એટલે વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી, પરંતુ મેં મારા એક લેખમાં લખેલું તે મુજબ બ્લોગ અભિવ્યક્તિનું માધ્યમ છે, તે જેટલું પવિત્ર અને વિવાદો વગર રહી શકે, રહેવું જોઈએ, પણ જરૂર પડ્યે બધાંએ એકી અવાજે બોલવું પણ જોઈએ.

  સુંદર સમયસરનો લેખ

 18. કંઇક અધુરાસ લાગે છે…..

 19. શ્રી વિનયભાઇ, સરસ સમજુતી આપી. (અમારા જેવા) નવા સવા લોકોને બહુ કામ લાગશે. (એટલે કે કોપી-પેસ્ટ કરતી વખતે શું શું ધ્યાન રાખવું તે !!!!!) જો કે ગુરુઓ બધું જ્ઞાન નથી આપતા, પકડવા માટેનો એકાધો છુપો દાવ સાચવી પણ રાખે છે!! 🙂
  વધુ માટે પ્રતિક્ષાસહ: આભાર.

 20. વિનયભાઈ, મહેનતી ખાંખાખોળાનાં નવનીત સમા જેવા લેખ માટે ખાસ અભિનંદન.

 21. Good One Vinaybhai…….

 22. કર્મ ના ફળ ભોગવેજ છુટકો.

 23. આપણે અભણમાં અભણ માણસ સમજી શકે તેમ લખ્યું હોય કે: નકલ કે કૉપી-પેસ્ટ એ દુષણ પણ છે અને આભૂષણ પણ છે. કઈ રીતે ઉપયોગ થાય છે એના પર બધો આધાર છે. દાખલા પણ આપ્યા હોય! છતાંય એમનો કક્કો ખરો કરાવવા ગાડીને આડે પાટે ચડાવવા કોપીપેસ્ટના ફાયદા ગણાવવા બેસે તો સમજવું કે એ બિરાદરમાં ખતરનાક COPYMAN!!! છુપાયેલો છે.

 24. વિનયભાઇ,ખૂબ જ સરસ માહિતી છે. આભાર.ભાષા અને સાહિત્યપ્રેમી વ્યક્તિ તરીકે. ખરેખર તમે બહુ મોટું કામ કર્યું છે. મારો એક સૂઝાવ છે કે તમે આપેલી વિગતોનું જેને પણ, જ્યાં પણ ઉદાહરણ મળે તે આ જ વિષયમાં રીપ્લાય તરીકે પોસ્ટ કરે.એનાં નામ-લિંક સહિત. જેથી કોણ કોપીપેસ્ટ કરે છે તેની યાદી આપોઆપ વધતી જશે,સાથે અપડેટ પણ થતી જશે.
  આભાર..

 25. માહીતી સભર લેખ …

 26. અશોક મોઢવાડીયાએ મારા મનમાં આજે ચલાતા વિચારને એક દિવસ પહેલા જ “ઊંઠાંતરી” કરી લીધી છે એટલે હું આજે એમના ટાઇપ કરેલા શબ્દોનું “કૉપિ-કરણ” કરી નાંખું છું પણ “પેસ્ટ પિંજણ”માં પડતો નથી એટલે એમની કોમેન્ટ ફરી (મારા નામે) ચરી ખાવી આઇ મીન વાંચી જવી.. હા હા હા 😉

 27. વિનયભાઈ,

  બ્લોગ ક્ષેત્રે ચોરી ચપાટી ને કોઇ ગોબાચારી ન ચલાવા દેવાનો તમારો આગ્રહ અને પ્રયત્નો દાદ માંગી લે એવા છે.

  ધન્યવાદ દોસ્ત!
  (through orkut scrap)

 28. વિનયભાઈ,

  આપના આવા સુંદર લખાણ અને લેખ બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.

  તમારો લેખ બહુ જ ગમ્યો.

  દિનેશ વકીલ
  (through orkut scrap)

 29. બહુ વિગતવાર માહિતી સમાવી છે. ગુજરાતી બ્લોગજગતમાં આ પ્રકારના લેખોની ઘણી જરૂર છે.
  અભિનંદન!

 30. મજાનો લેખ વિનયભાઈ … 🙂 ખુબ ઝીણવટભરી માહિતી આપી … સરસ ..

 31. VinayBhai,
  thanks
  Ekad evaa jaNita Uthantri khor ne have JaNi shakyo Chhu.
  aapnaa aa prayas thi Guj Blog Jagat ne jarur faydo thashe.
  Jay Gurjari,
  Chetan Framewala

 32. માહિતીપ્રદ લેખ છે.બ્લોગજગત ખરાબાની જમીન પણ હશે તે જાણ હવે થઈ.આભાર.
  હિમાન્શુ પટેલ.

 33. આ અનુભવ ઘણી વાર થયો છે. વિનયભાઇ સરસ માહિતી આપી છે. આભાર..

 34. સુંદર માહિતીસભર લેખ.

 35. તમે કહ્યુ તે સરસ ……
  પણ મને એક વાત નથી સમજાતી….
  જો કદાચ કોઈ ઉઠાંતરી કરી પણ જાય તો ખબર કઈ રીતે પડે….? ને તે માટે આપણે શું કરી શકીએ..?

  i am new in this field so jst i want some help.

  dhaval soni

 36. very good notice as well as guidance for bigginers like me
  Indu shah

 37. અગત્યની જાણકારી આપી છે.
  વિનયભાઈ,હું તમારો બ્લોગ છેલ્લા એક કલાકથી વાંચુ છું.ખરેખર એક બ્લૉગર માટે ઉપયોગી,જાણવા જેવી,અગત્યની વાતો કરી છે.ઘણું બધું નવું જાણવા તથા સમજવા મળ્યું.થોડી મદદ કરશો ,’જોડણીની ભૂલો સુધારવા માટે તમે કોઈ ટાઈપપૅડ વાપરો છો ? કે તમને શબ્દકોશની બધી જ જાણકારીઓ છે ?.મારે પણ જોડણી સુધારવી છે,આપ કોઈ મદદ કરી શક્શો ?’ (મને ઈ મેઇલ દ્વારા કે અહ્યાં જણાવશો).આભાર

 38. પરોપજીવી બ્લોગરોએ મારા બ્લોગ ઉપરથી ઉઠાંતરી કરી તેની જાણ આપે મને જાણ કરેલ.. આજે પણ આપે આવા તસ્કર–બ્લોગરોને ઓળખવા માટેની સરળ રીતો આપવા બદલ ધન્યવાદ..

 39. હમણાંથી ટીવી પર સીઆઈડી નામક સિરિયલ બહુ જોરમાં છે. મેં ઘરમાં અછડતી જ ટીકા કરી હતી કે આ તો યુવાનોને ગુનો કેટલી રીતે થઈ શકે છે તે બતાવનારી સિરિયલ બની ગઈ છે ! અનેક પ્રકારના ગુનાઓની છણાવટ કેટલાકોને તો બહુ ઉપયોગી નીવડે !!

  આજે ફરી વાર આ લેખ વાંચીને મને થયું કે વિ.ભાઈએ આટલી ઝીણવટથી કૉપી–પેસ્ટને સમજાવી છે તેનો લાભ કૉપીસ્ટો–પેસ્ટિયાઓ (માતૃભાષા, ક્ષમા કરજે !)લઈ શકે ! મજાકમાં કહું તો આ તો ટ્યુશન આપી દીધું !!

  પણ ગંભીરતાથી કહું તો આ લેખ એમની તસ્કરી સામેની તીવ્ર ઈચ્છાનો પડઘો છે. નાની લાગતી વાત પરથી એમણે આખી ઝુંબેશ શરુ કરી છે. એમને સૌનો કેવો સાથ છે તે દેખાઈ આવે છે. પરોપજીવી જીવોની જેમ જ પરોપજીવી વનસ્પતિ પણ હોય છે. હવે આ નવા પરોપજીવીઓ પણ જાણવા મળશે. જેમને ટુંકા રસ્તે આગળ જવું છે (‘વધવું છે’ એમ નહીં કહું)તેઓ આવા રસ્તાઓ લઈને આખા વાતાવરણને કલુષિત કરે છે. ચોરી એ તો શાશ્વત ચીજ છે. પણ એની સામે ઝુંબેશ ઉપાડવી, આંખે થવું ને ગાળો ખાવાનીય તૈયારી રાખવી એ અપવાદરૂપ તમન્ના છે.

  હા, એટલું ખરું કે એકલદોકલ વ્યક્તિ કરતાં સામુહિક રીતે – એક સજાગ જૂથ બનાવીને આ કામ કરવાથી કોઈ એક વ્યક્તિને ગાળો ખાવી ન પડે. તેમણે ગ્રુપ બનાવવાની વાત કરી છે તે સારી ને તંદુરસ્ત નિશાની છે. એનાથી આ આખી ઝુંબેશને માન્યતા –રૅકગ્નિશન – મળશે. જોકે વિનયભાઈ જેવાઓએ આવા રૅકગ્નિશનની રાહ જોવાની ન હોય. શુભસ્ય શીઘ્રમ્ ।

 40. એક વાત પુછું ?
  તમે જે કાઈ જાણોછો તેમાંથી કેટલા ટકા તમારું પોતાનું કે મૌલિક હોય તેવું તમે માનો છો?

  હવે ક્વોન્ટમ ફીઝીક્સ ના જમાનામાં લેખકોએ એ માની લેવાની જરૂર છે કે મૌલિક જેવું અહી ખાસ કશું હોતું નથી. જગતમાં દરેક ચેતનાધારી એક બીજા સાથે અતુટ રીતે જોડાયેલ હોય છે. તમે જેવા કોઈ વિષય પર ચિંતન મંથન કરવાનું શરુ કરો કે તુરત તમારું અજાગ્રત મન જે તે વિષયના વાઈબ્રેશન (વિચાર તરંગો) જે અવકાશમાં તરી રહ્યા હોયછે તેની સાથે તમારા મનને જોડી દે છે. એટલે તમે જ્યારે કહોછો કે મને વિચાર આવ્યો કે મને પ્રેરણા કે આત્મ- સ્ફ્રુણઆ થઇ ત્યારે જાણવું કે તમારા ઉપર વૈશ્વિક ચેતના માંથી કંઈક લ્હાણી થઇ છે.

  તમે જે લખ્યું તેમાં તમારૂ પોતાનું પ્રદાન તો માત્ર તમે જે કાઈ જોયું સાંભળ્યું વાંચ્યું તેમાંથી જે સંવેદનાઓ પ્રગટી તેને થોડા શબ્દો આઘાપાછાં કરીને કે વાક્ય રચના બદલી ને રજૂઆત કરવા જેટલું જ છે. જોકે કોપી પેસ્ટ કરનારની સરખામણી એ તમારી મહેનત વધુ ચોક્કસ ગણાય..!

  તમને આ ઓછી મહેનત ની તકલીફ છે કે પછી તેઓ માત્ર કોપી પેસ્ટ ઉપર ‘નભી’ જાયછે તેની અદેખાઈ છે ?

  વધુ નિખાલસ થઇ ને વિચારશો તો સમજી શકાશે કે આ સંવેદના પણ તમારી એકલાની કે આગવી નથી – અરે ભાઈ અન્યની સંડોવણી વિના સંવેદના શક્ય જ નથી અને એટલે તો તેને વેદના ને બદલે ‘સં’વેદના કહે છે…!

  તમારી ઈચ્છા જો સર્જન ની હોય તો તે સર્જન ની પ્રક્રિયા ચાલે તે દરમિયાન તમને જે રચના નો આનંદ મળે તે જ તેનો પુરસ્કાર ગણાય. તમે તમારા વિચારો ને સમાજમા વહેંચવા માગતા હોવ તો પછી જટલા વધુ માણસો સુધી તે પહોંચે તેમ સારું ગણાવું જોઈએ – તો તો પછી તમારે કોપી પેસ્ટ વાળાઓ નો આભાર માનવો પડે..!! તો રચના નું પ્રકાશન કરવા પાછળ આપણોં શું હેતુ છે તે વિષે આપણે જેટલા સ્પષ્ટ અને પ્રમાણિક હોઈશું તેટલે અંશે આ કોપી પેસ્ટ જેવી બાબતો આપણને વિચલિત નહિ કરે.

  મને પોતાને ગુજરાતી જોડણી ની ચોકસાઈ વિષે બહુ આગ્રહ નથી – તેનો અર્થ એમ ન થાય કે મેં જે લખ્યું તે ઉઠાંતરી છે.

 41. સવાલ એ છે કે લખાણની કોપી કોના લખાણમાંથી કરવામાં આવી છે તે મહત્વનું છે તો તમે ચોક્કસપણે ઉઠાંતરીકારને સમજાવી શકો કે આ રચના તો ફલાણા ભાઈની છે તમે તમારા બ્લોગ ઉપર કેવી રીતે મૂકી. રચના કોની છે તે કઈ રીતે જાણવું તેનો ઉપાય હોય તો જણાવશો. વિભૂતી ગણેશની વાત બહું વખત પહેલા કહેવાઈ છે અને તેની સાથે હું બિલકુલ સંમત થતો નથી.

  • તમારી કોમેન્ટ જોવા જો મારે ૬ મહિના રાહ જોવી પડી હોય તો વિભૂતિગણેશ ની વાત સમજવા આપને વાર લાગે તે સામે મને બિલકુલ વાંધો નથી. તમે કહો છો – ‘વિભૂતિગણેશ ની વાત બહુ વખત પહેલા કહેવાઈ છે.’ સાચી જ વાત તમે કરી દીધી છે ! અઘરી વાત સમજવામાં ઘણાખરાને સમય લાગી જાય એટલે કહેવા વાળાએ બહુ પહેલાજ કહી દીધું એમ જ કહેવું પડે – પોતાને સમજવામાં સમય લાગ્યો તેમ થોડું કહી શકાય..?

   આપને અસહમત થવાનો પુરો અધિકાર છે તેની ના નથી..

 42. Thank you, Vinaybhai for the article. Some of the revelations made by you are surprising and I have learnt quite a few things of which I was completely unaware of.

 43. લેખ ગમ્યો.
  ઉઠાંતરી કરનારાને પકડાઈ જાય તો પણ કદી કોઈ ફર્ક પડતો નથી.
  લખાણની શૈલી પરથી વાંચક અચૂક આવી ઉઠાંતરી પકડી પાડે છે.

Leave a Reply

%d bloggers like this: