Jan 172016
 

પ્રિય મિત્રો,

૧૭/૩૬૬

મારી મૂળ અટક ખુડખુડિયા છે પણ જેમ અન્ય જ્ઞાતિઓમાં (શાહ/પટેલ) પોતાની મૂળ અટક લખવાને બદલે જાતી લખાવે છે તેમ અમારી જ્ઞાતિમાં પણ જાતી લખાવવાની પ્રથા છે. મારા શાળાના પ્રવેશ વખતે મારા નામની પાછળ પણ ખત્રી લખવામાં આવ્યું હતું.

મારી જાણ પ્રમાણે સાત જાતના ખત્રીઓ હોય છે – પંજાબી, સિંધી, કચ્છી, સૌરાષ્ટ્ર (સોરઠીયા), જામનગર (હાલાઈ), (સાઉથ) ગુજરાતના, અને (ઉત્તર પ્રદેશ) યુપી ખત્રી. તેમાંથી હું કચ્છી ખત્રી છું. ખત્રી હિન્દુ તેમજ મુસ્લિમમાં પણ હોય છે.

પંજાબી ખત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભર્યા પડ્યા છે. દા.ત. ખન્ના, કપુર, ચોપડા, ટંડન, ભારદ્વાજ, કક્કડ વગેરે (ભૂલ ચૂક માફ)

અન્ય ખત્રીનો બહુ પરિચય નહીં. હાલાઈ ખત્રીનો થોડો પરિચય ખરો અને હું સોરઠિયામાં પરણ્યો છું. ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી (ઉર્ફે દયા ટપુ કે પાપા ગડા) પરણીને સોરઠિયા ખત્રીમાં આવી છે.

કચ્છી ખત્રીમાં ડૉ. જયંત ખત્રી સાહિત્ય ક્ષેત્રે જાણીતું નામ. પરિચય માટે અને આ પેજ પણ.

તેવી જ રીતે રતન ખત્રી (કદાચ સિંધી ખત્રી) પણ બહુ જાણીતા પણ બીજી રીતે, મટકા કિંગ.

હું પહેલી વેળા કોઈને મળું અને મારું નામ કહું અને સામે વાળો જયંત ખત્રી સાથે સંકળે અથવા રતન ખત્રી સાથે. મને પહેલી મુલાકાતમાં જ વણ કહે સામેવાળાનો ટેસ્ટ સમજાઈ જાય! જેમ આ ટૂચકામાં રસ્તો પૂછતી વખતે થાય છે તેમ –

અહીંથી થોડું આગળ જશો તો એક વાઈન શૉપ આવશે, ત્યાંથી ડાબે વળી જજો. થોડું ચાલશો તો એક સોડાની દુકાન આવશે. ત્યાંથી જમણે વળી ગલીમાં થોડું ચાલશો એટલે ફરસાણની એક દુકાન આવશે. તેની બરાબર સામેની બિલ્ડિંગ!

– વિનય ખત્રી

વિશેષ વાંચન

ખત્રી વિશે વિકિપિડિયા

  2 Responses to “જયંત ખત્રીથી લઈ રતન ખત્રી સુધી”

  1. મારો સુરતી ખત્રી અને ખંભાતી ખત્રીઓ સાથેનો અનુભવ જાનદાર રહ્યો છે! જિંદગીની હરેક પળ દિલ ખોલી માણે !

  2. પરિચય સારો આપ્યો છે.

Leave a Reply

%d bloggers like this: