Apr 202016
 

પ્રિય મિત્રો,

૧૦૭,૧૦૮,૧૦૯,૧૧૦, ૧૧૧/૩૬૬

khandala2

રાજમાચી બગિચામાંથી ‘મુંબઈ પુણે એક્સપ્રેસ વે’ દર્શન, ખંડાલા. ફોટો – વિનય ખત્રી

ખંડાલાનું નામ પડે એટલે મુંબઈ-પુણે રસ્તા પર આવેલું લોનાવાલા પાસેથી ગીરી મથક (હિલ સ્ટેશન) ખંડાલા યાદ આવે… આમિર ખાનનું ચલચિત્ર ‘ગુલામ‘નું બહુ ચર્ચિત ગીત ‘આતી ક્યા ખંડાલા’ સાથે આ ગીરીમથક વધુ પ્રસિદ્ધ થયું છે.

પણ મહારાષ્ટ્રમાં ખંડાલા એક નથી એક કરતાં વધુ છે. બીજું ખંડાલા પુણેથી સાતારા જતાં રસ્તામાં આવે છે (જુઓ નીચેનું ચિત્ર)

khandala

તેવી જ રીતે લોકો લોનાવાલા પાસેના ઘાટ રસ્તાને ખંડાલા ઘાટ કહે છે જે ખોટું છે, તે ઘાટનું નામ બોર ઘાટ છે. ખંડાલા ઘાટ પુણેથી સાતારા જતાં રસ્તે પડતા ઘાટને કહે છે.

ગેરસમજ ન થાય તે માટે મુંબઈ પુણે રસ્તા પરના ખંડાલાને ‘લોનાવાલા-ખંડાલા’ અને પુણેથી સાતારા જતાં રસ્તે આવતા ખંડાલાને પારગાંવ-ખંડાલા કહે છે.

– વિનય ખત્રી

  3 Responses to “આતી ક્યા ખંડાલા…?”

  1. બંને જગ્યાએ સાયકલ ચલાવી છે 🙂

Leave a Reply

%d bloggers like this: