Mar 032009
 

પ્રિય મિત્રો,

કેમ છો?

એક લાંબા વિરામ બાદ આજે ફરી આપની સમક્ષ હાજર થયો છું. આજે નેટસૅવિ, અદ્ભુતકળા, બત્રીસ કોઠે દીવા વગેરે બાજુએ મૂકીને ગઝલ પર હાથ અજમાવું છું. ફન-એન-ગ્યાન માટે ઘણા લેખોનું ગુજરાતી રૂપાંતર કર્યું છે પણ ગઝલનું રૂપાંતર કરવાનો મારો પ્રથમ પ્રયાસ છે. ફન-એન-ગ્યાન પર આ પહેલા પણ એક સ્વરચિત રચના (પદ્ય) મૂકી હતી જેને બહોળો આવકાર મળ્યો હતો તેવો જ આવકાર આ ગદ્યને પણ મળશે તેવી આશા સાથે…

ગમ છે કે ખુશી છે તું,
મારી જિંદગી છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
તકલીફોના સમયમાં,
સુખની એક ક્ષણ છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
મારી રાતનો દીપક,
મારી ઊંઘ પણ છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
હું પાનખરની સાંજને
ઋતુરાજ વસંત છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
મિત્રો સાથેના સંબંધમાં,
મૈત્રીનું કારણ છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
મારા સમગ્ર જીવનમાં,
એક જ ઓછપ છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
હું ઘણો બદલાઈ ગયો
પણ હજી એવીજ છે તું.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
‘નાસિર’ આ ઘરમાં
કેટલો અજનબી છે તું.

Copy Right Material. Do Not Copy. http://funngyan.com
મૂળ નાસિર કાઝમીની ઉર્દુ ગઝલ મેરી જિંદગી હૈ તુનો આ ભાવાનુવાદ છે. ગુજરાતી બ્લોગ જગતમાં પ્રસરેલી પ્લેજરીઝમ વિશે લેખ લખવા માટેની પૂર્વભુમિકા રૂપે આ પ્રયોગ કર્યો હતોઃ એક દિવસ માટે આ ગઝલ મારા નામે ચડાવવાનો, તે માટે દરેક વાચક/કોમેન્ટરની માફી માંગું છું. મૂળ યોજના પ્રમાણે નાસિર સાહેબની ગઝલ મૂક્યા પછી આ ગઝલ અહીંથી હટાવી લેવાની હતી પણ કેટલાક મિત્રોના આગ્રહને કારણે જેમ છે તેમ રહેવા દઉં છું. ગઝલનું ગુજરાતી રૂપાંતર કરવામાં મળેલી કિરણકુમારની મદદનો ઉલ્લેખ અહીં ન કરું તો નગુણો ગણાઉં.
Copy Right Material. Do Not Copy. http://funngyan.com
નાસિર કાઝમીની રચના નુસરત ફતેહ અલી ખાનના સ્વરમાં સાંભળવા માટે તેમજ નાસિર સાહેબનો પરિચય વાંચવા માટે અહીં ક્લિક કરો.

  13 Responses to “મારી જિંદગી છે તું”

 1. સરસ રચના

  આવી જ કાંઈ રચનાની યાદ આપી ગઈ

  કહેને અલી કોણ છો તું?
  મારી ભ્રમણાં ભાંગીને મારે જાણવી તને,
  તારો રેશમી સહચાર સખી માણવો મને…

  http://dhufari.wordpress.com/2008/10/13/કોણ-છો-તું/

 2. બહુ જ સરસ. હવે આ નવો રસ્તો છોડતા નહીં.

 3. saras rachna
  keep it up dear…..

 4. હું ઘણો બદલાઈ ગયો
  પણ હજી એવીજ છે તું.

  તુ જ મારી ગઝલ છે કેમ ભૂલી ગયા?

  રમેશ પટેલ(આકાશ્દીપ)

 5. gr8 .. !!

  સુંદર રચના …

  હવે રસપ્રદ વાત જલ્દી કરી દો તો સારું… સસ્પેન્સ વધારે સહન નથી થતું હવે !! 😛

 6. @ pragnaju

  આ રચના પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”ની છે ને? તેઓ પણ ખત્રી (બ્રહ્મક્ષત્રિય) છે અને પુણેમાં રહે છે!

  આપની કોમેન્ટને તે પ્રમાણે એડિટ કરી છે.

 7. અરે વાહ તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા. ગઝલ પણ લખો છો એ વાતની તો આજે જ ખબર પડી. સરસ રચના.

 8. ખૂબ સરસ/ ખૂબ આગળ વધો.

 9. હું ઘણો બદલાઈ ગયો
  પણ હજી એવીજ છે તું.

  ખુબ સરસ ….

 10. વેલ સેઈડ હીના પારેખ. “છુપા રૂસ્તમ” ને ખુલ્લમ ખુલ્લા અભિનંદન સહ શુબેચ્છા.

 11. Good work for gujarat and Gujarati.
  Stay Busy.

 12. સુંદર અનુવાદ…. અભિનંદન !

  જો કે છંદ જળવાયો નથી…

 13. સરસ ભાવનુવાદ.

  આવા ઘણા ભાવાનુવાદ શ્રી ઝવેરચંદ મેઘાણી એ મુળ કૃતી કરતાં પણ પોતકો લાગે એ રીતે કર્યા છે.

  મજા આવી.

Leave a Reply

%d bloggers like this: