Mar 212009
 

પ્રિય મિત્રો,

ગઈકાલના લેખ હાથ પગ વગરનો માણસ દ્વારા આપણે તેમની પ્રેરણાદાયક વેબસાઈટ્સની મુલાકાત લીધી. આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે છે આ બાળકી. જેને જન્મથી હાથ નથી અને ડોક્ટરો પણ કહી શકતા નથી કે આમ કેમ થયું?

જેસીકા કોક્સ - હાથ વગરની બાળકી 

પણ તેણીએ હિંમત ન હારી અને દરેક કામ પગથી કરતાં શીખી…

જેસીકા કોક્સ - દરેક કામ પગથી કરતાં શીખી

અને ૨૫મે વર્ષે હાથ વગરની દુનિયાની સર્વ પ્રથમ વિમાન વાહક (પાટલટ) પણ બની ગઈ!

જેસીકા કોક્સ - વિમાન વાહક

૨૫ વર્ષની હાથ વગરની આ પાયલટને જોઈને એટલું જ કહી શકાય કે કશું જ અશક્ય નથી.

વધુ ફોટા જોવા માટે અહીં ક્લિક કરો. વધુ માહિતી માટે જેસીકા કોક્સની વેબસાઈટ તેમજ આ બ્લોગ જુઓ.

સ્ત્રોત: અલ્પા નિર્મલે મોકલાવેલી ફોર્વર્ડ ઈમેઈલ અને રાઈટફૂટેડ.કોમ વેબસાઈટ.

  9 Responses to “હાથ વગરની વિમાન વાહક!”

 1. Good work.

  You can start searching and VIKALANG AND OUR BPA,Amadavad,Gujarat,India will support these people.
  You can find in Gujarat and all the states in India.
  I will work with you so you can do the great service to mankind in the world of People with disabilities.

 2. વાહ. જેસીકાની હિંમત અને ધગશ કાબીલે તારીફ છે.

 3. ખૂબ પ્રેરણાદાયી વાત…

 4. ઝી ટીવી પર એક કાર્યક્રમ આવે છે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’. આ પ્રોગ્રામમાં કમલેશ નામનો એક ડાન્સર છે જેના બન્ને પગે લખવો છે પણ એને બે હાથો વડે ડાન્સ કરતા જોઇને ભલભલા અચંબામાં પડી જાય છે. કમલેશના ડાન્સ કરતા પણ એનામાં જે ડાન્સ કરવા માટેનો એક attitude છે એ બહુ ગજબનો છે.

  કહેવાય છે કે “When going gets tough, tough gets going” એ ખરેખર સત્ય જ છે.

  કમલેશ પણ ગુજરાતી જ છે જે આપણા માટે ગર્વની વાત છે.

 5. વિનયભાઈ જુઓ આ લીંક….

  હવે શીધે શીધું કોપી નહીં કરવાનું પણ વિષયની ચોરી કરવાની. તમે 21 તારીખે આ વિષય પર પોસ્ટ કર્યું અને 22 તારીખે બીનાબેનને પણ આજ વિષય પર પોસ્ટ કરવાનું સ્વપ્ન આવ્યું. વાહ ભાઈ વાહ. અમેરિકાવાળા કેટલાક બ્લોગર એવું સમજે છે કે અહીં ભારતમાં બધા મૂર્ખાઓ બેઠા છે.

 6. વિનય ભાઈ અને હીનાબેન,
  ખાસ જણાવવાનુ કે મેઁ તમારા બ્લોગ ઉપરથી વિષયની ચોરી નથી કરી.
  મે કહ્યુ છે તેમ મને મળેલ ઇ મેલ માથી પોસ્ટ કર્યુઁ છે.
  આમા ગેરસમજ ના થાય માટે સ્પશ્ટતા કરી છે. આભાર બીના.

 7. હીનાબેન,
  મને બીનાબેન દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટમાં કોઇ ઉઠાંતરી નથી લાગતી કારણ કે વિનયભાઇ દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટ એ એમની પોતાની કોઇ મૌલિક રજૂઆત નથી. વિનયભાઇએ પણ ઇન્ટરનેટ પર ઉપ્લબ્ધ માહિતીને આપણા માટે શોધીને મૂકી છે અને તે જ પ્રમાણે કદાચ બીનાબેને પણ શોધીને મૂકી હોય અને એમ હોઇ શકે કે વિનયભાઇ બીનાબેન કરતા એક દિવસ વહેલા મૂકી શક્યા હોય. માટે મને આમાં કોઇ અતિશયોક્તિ નથી લાગતી.

  વિનયભાઇ તમને શું લાગે છે જણાવજો?

 8. બીનાબેને જે ફોટા અને લખાણ તેમના બ્લોગ પર મૂક્યા છે તે મને એક ફોર્વડેડ મેઈલમાં મળ્યા હતા જેનો ઉલ્લેખ પોસ્ટમાં નીચે કર્યો છે. તે ફોર્વડેડ મેઈલ વાંચીને મેં જેસીકા કોક્સ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરીને મેં મારી રીતે પોસ્ટ બનાવી. સાથે જેસીકાની વેબસાઈટની લિન્ક પણ આપી ફોટા માટે રાઈટફૂટેડને ક્રેડીટ પણ આપી, જ્યારે બીના બેને આ ફોર્વડેડ મેઈલ જેમની તેમ ચડાવી દીધી! કોઈને ક્રેડીટ આપ્યા વગર!

 9. આ લેખ મારી મૌલિક રજૂઆત જ છે, હા, માહિતી સ્ત્રોત વિશે લેખમાં ઉલ્લેખ કર્યો જ છે. બીજું ફોર્વર્ડેડ મેઈલમાં જે ફોટા વપરાયા છે તે ફોટા લેખમાં વાપરવાનું ટાળ્યું છે.

Leave a Reply

%d bloggers like this: