Feb 012016
 

પ્રિય મિત્રો,

૩૨/૩૬૬

જાન્યુઆરી મહિનો સારો ગયો. બધા દિવસોએ પોસ્ટ મૂકી શક્યો.

jan16

જાન્યુઆરી મહિનાની ૩૧ પોસ્ટમાંથી ટોપ ટેન પોસ્ટની વાત કરીએ તો…

૧) તમારાં લાડકાં સંતાનો કઈ ઈંગ્લિશ સ્કૂલમાં ભણે છે?

૨) આ બે ફોટામાં રહેલી અસમાનતા – સમાનતા

૩) શું ખરેખર માત્ર એક જ છોકરી માટે ચાલે છે જાપાનમાં ટ્રેન?

૪) ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર – અખા ભગત

૫) સોસિયલ મિડિયામાં જમ્મુ-કાશ્મિરના નામે ફરતો ફોટો ક્યાંનો?

૭) કચ્છી/ગુજરાતી જ્યારે મરાઠી શીખે ત્યારે…

૮) અહીં શેર કરેલો ટૂચકો જ્યારે જાહેરખબરમાં દેખાય ત્યારે…

૯) ઈશ્વર છે કે નથી અને છે તો ક્યાં છે?

૧૦) કુવૈતમાં મળી વર્ષો જૂની ગણેશ મૂર્તી

બીજું, આ મહિને એક નવો વિભાગ/વિષય ઉમેરાયો – આધ્યાત્મ

તમારાં લાડકાં સંતાનો કઈ ઈંગ્લિશ સ્કૂલમાં ભણે છે?‘ લેખમાં રહેલો કટાક્ષ જેમને ન સમજાયો તેમને હું શાળા વિરોધી કે શિક્ષકોને માન ન આપનારો લાગ્યો પણ એવું નથી. હું શિક્ષકોને શાળાને બહુ જ માન આપું છું અને આજે ય વતન જાઉં ત્યારે મારા શિક્ષકોને મળવાનો મોકો મળે તો ચૂકતો નથી.

ફેબ્રુઆરી મહિનો પણ સારો જ જશે. આ મહિનામાં શ્રી ગણેશ જયંતી (૧૧ ફેબ્રુઆરી) અને વસંત પંચમી (૧૨ ફેબ્રુઆરી) આવશે. (એક દિવસના) પ્રેમીઓ માટેનો તહેવાર વેલેન્ટાઈન ડે (૧૪ ફેબ્રુઆરીએ) પણ આવશે.

તો માણીએ ફેન્ટાસ્ટીક ફેબ્રુઆરી ફનએનગ્યાન પર…

-વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: