Jan 062011
 

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયાના ‘અભિયાન’માં વાંચ્યું કે વ્હિલચેરમાં બેસીને લૂટી શકાય?

અને આ અઠવાડિયાની ‘ચિત્રલેખા’માં વાંચ્યું કે યસ… ઈસ ઉમર મેં ભી!

એક જ બનાવને બે અલગ અલગ ગુજરાતી સામયિકોએ પ્રસિદ્ધી આપી છે તે જોઈને એવું તારણ કાઢી શકાય કે…

૧) કેવો યોગાનુયોગ કહેવાય નહીં?

૨) બે ભાઈઓ જ્યારે કૂતરા પર નિબંધ લખે ત્યારે શિક્ષકને બંને નિબંધમાં સરખાપણું જોવા મળે તે સહજ છે.

૩) અસોસિયેટેડ પ્રેસના એક અહેવાલનું ભાષાંતર ‘અભિયાને’ એક અઠવાડિયા પહેલા કર્યું અને ‘ચિત્રલેખા’એ એક અઠવાડિયા પછી!

૪) ૨૫ વર્ષનો યુવાન ૬૦ વર્ષના વૃદ્ધથી આગળ જ ચાલવાનો!

૫) ઈશિતા ‘અભિયાન’ નહીં વાંચતી હોય!

૬) ઈશિતાના વાચકો ‘અભિયાન’ નહીં વાંચતા હોય એવું ઈશિતા માનતી હોય!

૭) ઈશિતા એક અઠવાડિયું મોડી પડી!

  13 Responses to “‘ઈશિતા’ ૭ દિવસ મોડી પડી?”

  1. ૮) ત્રણ-ચાર અઠવાડિયા જૂના વાસી સમાચાર વાચકોને ગળે વળગાડી દીધા! 😉

  2. ભાષાંતર કરવામાં અંતર વધી ગયું! ઝડપ ઝડપમાં ફેર. તમારું વાંચન જબરું છે.

  3. Vinaybhai,
    I am a journalist. I know this field. It happeenes sometimes we don’t have an advertisements even we dont have any news still we have to FILL the spase or sometimes we have to FILL entire PAGES. We are helpless even if we know that certain news are published in our rival’s newspapre or magazine, we are helpless we have to FILL the space

    • એક્વીસમી સદીમાં શું ન બની શકે તે ન કહી શકાય..ગમે ત્યારે ગમે તે બને શકે આપણે આપણાં કાન અને આંખ સાંભળવા સાબદાં રાખવાં કે નહીં એ વાંચકો એ નક્કી કરવાનું..વાચક ચાહે એને બુદ્ધિની તીજોરીમાં સંગ્રહ કરવી કે પછી ડસ્ટબીનમાં ફેંકી દે..બોલો વાચક રાજા કી જય! યે ભી તો સહી હૈ..

  4. મારી ઓફિસમાં એક બોર્ડ મુકેલ છે:”Old News is Bad News.”

    Either way its bad, isnt it?

  5. શ્રી વિનયભાઈ,

    અપની ચકોર નજર અને જાગૃતિ માટે અભિનંદન !

  6. 🙂 🙂 😉

  7. જબરૂં કહેવાય ! (આપનું નિરીક્ષણ)

  8. ભઈ વાહ…ખાંખાખોળા કરતાં તમને વધુ એક સત્ય જડયું..!

  9. અહ્યાં તો Like નું બટન પણ નથી. એટલે શું કહું ?
    😆

  10. Amara jeva Vachak je kahli Chitrlekhaj Online vachta hoy ene khabar na padene..Abhiyan online nathi atle koik rite khabar to padi ke avu thayu..Janva na male ena karta be var janva male to vandho nahi..

Leave a Reply

%d bloggers like this: