Jun 282008
 

ગઇકાલની પોસ્ટ અનિમેષ અંતાણી નામ શા માટે?નું અનુસંધાન…

નવું નવું ક્યાંથી અને કેવી રીતે શોધી લાવો છો?

મારા વ્યવસાયમાં મારું કામ છે રિચર્ચ અને ડેવલપમેન્ટ (R&D)નું. તે માટે મારે નેટ પર બહુ બધું સર્ચ કરવાનું હોય છે અને અનુભવે ફાવટ આવી ગઇ છે કે શું શોધવાથી શું મળશે. આપને ખબર હશે જ કે જવાબ કેવો મળવાનો છે તેનો આધાર પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે તેના પર હોય છે.

નવા લેખ માટેનો વિષય શોધવા માટે ૧. ઇન્ટરનેટ સર્ફીંગ, ૨. મિત્રોએ મોકલાવેલી ફોર્વર્ડેડ મેઇલ્સ, ૩. ફનલોક જેવા ફન ગ્રુપ અને ૪. ગુગલ અલર્ટ નામનું ટૂલ વાપરું છું. (ગુગલ અલર્ટ વિશે વિગતે જાણવા માટે વાંચો આજની નેટસૅવિ.)

કોઇ એક રસપ્રદ વિષય મળ્યો પછી તેના વિશે ખાંખાખોળા શરુ થાય છે. મુખ્યત્વે ગુગલ અને યાહુ સર્ચ એન્જિન વાપરું છું. અલગ અલગ રીતે શોધ આદરીને વસ્તુના મૂળ સુધી પહોંચું છું પછી મને આવડતી ગુજરાતીમાં તેનું ભાષાંતર કરીને પોસ્ટમાં મૂકું છું.

ક્યારેક કંઇક શોધતાં કંઇક બીજું જ મળી જાય એવું પણ થાય. દા.ત. અધ્યારૂ નું જગતમાં “મિરેકલ કન્સ્ટ્રક્શન” વાંચીને તરત જ ગુગલ ઇમેજ સર્ચમાં લખ્યું funny constructions. પહેલા ૨૦ ફોટામાં ૧૮મો ફોટો અધ્યારૂની પોસ્ટ પર મૂકેલા ફોટોમાંથી એક હતો! તેના પર ક્લિક કરતાં હું પહોંચ્યો 21 examples of dullness in construction નામની પોસ્ટ પર જેમાં આવા ૨૧ ફોટા હતા. જેમાંથી અધ્યારૂની પોસ્ટ પર ન હતા તેવા ફોટા તેમને મેઇલ કર્યા જે પાછળથી તેમણે પોસ્ટ પર ઉમેરી દીધા. એક ફોટો સિક્યોરીટી કેમેરા વાળો હતો જે ફન-એન-ગ્યાન પર સ્થાન પામ્યો. આ બ્લોગની પોપ્યુલર પોસ્ટ પર નજર કરતાં માઇક્રોઆર્ટ વાળી પોસ્ટ દેખાઇ જેમાં સોયના નાકામાં અદભૂત શિલ્પ કળા કરી હતી વિલાર્ડ વિગને. આમ મિરેકલ કન્સ્ટ્રકશન વિશે શોધવા જતાં ફન-એન-ગ્યાન માટે બે વિષય મળી ગયા! (એક આડવાતઃ આ બ્લોગ પર તાજેતરની પોસ્ટ છે આર્ટ ઓન લેન્ડ, જેના વિશે આપણે ૨૩ ફેબ્રુઆરીના ફ્ન-એન-ગ્યાનમાં જોઇ ગયા.)

ક્યારેક સરળતાથી જોઇતી માહિતી મળતી જાય તો ક્યારેક માહિતી મેળવતાં દમ નીકળી જાય. દા.ત. દિવાલ પર આબેહુબ ચિત્રો દોરનાર આ કલાકાર વિશેની માહિતી મળતી જ નથી, અને આવો હું એકલો નથી ઘણા લોકો તેમને શોધે છે…

જ્યારે જેટલો સમય મળે ત્યારે ખાંખાખોળા કરીને પોસ્ટનો કાચો ડ્રાફ્ટ તૈયાર કરી લઉ. હું કાગળ પેન્સિલ વાપર્યા વગર સીધું પોસ્ટમાં જ લખું છું. જ્ઞાનને વહેંચવાથી વધે છે એવું માનતો હોવાથી અહીં આ લેખ લખી શક્યો છું અને મારા સ્ત્રોત વિશે કહી શકયો છું.

આટલું મારા તરફથી, આપને બીજા કોઇ પ્રશ્નો પૂછવા હોય તો નિઃસંકોચ પૂછી શકો છો….

  5 Responses to “નવું ક્યાંથી/કેવી રીતે શોધો છો?”

 1. હું તો ભાઈ અનિમેષ જ કહેવાનો તમને

  અને હા, એ પણ કહેવુ પડે કે ખાંખાખોળા અને ખૂણે ખાંચરે ખણખોદ કરવાની ટેવ મને ય તમારા લીધે જ પડી.

  ગૂગલ ખરેખર આજના નેટ જગતનું અભિન્ન અંગ થઈ ગયુ છે. તેના વગર નેટ જગતની પરિકલ્પના ય હવે ન થઈ શકે.

  તમે ખાંખાખોળા કર્યા કરો….અમે જલ્સા કરીશું…

 2. આજથી મનેપણ ખાંખાખોળા કરવાનો રસ પડયો છે.ગુજરતી મા ખરેખર આવું અદ્ભભૂત છે.

 3. જ્ઞાનને વહેંચવાથી વધે છે….ખુબ સરસ
  Keep it up…

 4. ખાંખાખોળા કરીને ગમતાનો ગુલાલ કરવાની આપની મહેનત બદલ અભિનંદન.
  વધુ ને વધુ ખાંખાખોળા કરતા રહો અને વહેંચતા રહેશોને ૵

  આભાર..અનિમેષભાઇ

 5. science world ma thati navi shodho na lekho goti ne tamari web site par mukvanu chalu karo vachak nu te baabat nu gyan vadhse….

Leave a Reply

%d bloggers like this: