Oct 242011
 

પ્રિય મિત્રો,

સર્ફગુજરાતી.કોમ અને અન્ય વ્યસ્તતાને કારણે સરખામણી લેખમાળા થોડી અટવાઈ ગઈ હતી તેને આજે આગળ વધારીએ તે પહેલા આજે ધનતેરસનો શુભ દિવસ છે, બધાને શુભેચ્છાઓ…!

સરખામણી લેખમાળાના છઠ્ઠા લેખમાં આપણે બ્લૉગ અને વેબસાઈટના ગુણાંક દર્શાવતી બે સેવાઓ એલિઝા અને ઈન્ડીરેન્કની વાત કરીશું.

રેન્ક સેવા વિશે લેખ લખવાનું કેવી રીતે સુજ્યું તે જાણવું રસપ્રદ થશે. સર્ફગુજરાતી.કોમમાં ગુજરાતી બ્લૉગ/વેબસાઈટના ગુણાંક દર્શાવવાની વ્યવસ્થા હશે તેની પ્રોગ્રામરો સાથે ચર્ચા કરતાં વાત નીકળી કે સર્ફગુજરાતી.કોમના ગુણાંક દર્શાવતું વિજેટ કેવું હોવું જોઈએ? કેવું ન હોવું જોઈએ? વર્ડપ્રેસ બ્લોગ પર દર્શાવવું હોય તો તેમાં કોઈ પણ જાતની સ્ક્રિપ્ટ (કોડ) ન હોવી જોઈએ… વગેરે ચર્ચા થઈ. સાથે એલિઝા, અમન્ગ.અસ, ઈન્ડીરેન્ક વગેરે ગુણાંક (રેન્ક) અને તેના વિજેટની ચર્ચા થઈ.

એલિઝા (alexa.com)

૧૯૯૬માં સ્થાપાયેલી એમેઝોન.કોમની આ સેવા આંતરરાષ્ટ્રીય વિશ્વાસપાત્ર ઈન્ટરનેટ ટ્રાફિક દર્શાવતી કંપની છે. તમને એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને તમારી ખબર હશે એટલું જ નહીં તમારા ગુણાંક પણ દર્શાવશે! એલિઝા વિશે વધુ આ લેખમાં જણાવી ચૂક્યો છું.

એલિઝા રેન્ક દર્શાવતું વિજેટ જાવા સ્ક્રિપ્ટ (કોડ) ધરાવે છે તેથી વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે વિજેટ ઉપલબ્ધ નથી તેથી એલિઝા ‘બેઝ’થી કામ ચલાવવું પડે જે બ્લૉગનો ગુણાંક બ્લૉગ પર દર્શાવતું નથી.

ઈન્ડીરેન્ક (indiblogger.in)

funngyan.com
73/100

ભારતિય બ્લૉગર માટેની આ સેવા ઇન્ડીબ્લૉગર સાઈટ તરફથી ઉપલબ્ધ છે. ઈન્ડીબ્લૉગર બ્લૉગરનો મેળાવડો (meet), કોઈ ચોક્ક્સ વિષયને લગતી બ્લૉગર્સની સ્પર્ધા વગેરેનું આયોજન કરે છે. ઈન્ડીરેન્ક ઉપરાંત બેસ્ટ બ્લૉગ, બેસ્ટ લેખ (પોસ્ટ) વગેરે દર્શાવે છે. અહીં ડીરેક્ટરી (બ્લૉગની યાદી) પણ છે જેમાં શહેર અને વિષય પ્રમાણે બ્લૉગ દર્શાવવામાં આવે છે. અફસોસ સાથે કહેવાનું કે ભારતના બ્લૉગ માટેની સેવામાં ભારતીય ભાષામાં વિષય લખીએ અને તેના વિશે શોધ કરીએ તો ‘એરર’ દર્શાવે છે! 🙁

અપડેટ: ઈન્ડીરેન્ક કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે બાબત મારા સહિત ઘણાંને દ્વિધા હતી જે (ગૂગલની પેજરેન્ક જેવી) મોઝરેન્કને ઈન્ડીરેન્કમાં ઉમેરી દ્વિધા દૂર કરવાનો અને વિશ્વસનીયતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે સમગ્ર પ્રક્રિયા ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

બંને સેવાઓની આમ તો સરખામણી ન થઈ શકે કેમ કે એક આંતરરાષ્ટિય સેવા છે જ્યારે બીજી સંપૂર્ણ ભારતિય. છતાં કેટલાક બ્લૉગરો એલિઝાને બદલે ઈન્ડીરેન્ક દર્શાવતા જોઈને આ લેખ લખવાનું મન થયું.

એલિઝાની અવેજીમાં ઈન્ડીરેન્ક બ્લૉગરો એટલે દર્શાવતા હશે કારણ કે ઈન્ડીરેન્ક વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ પર પણ દર્શાવી શકાય છે જ્યારે એલિઝા રેન્ક જાવા સ્ક્રિપ્ટને કારણે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ પર દર્શાવી શકાય નહીં.

વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટેની ઈન્ડીરેન્કની HTML સ્ક્રિપ્ટ (કોડ) ઈન્ડીબ્લૉગરના સર્વર સાથે સંકળાયેલી નથી તેથી તમારું ઈન્ડીરેન્ક બદલાય તેની સાથે વિજેટમાં કોડ પણ બદલવો પડે. ઈન્ડીરેન્ક તરફથી મેઈલ કરીને રેન્ક બદલાયાની જાણ કરવામાં આવે છે પણ જ્યારે રેન્ક ઓછું થયું હોય ત્યારે કેટલાક ચોક્ક્સ પ્રકારના બ્લૉગરો વિજેટમાં કોડ બદલતા નથી અને જુનું અને ઊંચું રેન્ક દર્શાવતા રહે છે!

તેવી જ રીતે, ઈન્ડીરેન્કની HTML સ્ક્રિપ્ટ ઈન્ડીબ્લૉગરના સર્વર સાથે સંકળાયેલી ન હોવાથી HTML સ્ક્રિપ્ટમાં એચટીએમએલની થોડી જાણકારી હોય તો તેમાં ફેરફાર (ઘાલમેલ) કરી જોઇતાગુણાંક દર્શાવી શકાય છે. દા.ત. અહીં એક ફાલતુ.બ્લૉગ નામના ડમી બ્લૉગનો ઈન્ડીરેન્ક ગુણાંક જુઓ:

faltu.blog
420/100

આ બદમાશીમાં ઈન્ડીરેન્કનો વાંક નથી, વાંક પેલા બદમાશ બ્લૉગ ફાલતુ.બ્લૉગનો છે જણે પોતાના બ્લૉગને પોતાની પસંદના ગુણાંક આપ્યા છે!

કેટલાક બ્લૉગરો આ ‘સુવિધા’ના કારણે પણ બની શકે કે ‘એલિઝા’ને બદલે ‘ઈન્ડીરેન્ક’ વાપરતા હોઈ શકે! જે તે બ્લૉગનું સાચું રેન્ક જાણવા માટે જે તે સાઈટ પર મૂકાયેલા ઈન્ડીરેન્કના વિજેટ પર ક્લિક કરો.

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આપણે નવા વર્ષમાં લાભપાંચમના મળીશું…

વિશેષ વાંચનસરખામણી વિભાગની અન્ય પોસ્ટ

  6 Responses to “સરખામણી: એલિઝા રેન્ક અને ઇન્ડીબ્લૉગરની ઇન્ડીરેન્ક”

 1. આટલા અનુભવો અને ચિંતન પછી તમારા દ્વારા શરૂ થનારી સેવા ‘સર્ફ ગુજરાતી’ વધુ સક્ષમ, વધુ વ્યાપક, વધુ ઉપયોગી હશે…ને – તેથી જ સ્તો – વધુ લોકપ્રિય પણ હ(થ)શે એમાં શંકા નથી.

  નવા વરસે મળીએ ત્યારે તમારા દ્વારા વધુ ને વધુ સેવા આ જગતને મળે તેવી આશા–શુભેચ્છાઓ સાથે….

  નવા વરસનાં આગોતરાં અભિનંદન.

 2. દિવાળી અને નવવર્ષની હાર્દિક શુભકામનાઓ.
  ઈન્ડીરેન્ક દર્શાવવામાં ઘાલમેલ કરી આત્મસંતોષ પામી શકાય તે જાણ્યું ! આભાર.

 3. શ્રી વિનયભાઈ,

  ઈન્ડી બ્લોગ રેન્ટ તેમજ એલીઝા ની રસપ્રદ વિગત અને સરખામણી જાણી, અને માહિત્સભ્ર લેખ બદલ ધન્યવાદ. નવા શરૂ થતા વર્ષમાં નેવાજ સ્વરૂપમાં અતિ રસપ્રદ વધુ ને વધુ માહિતી તમારા તરફથી સદા મળતી રહશે ..

  દિવાળી ના શુભ પર્વ પર આપને તેમજ આપના પરિવાર ને દિપાવલી ની શુભકામના – શુભેચ્છાઓ સાથે નૂતનવર્ષાભિનંદન પાઠવીએ છીએ….

 4. શ્રી વિનયભાઇ,

  આપના બ્લોગ દ્વારા ઘણુ ઘણુ જાણવા મળે છે

  આપને દિવાળીની શુભેચ્છાઓ સથે નૂતનવર્ષાભિનનદન.

 5. First visit of this blog. It seems that it will be very interesting regular visit. I like it.

Leave a Reply

%d bloggers like this: