May 262011
 

પ્રિય મિત્રો,

ગઈકાલે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકા કેવી રીતે બનાવવી તે જાણ્યું. આજે આપણે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકાનું પાનું કેવી રીતે બનાવવું તે જાણીશું.

અનુક્રમણિકાનું પાનું બનાવવા માટે એક પ્લગઈન ઈન્સ્ટોલ કરવું પડશે.

નોંધ અને ચેતવણી:

  • પ્લગઈન ઈન્સ્ટોલ કરતાં પહેલા બ્લોગનો (ડેટા+સોફ્ટવેર) બેકઅપ લેવો બહુ જ જરૂરી છે.
  • પ્લગઈન ઈન્સ્ટોલ કરવા માટે સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે, જાણકારી ન હોય તો જાણકાર માણસની મદદ લેવી.
  • અજમાવ્યું અને ગમ્યું તેથી અહીં ટિપ્સ રૂપે રજુ કર્યું છે, અણધાર્યા પરિણામની જવાબદારી ઈન્સ્ટોલ કરનારની પોતાની રહેશે.

તો ચાલો, સૌ પ્રથમ આપણે અનુક્રમણિકા માટે અર્પિત શાહનું પ્લગઈન ઈન્સ્ટોલ કરી લઈએ.

પ્લગઈન ઈન્સ્ટોલ કરવા માટે વર્ડપ્રેસની કંટ્રોલ પેનલમાં ડાબી બાજુએ પ્લગઈન વિભાગમાં જાઓ. ડાબી બાજુએ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Add New પર ક્લિક કરો.

હવે, નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેનું પાનું ખુલશે જેમાં (૧) ટર્મમાં archive-sitemap લખી Search Plugins (૨) પર ક્લિક કરો. પ્લગઈનની યાદી દેખાશે જેમાંથી WP Archive-Sitemap Generator નામનું અને Arpit Shahનું લખેલું પ્લગઈન શોધીને Install Now (૩) પર ક્લિક કરો.

પ્લગઈન ઈન્સ્ટોલ થઈ જાય એટલે તેને એક્ટિવ કરી લો. એક્ટિવ કરશો એટલે વર્ડપ્રેસની કંટ્રોલ પેનલમાં  Settings વિભાગમાં ડાબી બાજુએ દર્શાવેલા ચિત્ર પ્રમાણે Archive-Sitemap ઉમેરાઈ ગયું હશે તેના પર ક્લિક કરો. અનુક્રમણિકા માટેના જરૂરી વિકલ્પોનું નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેનું પાનું ખુલશે. તેમાં જોઈતા વિકલ્પ પસંદ કરી લો.

પહેલા ચાર વિકલ્પ દ્વારા અનુક્રમણિકામાં જે લેખ દેખાશે તે કક્કાવારી પ્રમાણે જોઈએ કે તારીખ પ્રમાણે તે નક્કી કરી શકાશે. પછીના ચાર વિકલ્પ એક સમયે એક સાથે કેટલી પોસ્ટ દેખાવી જોઈએ તે નક્કી કરવા માટે ૫૦, ૧૦૦, ૧૫૦ અને ૨૦૦ના વિકલ્પ છે. તે પછીનો વિકલ્પ લેખની સાથે લેખને મળેલી કૉમેન્ટની સંખ્યા દર્શાવવી કે નહીં તે માટે છે. અને છેલ્લો વિકલ્પ આ અનુક્રમણિકા જેણે બનાવી તેનું નામ દેખાવું જોઈએ કે નહીં તે માટે છે. યોગ્ય વિકલ્પ પસંદ કર્યા પછી Update Optionsનું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આટલું કર્યું એટલે અનુક્રમણિકા માટેની પૂર્વ તૈયારી થઈ ગઈ.  ચાલો હવે અનુક્રમણિકા માટે એક નવું પાનું બનાવીએ.

ઉપરના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે (૧) પાનાને યોગ્ય શિર્ષક (દા.ત. અનુક્રમણિકા) આપો, (૨) યોગ્ય પર્માલિન્ક (દા.ત. index) લખો. પછી (૩) HTML મોડ સિલેક્ટ કરી લો. પછી ટેક્ષ્ટ એડિટરમાં <!–wp-archive-sitemap-generator–> લખીને (૫) પબ્લિશ કરી દો!

અનુક્રમણિકા બનાવવા માટેના આ પ્લગઈન વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

અનુક્રમણિકા કેવી બની તે જોવા માટે અહીં ક્લિક કરો. અનુક્રમણિકાના પાના પર લેખની પાસે કોંસમાં દર્શાવેલી સંખ્યા પોસ્ટને મળેલી કૉમેન્ટની સંખ્યા છે.

  One Response to “અનુક્રમણિકા કેવી રીતે બનાવશો? (૨)”

Leave a Reply

%d bloggers like this: