Jan 192011
 

પ્રિય મિત્રો,

ગૂગલ સર્ચ વડે શબ્દો કે વાક્યો શોધવાનું બહુ જ સરળ છે તે આપણે જાણીએ જ છીએ. ગૂગલ સર્ચને કારણે આપણું લખાણ ઈન્ટરનેટ પર ક્યાં ક્યાં પ્રસિદ્ધ થયું છે તે જાણી શકાય છે. આપણાં લેખમાંના ચાવીરૂપ વાક્યો કે શબ્દો માટે ગૂગલ અલર્ટ પણ મૂકી શકાય છે, જે તે શબ્દ કે વાક્ય ક્યાંય પણ વપરાય તો આપણને ઈમેઈલ વડે જાણ થાય. (વધુ માહિતી માટે વાંચો નેટસેવિ વિભાગનો આ લેખ!)

આજે આપણે વાત કરવાના છીએ રીવર્સ ઈમેજ સર્ચ વિશે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે ગૂગલનું ઈમેજ સર્ચ નહીં, જેમાં પતંગ લખો તો પતંગના ચિત્રો શોધી આપે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે તેને એક ચિત્ર આપો એટલે તેના જેવું બીજું ચિત્ર શોધી આપે!

રીવર્સ ઈમેજ સર્ચ સેવાનું નામ છે: ટીનઆઈ!

આ સાઈટ પર જતાં જ બે વિકલ્પ છે: ૧) તમારા કૉમ્પ્યુટરમાં રહેલા ચિત્ર જેવું ચિત્ર શોધવું અથવા ૨) ઈન્ટરનેટ પરના ચિત્રની લિન્ક આપીને તેના જેવું ચિત્ર શોધવું.

સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ જોઈએ: મારા ઈનબોક્ષમાં ઉત્તરાયણનું ગ્રિટીંગ કાર્ડ આવ્યું જેમાં લાલ-ગુલાબી-પીળો-કેસરી રંગનું આકાશ છે અને એક છોકરો પતંગ ચગાવી રહ્યો છે. છોકરો સિલુએટમાં છે. ફોટો માટેની ક્રેડિટ વેબદુનિયાને આપેલી છે:

ફોટો જોતાં લાગ્યું કે આ ચિત્ર કોઈ બે કે તેથી વધારે ચિત્ર ઉમેરીને બનાવવામાં આવ્યું છે. ટીનઆઈ પર ખાંખાખોળા કરતાં આકાશનો ફોટો મળી ગયો!

હવે છોકરાનો ફોટો શોધવો રહ્યો. તે માટે ઉપરના ફોટામાંથી છોકરાનો ફોટો ‘ક્રોપ’ કર્યો અને ફરી ટીનઆઈમાં શોધ્યો…

આ રહ્યું તેનું પરિણામ:

ટૂંકમાં જે બે ચિત્રો મેળવીને પેલું ઉત્તરાયણનું કાર્ડ બનાવવામાં આવ્યું હતું તે બે ચિત્રો આ રહ્યા: ૧) આકાશનું ચિત્ર અને ૨) પતંગ ચગાવતા છોકરાનું ચિત્ર અર્થાત, ગણિતની ભાષામાં કહીએ તો,
+ =

આમ, ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ વડે આપણાં ચિત્રો કોઈ બીજાએ વાપર્યા હોય કે નેટ પર મૂક્યા હોય તો તે જાણી શકાય છે. ફોટો પ્લેજરીઝમ (ઉઠાંતરી) લખાણની ઉઠાંતરી કરતાં વધારે વ્યાપક છે નેટ અને બ્લૉગ જગતમાં. લખાણની જેમ ફોટો પણ કૉપીરાઈટ ધરાવે છે અને ફોટોગ્રાફર તેનો ‘ઓથર’ (રચનાકાર) હોવાના નાતે તેનો માલિક છે. રોયલ્ટી ફ્રી ફોટો હોય તો પણ ક્રેડિટ દર્શાવવી જરૂરી છે. કેટલાક અણસમજુ અને અન્યનું પચાવી પાડનારા ફોટો ક્રેડિટ આપવી જોઈએ એ વાત જ સમજતા નથી અને દુનિયાના બધા ફોટોગ્રાફરો તેમના પગારદાર નોકરો છે એમ સમજીને ફોટો તફડાવતા અને વેબસાઈટ/બ્લૉગ પર પ્રસિદ્ધ કરતા જોવા મળે છે!

ટીનઆઈના ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટેના પ્લગ-ઈન ઉપલબ્ધ છે. આ પ્લગ-ઈન ઈન્સ્ટોલ કર્યા બાદ બ્રાઉઝરમાંથી જ જે તે ફોટો પર ‘રાઈટ ક્લિક’ કરી  ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ કરી શકાય છે.

તો મિત્રો, આ ટીપ આપને કેવી લાગી? ટીનઆઈની રીવર્સ ઈમેજ સર્ચ સુવિધાનો આપનો અનુભવ કેવો રહ્યો તે જણાવવા કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

  11 Responses to “રીવર્સ ઈમેજ સર્ચ વડે ચિત્રના ખાંખાખોળા”

 1. Nice and intresting piece of information

 2. Fintastic!!

 3. ઈન્ટરનેટનાં ખૂણે-ખાંચરે ચક્કર લગાવનારને આ સાઈટની હવે માહિતી મળી ??

 4. સૂપર્બ !! આ પણ જબ્બર ઉપયોગની વાત થઇ. અને ખાંખાખોળા કેમ કરવા તે પણ ઉદાહરણ વડે જબરું સમજાવ્યું. આભાર.

 5. Great tool. Thank you for sharing with us 🙂

  • આપની કૉમેન્ટસ મળી. ઈમેઈલ મોકલાવી છે પ્રત્યુત્તર આપશો.

 6. kya baat hai, vinaybhai!

 7. મઝા આવી. ખરેખર નવું જાણવા મળ્યું. ફોટાની વાત કરીએ છીએ તો એક બીજી વાત પણ પૂછી લઉં. હમણાં મને કોઇએ એક નેગેટિવ (ફોટો) મોકલાવી. એને ૩૦ સેકંડ સુધી ધારીને જુઓ તે પાછી કમ્પ્યુટર પરથી નજર હટાવીને બીજે માંડો અને આંખ મિંચકાવો એટલે આંખ સામે પોઝિટિવ દેખાય! આ કોઈ ટ્રિક છે કે આવું સામાન્ય કૅમેરાની નેગેટિવ સાથે પણ બનતું હશે? જાણવા માટે પૂછું છું, કારણ કે આમ કેમ બને છે તે સમજાયું નહીં.

 8. વિનયભાઈ,

  આજે તમે મને બે લીંક મોકલેલ જેમાંથી એક અગાઉ વાંચી હતી અને આ બીજી લીંક ની જાણકારી મળી. ખૂબજ સુંદર જાણકારી છે, આવો ખ્યાલ પણ અમોને નોહ્તો અને આમેય કોમ્પ્યુટર ના અન્ય ફંકશન નું ઓછું નોલેજ પણ છે, સરસ !

  આભાર !

 9. નવું જાણવા મળ્યું.. ગમ્યું.

Leave a Reply

%d bloggers like this: