ઈમેજ સર્ચ વડે ચિત્રના ખાંખાખોળા (૨) – FunNgyan.com
Aug 022011
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલાં આપણે ટીનઆઈના પ્લગઈન અને સાઈટ વડે રીવર્સ ઈમેજ સર્ચ વડે ચિત્રના ખાંખાખોળા કેવી રીતે કરી શકાય તે જાણ્યું. આજે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટેના ગૂગલ ઈમેજ સર્ચ એક્ષટેન્સન વિશે જાણીશું.

ગૂગલ ઈમેજ સર્ચ વિશે તો જાણતા જ હશો. ગૂગલ પર બે અલગ અલગ રીતે ચિત્રો શોધી શકાય છે.

દા.ત. પતંગનું ચિત્ર શોધવા માટે ગૂગલ ઈમેજ સર્ચમાં પતંગ OR kite લખી સર્ચ કરો.

બીજી રીત છે એવી છે કે, ધારો કે પતંગ ચગાવતા છોકરાનું ચિત્ર તમારી પાસે છે અને તમને એના જેવું બીજું ચિત્ર શોધવું છે.

પતંગ ચગાવતો છોકરો

તો તે માટે ગૂગલ ઈમેજ સર્ચ પર જઈને નીચેના ચિત્રમાં દર્શાવ્યા (૧) પ્રમાણે કેમેરા પર ક્લિક કરો.

હવે, નીચે પ્રમાણેનો ડાયલોગ બોક્ષ ખુલશે જેમાં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Upload an image (૨) પર ક્લિક કરો, Choose File (૩)નું બટન દેખાશે તેના પર ક્લિક કરી, તમે જે ચિત્ર શોધવા માગો છો તે ફાઈલને સિલક્ટ કરો.

અને નીચે પ્રમાણેનું પરિણામ દેખાશે!

જો તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર વાપરતા હો તો આ બધી કડાકૂટ્માં પડ્યા વગર જે તે ચિત્ર પર ક્લિક કરી સીધું પરિણામ જાણી શકો છો. જેવી રીતે ટીનઆયનું પ્લગઈન ક્રોમ અથવા ફાયરફોક્સમાં ઈસ્ટોલ કરીને વાપરીએ છીએ તેવી જ રીત!

ગૂગલ ક્રોમ માટેનું ગૂગલ ઈમેજ સર્ચ પ્લગઈન ઈન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરી સૂચનાઓને અનુસરો. સફળતા પૂર્વક ઈન્સ્ટોલેશન કર્યા પછી તમે જોશો તો જે તે ચિત્ર પર માઉસ લઈ જતાં તેના પર કેમેરાનું ચિત્ર ઉમેરાયેલું દેખાશે અને તેના પર ક્લિક કરતાં ગૂગલનું ઈમેજ સર્ચ તેના જેવા ચિત્રો શોધી આપશે!

દા.ત. ક્યાંક કોઈક બ્લોગ પર આ દિલધડક ચિત્ર જોયું અને તમારે એ ચિત્ર વિશે જાણવું છે, તેના જેવા બીજા ચિત્રો જોવા છે તો તે ચિત્ર પર માઉસ લઈ જાઓ, વાદળી રંગનું કેમેરાનું ચિત્ર દેખાય તેના પર ક્લિક કરો અને પરિણામ તમારી સામે હશે!

ટીપ: જે તે ચિત્ર પર રાઈટ ક્લિક કરીને પણ આ જ પરિણામ મેળવી શકાય છે.

લેખમાં આપેલી લિન્ક એક સાથે:

  8 Responses to “ઈમેજ સર્ચ વડે ચિત્રના ખાંખાખોળા (૨)”

  1. Khub saras mahiti api, Vinaybhai.

  2. સરસ માહિતી.

  3. શ્રી.વિનયભાઇ.
    સરસ માહિતી આપી. તુરંત જ પ્રેક્ટિકલ કરી જોતાં લાગ્યું કે ’ટીનઆઈ’ કરતાં પણ વધારે સારૂં પગેરું કાઢી શકે છે.
    (જે ચિત્રનું પગેરું તેમાં ન મળ્યું તે આમાં મળ્યું !) આભાર.

  4. આ સિવાય પણ મજા પડે તેવુ છે. હાલમાં એક અતિ દુર્લભ રોગની મેડીકલ ઈમેજ જે મારા કોમ્પ્યુટરમાં સેવ કરી બે વર્ષ પહેલા રાખેલ અને તે પછી તે રોગ/સીંડ્રોમનું નામ ભૂલી ગયેલ તે એક ક્વીઝ માટે મારે વાપરવી હતી. આમ સવાલ તો તૈયાર હતો પણ જવાબ ન હતો …!!! બસ ગુગલ ઈમેજ સર્ચમાં અપલોડ કરી અને થોડીવારમાં જ એ રોગનું નામ અને વિવરણ હાજર હતો….!!

  5. ખૂબ સરસ માહિતી…
    ‘ટાઇમ’ સર્ચ કરીએ તો મળે ?
    લતા

  6. શ્રી વિનયભાઈ,

    સરસ અને ઉપયોગી મહતી છે.

    ધન્યવાદ.

  7. […] શોધી શકાય છે. દા.ત. પતંગનું ચિત્ર […] […]

  8. vinay bhai
    saras mahete appe tame
    thanx

Leave a Reply

%d bloggers like this: