Jun 022010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી આજે એક મસ્ત મજાની સગવડ ઉમેરવામાં આવી છે, * લાઈક! (ગમી!)

વર્ડપ્રેસને તેના વપરાશકારોની એકની એક રચના ફરી પ્રસિદ્ધ કરવાની આદતની ખબર છે તેથી તેના ઉપાય રૂપે ‘રીબ્લોગ’ નામની સુવિધા આજથી ઉમેરવામાં આવી છે. આ વાતની જાણ મને અશોકભાઈ મોઢવાડીયાની ગુજબ્લોગમાં મોકલાવેલી ઈમેઈલ દ્વારા થઈ. તે પછી કુણાલભાઈએ પણ આજ થેર્ડને આગળ ધપાવતી પોસ્ટ કરી.

* Likeની આ સુવિધા શું છે અને કેવી રીતે ઉપયોગી છે પહેલા સમજી લઈએ…

જ્યારે તમે વર્ડપ્રેસમાં લોગઈન થયેલા હશો અને તમને ગમતા બ્લોગ પર પોસ્ટ વાંચતા હશો ત્યારે ઉપર વર્ડપ્રેસ સંચાલનની પટ્ટીમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે * Likeનું બટન મેનુમાં ઉમેરાયેલું દેખાશે. જે તમને ગમતી પોસ્ટને ‘ગમી, Like’ માર્ક કરવા માટે છે. એક વખત ‘ગમી’ માર્ક કર્યા પછી તે ‘you like this’ વંચાશે. તેવી જ રીતે આ પોસ્ટ અન્ય વાચકોને પણ ગમી હશે અને તેમણે તેને Like તરીકે માર્ક કરી હશે તો કેટલા વાચકોને આ પોસ્ટ ગમી તેનો આંકડો પણ દર્શાવશે! (નીચેના ચિત્રમાં તીરની નિશાની વડે દર્શાવ્યું છે)

તેના પર માઉસ લઈ જતાં નીચે પ્રમાણેનું સબ મેનુ ખુલશે, જેમાં ‘રીબ્લોગ ધીસ પોસ્ટ’ અને ‘વ્યુ ઑલ પોસ્ટ આઈ લાઈક‘ એમ બે બીજી લિન્ક દેખાશે. નામ પ્રમાણે  ‘રીબ્લોગ’નું બટન તમને ગમતી અન્ય બ્લોગ પરની પોસ્ટને તમારા બ્લોગ પર ફરી પ્રસિદ્ધ કરવા માટે છે. પહેલા આ કામ કૉપી-પેસ્ટ કરીને કરવું પડતું અને યાદ કરીને લિન્ક પણ કૉપી કરવી પડતી. હવે આ કામ આસાનીથી અને કાયદાપ્રમાણે આપોઆપ થશે અને આખી રચના નહીં મૂકાય, રચનાનો થોડો ભાગ મુકાશે, આખી રચના વાંચવા માટે ‘Read More’ની લિન્ક હશે. બ્લોગર પોતાની ટિપ્પણી ઉમેરી શકે તે માટે ‘Your Commnetsનું ખાનું પણ આપવામાં આવ્યું. વાહ! ગમ્યું.

‘રીબ્લોગ’ એટલે કે ગમતી રચના તમારા બ્લોગ પર ફરીથી પ્રસિદ્ધ ન કરો તો પણ તમને ગમતી રચનાઓની વ્યવસ્થિત યાદી તૈયાર થશે જે તમને ઉપયોગી થશે.  આ યાદી જોવા માટે ‘વ્યુ ઑલ પોસ્ટ આઈ લાઈક‘ પર ક્લિક કરવાનું રહેશે!

  12 Responses to “* Like : અત્યંત ઉપયોગી સગવડ”

 1. પણ આ સુવિધા માત્ર WordPress પર host થતી blogs માટે જ છે?!?!?!?

  • very true manishbhai … and the concern associated with it is also equally thoughtful …

  • હા, વર્ડપ્રેસ પર હોસ્ટેડ હોય તેવા બ્લોગ માટે છે. આગળ જતાં સેલ્ફ હોસ્ટેડ અને અન્ય વેબસાઈટ માટે પણ આ સગવડ આવે તો નવાઈ નહીં!

 2. હમમ સરસ સુવિધા પણ જે રીતે યશવંતકાકા સાથે મારી પોસ્ટ પર થયેલી આ વાતચીતનો સાર પણ જોવા વિનંતી … 🙂

 3. સરસ..ઉપયોગી માહિતી આપી. આભાર.

 4. ખુબજ સરસ અને ઉપયોગી માહિતી હમેશ તમારા તરફ્થી મળેલ છે, આભાર.

 5. આભાર, વિનયભાઇ.
  મેં તો મારી રીતે ભાંગ્યું તુટ્યું સમજાવેલું. આપે સરસ,વિગતવાર, તકનિકી માહીતિ આપી. હવે મીત્રો કોપી-પેસ્ટની ટેવ છોડી અને આ નવું અપનાવે તો પણ ઘણું ! આને આપણે ડાર્વિનના શબ્દોમાં ’ક્રમીક વિકાસ’ કહીશું ?

 6. વિનયભાઈ, ગમતાનો ગુલાલ કરવાની સારામાં સારી રીત હવે ઉપલબ્ધ થઈ છે. એનો સકારાત્મક ઉપયોગ થશે તો ઘણા બ્લોગરમિત્રોની કદર થશે. કેટલાય બ્લોગમિત્રોને પોતાની ઓળખ આપવાની તક મળશે. બસ.માત્ર આ વાત મગજમાં બેસવી જોઈએ.
  તમે આપેલી સમજૂતી ખૂબ જ ઉપયોગી છે. જય બ્લોગેશ્વર .

 7. very useful information..thanks vinaybhai…

 8. આભાર, વિનયભાઇ
  સારુ થયુ તમે wordpress ની દરેક બાબત લોકો સુધી પોહચાડો છો,

  મને ખુબ જ આનંદ થયો મારા તરફ થી ખુબ ખુબ અભિનંદન મારો બ્લોગ જોવા વીનંતી

 9. આભાર વિનયભાઈ ખૂબ સરસ માહિતી પૂરી પાડી છે.

 10. મારા એકાઉન્ટ મા વધારા ના બ્લોગ ડિલીટ થતા નથી તેનુ શુ કારણ હશે તે મને જણાવશો

Leave a Reply

%d bloggers like this: