Jan 032016
 

પ્રિય મિત્રો,

૩/૩૬૬

સોસિયલ મિડિયાની એક મજા છે – જે ટૂચકા નાનપણમાં સાંભળ્યા હતા તે જ ટૂચકા અલગ અલગ માધ્યમ દ્વારા ફરી ફરી આપણી પાસે આવે ત્યારે ગુસ્સો પણ આવે અને ગમ્મત પણ થાય.

એક સમય હતો જ્યારે ટૂચકા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંભળવા મળતા…

તે પછી અખબાર/સામયિકમાં વાંચ્યા…

તે પછી ડાયરાઓમાં અને કથાઓમાં સાંભળ્યા…

પછી ઈમેઈલમાં વાંચ્યા…

તે પછી બ્લોગ પર મૂક્યા/વાંચ્યા….

તે પછી ફેસબુક અને ટ્વીટર પર…

… અને હવે વૉટ્સએપ પર…!

એકનો એક ટૂચકો ક્યારેક ‘ટેક્ષ્ટ મેસેજ’ તરીકે આવે, ક્યારેક ‘ઈમેજ’ તરીકે, ક્યારેક ‘ઓડિયો’ તરીકે અને ક્યારેક ‘વિડિયો’ તરીકે. ક્યારેક કોઈ ટૂચકો (ટીવી પર) જાહેરતમાં જોવા મળે…

ઈન્ટરનેટને ખૂણે ખાંચરેથી શોધીને તેનું ગુજરાતી કરીને જે ટૂચકો અહીં ૬ ડિસેમ્બર ૨૦૦૭ રજુ કર્યો હતો….

how2ask

તેજ ટૂચકા પરથી બનેલી ‘મેન્ટોસ’ની જાહેરખબર હાલ ટીવી પર ધૂમ મચાવી રહી છે.

મજા પડી.

– વિનય ખત્રી

  One Response to “અહીં શેર કરેલો ટૂચકો જ્યારે જાહેરખબરમાં દેખાય ત્યારે…”

  1. वेटीकननो पोप फ्रांसनी धरती उपर पग मुके अने पत्रकार पुछे अमारी देशनी ललनाओने मळवा आव्या छो? अने पोप पुछे के आ देशमां ललनाओ छे? बीजा दीवसे समाचार आवे के धरती उपर पग मुकतां ज पोपे ललनाओनी पुछा करी…

Leave a Reply

%d bloggers like this: