Jul 232016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં ફરતા અફવા પડિકાં અને ખોટી માહિતી ઓળખવા માટે સત્ય શોધન સાઈટ બહુજ ઉપયોગી નીવડે છે અને આપણે મૂરખ બનતાં બચી જઈએ છીએ, એટલું જ નહીં આપણાં સગા/મિત્રોને પણ મૂરખ બનવવા પડતા નથી અને સાચી માહિતી પીરસી શકાય છે.

આવી સાઈટનો અત્ર અવારનવાર ઉલ્લેખ/પરિચય કરાવવામાં આવે છે. હિન્દી સમાચાર ચેનલ એબીપી ન્યૂઝ ‘વાયરલ સચ’ લઈને આવી ત્યારે અહીં પાંચેક સાઈટનો પરિચય કરાવ્યો હતો – ૧) સ્નોપ્સ ડોટ કોમ ૨) હોક્ષ સ્લાયર ડોટ કોમ ૩) હોક્ષીસ ડોટ ઓર્ગ ૪) એફ.બી.આઈ – ફેસ બુક ઈન્વેસ્ટીગેશન બ્લોગ અને ૫) એબીપી ન્યુઝ – વાયરલ સચ (જુઓ – સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ)

આજે એક વધુ સેવાની જાણકારી ઉમેરું છું. ફેસબુક પર એક પેજ બન્યું છે – હોક્ષ સ્લાયર.

hoaxslayer

મુલાકાત લેવા અને આવી જાણકારીમાં રસ હોય તો લાઈક કરવા ભલામણ.

દા.ત. વૈશ્ણોદેવી વિશેના બ્લોગ પર…

vaishnodevi2

કે ટ્રાવેલ સાઈટ પરનો આ ફોટો…
travel-site

માતા વૈષ્ણવદેવીના રસ્તાનો નહીં પણ લેન્ડવાસ્સર વાયાડકટનો છે જે સ્વિઝર્લેન્ડમાં આવેલો છે! (આ વાત ઉપર જણાવેલા ફેસબુક પેજ પરથી જાણી)

– વિનય ખત્રી

  One Response to “સોસિયલ મિડિયા અને સત્ય શોધન સાઈટ (૨)”

  1. આજે તો ફેસ બુક ઉપર એટલા બધા જાતજાતના-ભાતભાતના મેસેજો-ચિત્રો વગેરે આવે છે કે ઘડીભર તો મન ચકરાવે ચડી જાય. જુના મેસેજો કે જુના ચિત્રો-વીડિયોને નવા તરીકે મુકીને એવા બેવકુફ બનાવે કે વાત નહીં.. તમે સરસ જાણકારી આપી છે.

Leave a Reply

%d bloggers like this: