Feb 282016
 

પ્રિય મિત્રો,

૫૯/૩૬૬

સોસિયલ મિડિયામાં એક તસવીર બે-ત્રણ દિવસથી ફરે છે જે આપણાં વડાપ્રધાન મોદી સાહેબના માતૃશ્રી હીરાબાની ગણાવાય છે.

હીરાબા હોસ્પિટલમાં… સૌ – દિવ્ય ભાસ્કર

ગઈકાલે રાત્રે એબીપી ન્યુઝના ‘વાયરલ સચ’માંં આ તસવીર ખોટી હોવાનું કહેવામાં આવ્યું. સાથે આ વાત સાચી કહેવામાં આવી હતી કે હીરાબાન હોસ્પિટલમાં આવ્યા હતા, પણ રૂટિન ચેકઅપ માટે.

વાયરલ સચ‘માં આ તસવીર ખોટી (હીરાબાની નથી) કહેવાયું કોની છે તે ફોડ પાડવામાં ન આવ્યો એટલે મેં ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ તસવીર સાચી છે (હીરાબાની જ છે)

દિવ્ય ભાસ્કર પર વિડિયો સહિત અને વધુ તસવીરો સાથે લેખમાં આ વાત સ્પષ્ટ થાય છે.

ઝી ન્યુઝ પર આ સમાચાર આવી રીતે રજુ કરાયા હતાઃ

ટૂંકમાં એબીપી ન્યૂઝ ‘વાયરલ સચ’ જેને ખોટી ગણાવે છે તે તસવીર સાચી છે.

અપડેટ

રવિવારે હતો એટલે પોસ્ટ મોડી મૂકી હતી. પોસ્ટ મૂક્યાના ત્રણેક મિનિટમાં એબીપી ન્યૂઝ તરફથી આ બાબતનો ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝની ફેસબુક લિન્ક અહીં મૂકવા માટે અશ્વિનભાઈ પટેલનો આભાર.

abp news clarification on facebook

– વિનય ખત્રી

  4 Responses to “શું વડાપ્રધાન મોદીના માતાજી હીરાબેન હોસ્પિટલમાં?”

  1. હવે એ એબીપી ન્યુઝ વારા માફી માંગે છે !! https://www.facebook.com/abplive/posts/1195763223775033

    • રવિવારે હતો એટલે પોસ્ટ મોડી મૂકી હતી. પોસ્ટ મૂક્યાના ત્રણેક મિનિટમાં એબીપી ન્યૂઝ તરફથી આ બાબતનો ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝની ફેસબુક લિન્ક અહીં મૂકવા માટે અશ્વિનભાઈ પટેલનો આભાર.

      abp news clarification on facebook

  2. એન્ટી મોદી ગેન્ગને નરેન્દ્ર મોદીને લગતા બધા સમાચારોમાં વિવાદ ઉભો કરવાના સંસ્કાર છે. સાચા સમાચારમાં પણ તે ખોટાનો વિવાદ ઉભો કરી નરેન્દ્ર મોદીના કુટૂંબની સાદગીને દબાવી દેવા માટે ખોટો વિવાદ ઉભો કરે છે.
    મહત્વની વાત એ છે કે હિરાબા હ્સ્પિટલમાં ગયા. અને તે કેવીરીતે ગયા.

  3. તમે સાચા સમાચાર આપ્યા છે.

Leave a Reply

%d bloggers like this: