Jan 122011
 

પ્રિય મિત્રો,

આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી બ્લૉગ વિશ્વની અંદર શ્વસતા ધિક્કાર વિશ્વની. ધિક્કાર એટલે દ્વેષ, અભાવ કે અણગમો. ધિક્કારની લાગણી આમ તો પ્રેમની લાગણી જેવી જ છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં જ ધિક્કાર સંભવ છે, અન્યથા નહીં. એમ કહેવાય છે કે Hatred is blind, as well as love. નફરત અને પ્રેમ બેઉ આંધળા હોય છે.

આપણે પહેલા એ જોઈએ કે ધિક્કાર વિશે જાણીતા ચિંતકો શું કહે છે:

આટલી પ્રસ્તાવના પછી જોઈએ બ્લૉગ જગતમાં કેવા કેવા બ્લૉગ બન્યા છે તે. લિન્ક જાણી જોઈને હટાવી લેવામાં આવી છે કારણ કે તે બ્લૉગની જાહેરાત કરવાનો કોઈ વિચાર નથી. તેવી જ રીતે જણાવવું જરૂરી છે કે આવા બ્લૉગ પણ બને છે!

 • takrar.wordpress.com કોઇ એક બ્લૉગ પર જાણીતા કવિની રચના જોડણીમાં ફેરફાર કરીને મૂકવામાં આવી અને પછી બહુ જોરદાર ચર્ચા થઈ અને શાબ્દિક યુદ્ધ જેવું વાતાવરણ ઊભું થયું અને છેવટે એ વિવાદાસ્પદ રચના હટાવી લેવામાં આવી. ત્યારે આ બ્લૉગનો જન્મ થયો હતો! વચ્ચે આ બ્લૉગરે ફનએનગ્યાન.કોમને અડફેટમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જાન્યુ ૨૦૦૮થી સ્થગિત.
 • funlessgyan.wordpress.com ફનએનગ્યાન.કોમ પર મૂકેલા કૉપી પ્રોટેકશન પ્લગઈનને ચેલેંજ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. એક જ પોસ્ટ. જુન ૨૦૧૦થી સ્થગિત.
 • dontaskvinay.wordpress.com મારા નામ સાથે અને મારા ઈમેઈલ આઈડી પર કોઇ નકલખોર વાંદરાએ બનાવેલો બ્લૉગ. એક જ પોસ્ટ. માર્ચ ૨૦૧૦થી સ્થગિત.
 • unjhajodani.wordpress.com ઉંજા જોડણીના આતંકવાદ વિશે. સપ્ટે. ૨૦૦૮થી સ્થગિત.
 • halkohawaldar.wordpress.com એક નકલખોર વાંદરાએ આ બ્લૉગ બનાવેલો અને જાતે જ ડિલિટ પણ કર્યો.
 • chotro.wordpress.com કૉપી-પેસ્ટનું ઉપરાણું લઈને નકલખોરીના કાર્યને ઉત્તેજન અને ટેકો આપતો બ્લૉગ. કોઈ એક વ્યક્તિના ખભે બંદુક રાખી નિશાન લેવા ગયો અને તે વ્યક્તિએ પોતાનો ખભો હટાવી લીધો એટલે હાલ સ્થગિત.
 • vichitrakavyo.wordpress.com વિચિત્ર કાવ્યો. આ બ્લૉગને ‘ધિક્કાર બ્લૉગ’ તો ન કહી શકાય પણ સામાન્ય બ્લૉગ પણ ન કહેવાય. કવિને ‘અમુક’ પ્રકારની રચનાઓ રજુ કરવી છે અને પોતાની સ્વચ્છ ઈમેજ પણ જાળવી રાખવી છે. હાલ સ્થગિત.

આ ઉપરાંત બીજા પણ ઘણા બ્લૉગ બન્યા અને ડિલિટ થયા હશે, આટલા મારી જાણમાં છે.

જો ધિક્કારની લાગણી આવા બ્લૉગ બનાવીને નીકળી જતી હોય તો તે પણ મને મંજુર છે. ઉ.દા. ‘જબ વી મેટ’નું એક દૄષ્ય:

પણ આવું તો ન જ થવું જોઈએ…

ગઝબ હૈ કે દિલ મેં તો રખો કુદુરત,
કરો મુંહ પે હમ સે સફાઈ કી બાતેં
– બહાદુર શા ‘ઝફર’

(શબ્દાર્થ : કુદુરત = હેટ્રેડ, ધિક્કાર)

તમારું શું કહેવું છે?

  5 Responses to “બ્લૉગ વિશ્વની અંદર શ્વસતું ધિક્કાર વિશ્વ”

 1. વિનયભાઈ, આ બધા તો ઉગીને તરત જ આથમી જવાના… ધિક્કાર એ કાયમી લાગણી નથી, પ્રેમ છે. કોઈનો ધિક્કાર શાશ્વત રહી શક્યો નથી. ફન-એન-જ્ઞાન હજી અડીખમ છે, ઋત્મંડળ પણ અડીખમ છે.

 2. Liked the way how you did not hyperlink those sites!

 3. આ બ્લોગ વિશે તમે શું કહેશો? danavhajam.wordpress.com

  Happy Uttarayan in Advance

 4. શ્રી વિનયભાઈ,

  પાંચ આંગળી સરખી નથી હોતી, તેમ ઘરમાં રહેતા દરેક સભ્યના સ્વભાવ એકસરખા નથી હોતા. છતાં કુટુંબના વડીલો તેમને ધૂતકારતા નથી, હા, એવું ચોક્કસ બંને કે તેની હાજરીની કે વાતની નોંધ કુટુંબમાં લેવાતી ના હોય !

  મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ !

 5. વિનયભાઈ, મારુજ એક કાવ્ય થોડું બદલીને મુકુ છુ …
  ન કરશો ઉપાધી, ના કોઈ ઉભરાટ,
  સમાવી સમગ્ર સૃષ્ટિની ખારાશ ,
  ધરો સહનશીલતા, આપ કરો છો સહાય .
  ત્યાગો ઉદ્વેગ, ઉદભવશે ઉદ્યોગ !
  રાખ્યો છે આપે અંતરે ઉચ્ચ ઉદ્દેશ ,
  બ્લોગ વિશ્વ કલ્યાણ અર્થે …….
  કદી થશો નહી નિરાશ ,
  ઉમંગે ઉલ્લાસિત સદાય રહેજો ,
  સાચા રત્નો ઉપજાવતા રહેજો ,
  ઉદાર ચરિતની તેજ ઉદારતા,
  મન તણી આપના જોશું ઉદાત્તતા!

Leave a Reply

%d bloggers like this: