Aug 262008
 

પ્રિય મિત્રો,

સાચી જોડણી કરવા માટે પુંજાભાઈ ચખપલબના રવાડે ચડી ગયા હતા પણ હવે સાચી જોડણી ખરેખર અઘરી નથી.

પુંજાભાઈ અને ઊંઝાભાઈ આઘા ખસો, વિશાલભાઈ લાવ્યા છે સર્વ પ્રથમ ઓનલાઈન ગુજરાતી સ્પેલ ચેકર!

Online Gujarati Spell Check

વિશાલભાઈ માટે આભાર શબ્દ ન ચાલે તેમના માટે તો આ પાનાં પરનાં બધાં શબ્દો બોલી જઈએ તો પણ ઓછાં પડે! 

વેલ ડન વિશાલભાઈ! આપનું નામ ઋણ સ્વીકાર પાના પર બીજી વાર ઉમેરાશે!

આનંદ માતો નથી અને આગળ શું લખવું સૂજતું નથી….

– વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ

(મથાળું સૌજન્ય – વિનોદ ભટ્ટ)

  22 Responses to “સાચિ જોડણિ અઘરિ નથિ”

 1. http://www.elite.net/~runner/jennifers/thankyou.htm

  આ તમે સારુ શોધી કાઢ્યું.

 2. ખૂબ ખૂબ…..ખૂબ આભાર વિશાલભાઈનો કે જેમણે ગુજરાતી ભાષા માટે એક વધુ નક્કર પગલું ભરીને આખી વિશ્વ-ગુર્જરીને એમની ઋણી કરી દીધી. ધીમે ધીમે આપણે બધાં એનો ઉપયોગ કરતા થઈએ અને આપણી ભાષા અને લિપિનું ગૌરવ વધારીએ.

  હવે કોઈ ઊંઝાભાઈ કે પૂંઝાભાઈનો ચંચૂપાત ગુજરાતી નેટ-જગતના વિકાસને ઘોંચમાં નહીં નાખી શકે બરાબર ને અનિમેષ ભાઈ!

 3. વાહ વિશાલભાઈ વાહ. લક્ષ્મી જ નહીં પણ સરસ્વતીને પણ પૂજનારો વિરલો ગુજરાતી. આવી ઉપયોગી માહિતી શેર કરવા બદલ ધન્યવાદ વિનય ખત્રી સાહેબ.

 4. જબરદસ્ત જોરદાર ચકાચક આભાર…..

 5. for people who use ubuntu linux (like me) its slight difficult to use gujarati everywhere, specially in blogging…..

  help please !!!

 6. વિશાલભાઈ આપણા બ્લોગજગતમાં ફક્ત ‘ઉચું નામ’ નહીં,પણ આદરણીય નામ તરીકે જ બોલાશે. એમની સેવાઓને જેમ બને તેમ વહેલી તકે ને વધુમાં વધુ સમજવામાં આવે અને અપનાવવામાં આવે તે જરુરી છે.

 7. વિનયભાઈ અહિ આ વાંચ્યા પછી તરત જ પહેલાં તો આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વિશાલભાઈ નો આભાર માન્યો (http://www.vishalon.net/ContactMe/tabid/189/Default.aspx) અને હવે એની જાણ કરવા માટે તમારો આભાર માનું છું.

  જોડણીનો ઝઘડો અને પ્રમુખનો બેજોડ જોડીદાર અક્ષર Glad to see અક્ષર Spell Checker – Gujarati!

 8. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…..

 9. ઉંઝા જોડણી = ગુજરાતી ભાષા પર મરણતોલ પ્રહાર.

  અક્ષર સ્પેલચેક = ઉંઝા જોડણી પર મરણતોલ પ્રહાર.

 10. ખૂબ સરસ.. અભિનંદન..

 11. આ જરૂરી હતુ..સરસ.

 12. મજાનું …

 13. […] ગુજરાતી સ્પેલચેકર! મનીષભાઇ અને વિનયભાઇએ આ વિશે વિગતે પોસ્ટ કરી […]

 14. વિશાલ મોણપરાને ખૂબ ખૂબ અભિનંદન…

  ગુજરાતી બ્લૉગજગતની ચાંપતી પોલિસગીરી (સ્પેલ ચેકર ક્યાં ગયું?!)કરવા બદલ વિનયભાઈનો પણ આભાર…

 15. @ વિવેક ટેલર

  “પોલિસગીરી”??? ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા ફક્ત…

  કયું સ્પેલ ચેકર? વિશાલભાઈનું અક્ષર સ્પેલચેકર આ રહ્યું http://service.vishalon.net/pramukhtypepad.htm

 16. ઉંઝા જોડણીના અઠંગ ખેલાડી અને વાણીવિલાસના બાદશાહને શું કહેવું હવે? લોકો પર શિખામણોના પોટલાં છોડવા અને પોતે જ ઘડેલા નિયમો પાળવા નહીં. જુઓ આ કોમેન્ટસઃ

  http://jjkishor.wordpress.com/2008/07/10/padysvarupkruti/#comment-457

  હવે તો ભગવાન જ સર્જકોના હકો અને માન્યતાઓનું રક્ષણ કરવા આવે તો થાય.

 17. વિશાલભાઈ તમે તો ગુજરાતીને માની જેમ સાચા દિકરાના આદરભાવથી જોઈ છે. એના એના ઘડપણના વખતમાં (લોકો જ્યારે ભાષાને ભૂલતાં જાય છે અને કપૂતો ઊંઝા જોડણી આંજી આંજી આંધળી કરતાં જાય છે ત્યારે એને) ટેકો દઈને હાલતી ચાલતી કરી છે.

  ભોમકાના આવા સપૂતને બિરદાવવા બદલ વિનયભાઈને ઝાઝા કરીને ધન્યવાદ.

  પાનબીડું-

  ભાષા સાથે આપણો સંબંધ કેવો છે એનું ચોટદાર વર્ણન તો જોવોઃ

  ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,
  માતૃભાષા એટલે બોલાય છે.
  (સુનીલ શાહ )

 18. @ આકાશકુસુમવત્

  નવા નવા નામે દરેક બ્લોગ પર કોમેન્ટ કરતા રહેવાથી એક દિવસ આપના નામોની યાદી વિષ્ણુ સહસ્ત્રનામની યાદીને આંટી જશે!

  મારે આપની સાથે વાત કરવી છે કેવી રીતે શક્ય છે?

  મારું આઈડી છે ask2vinay લગભગ બધા જાણીતા ઈન્સ્ટન્ટ મેસેન્જર પર હું ઓનલાઈન હોઉં છું. અથવા અહીં જમણી તરફ આપેલી સગવડનો ઉપયોગ કરી શકો. અને હા, જેનો આપને સખત ડર છે તે આપની ઓળખ છતી નહીં થાય તેની ખાત્રી સાથે…

  હજી એક વધુ વિકલ્પ આપું: કોરલાઈવ. જે ઈમેઈલનો વિકલ્પ છે. અહીં એકબીજાને ઈમેઈલ વડે નહીં પણ કોમેન્ટમાં મુકીએ એ રીતે સંદેશાની આપલે થઈ શકે છે, ખાનગીમાં! આ એકદમ સલામત વિકલ્પ છે, કોઇ જાતનો સ્પામમાં વધારો થતો નથી. આપ બે ખાતા ખોલાવી, એકમાંથી બીજામાં સંદેશ મોકલી, ચકાસણી કરી પછી મને સંદેશ મોકલજો. આ રીતે આપની ઓળખ છુપાયેલી રહેશે અને આપણે વાતો કરી શકીશું. મારું આઈડી છે: http://corlive.com/ask2vinay અને હા, કોરલાઈવ મારી પોતાની કંપની નથી, તે ફક્ત આપની જાણ ખાતર. આટલા બધા વિકલ્પો આપ્યા પછી પણ આપને એકતર્ફી પ્રત્યાયન કરવું હોય તો મને રસ નથી, આવજો!

 19. અનિમેષભાઈ (વિનયભાઈ)

  મારું આઈડી આ છે: http://corlive.com/whyunjha

  આશા રાખું કે તમે આ વાતચીત અને ઓળખ તમારા સુધી જ રાખશો. અમુક ઉંઝાજોડણી પ્રચારકોના ડાબા-જમણા સમર્થકોની ગાળાગાળી અને ધમકી ભર્યા પત્રોથી હું હેરાન થઈ ગયો છું.

  એક અગ્નાત ગુજરાતી ભાષા પ્રેમી

 20. માહિતી માટે આભાર વિનયભાઈ,

  http://ildc.in/Gujarati/Software/html/Window2003.html

  ઉપરોક્ત લીંક કદાચ તમે જોઈ હશે, નૅટ પર લખતા ગુજરાતી માટે કદાચ સરકાર દ્વારા લખવા માટે મદદની પહેલી વખતની પહેલ છે. સ્પષ્ટ વાત છે કે તેમાં કેટલાયે ગુજરાતીઓનો ફાળો છે,

  નૅટ પર ગુજરાતીઓને ગુજરાતીમાં લખતા કરવામાં વિશાલભાઈનો તો સિંહ ફાળો છે.

  મારા જેવા કેટલાય વિશાલભાઈના ટાઈપપૅડને કારણે યુનીકોડમાં લખતા થઈ ગયાં. હવે તેના પર જ Spell Checker પણ મળ્યું.

  અત્યાર સુધી ઊંઝા જોડણી ના પ્રચારકો (સાર્થના અત્યંત જાણકાર લોકો) નૅટ પર લખતા ગુજરાતીઓની જોડણી ભૂલો શોધી કાઢી સમજાવતાં હતા કે સાચી જોડણી બહુ અઘરી છે એટલે ઊંઝા જોડણીમાં લખો તો સારું રહેશે.

  હવે સવાલ એ આવીને ઊભો રહે છે કે શું બ્લૉગ- બ્લૉગ પર ફરતા અને શિકાર શોધતા એ ઊંઝા જોડણીના પ્રચારકો ગુજરાતીઓને સાચી જોડણી પણ હવે અઘરી નથી તેમ સમજાવવાનું શરૂ કરી શકશે ખરા ?

  સવાલ નંબર બે – હવે આ પ્રચારકો શું સમજાવીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશે કે ઊંઝા જોડણીમાં લખો ?

 21. વિશાલનું અક્ષર સ્પેલ ચેકર ન્યુ જર્સીના “ચાલો ગુજરાત” ખાતે લોકોમાં જાણીતુ થયું
  અભિનંદન!

%d bloggers like this: