Apr 262010
 

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લૉગવિશ્વ સફળ રજુઆત પછી ગુજરાતી કાવ્યવિશ્વ એટલે કે ગુજરાતી કાવ્યોના બ્લોગનો એગ્રીગેટર રજુ કરતાં આનંદ વ્યક્ત કરું છું. આપને વિનંતી છે કે જો આપનો બ્લોગ કાવ્ય વિષયક હોય અને આપના બ્લોગ પર અડધાથી વધારે પોસ્ટ કાવ્યની અથવા કાવ્યને લગતી હોય તો આપનો બ્લોગ ગુજરાતી કાવ્યવિશ્વમાં ઉમેરવા વિનંતી. સ્વરચિત તેમજ સંકલિત બંને પ્રકારના કાવ્યોના બ્લોગ ઉમેરી શકાય.

આ ઉપરાંત આવતા અઠવાડિયે મારી પસંદગીના  ‘બેસ્ટ ૧૦૦ ગુજરાતી બ્લોગ‘ની યાદી અને એગ્રીગેટર રજુ કરવાનો પ્રયાસ પણ આદર્યો છે.

આશા છે મારા આ પ્રયત્નો ગુજરાતી બ્લોગ જગત માટે ઉપયોગી થશે અને વાચકોને ૧૦૦૦ બ્લૉગમાંથી વાંચવાની શરૂઆત ક્યાંથી કરવાની તેનું માર્ગદર્શન મળી રહેશે.

-વિનય ખત્રી

  4 Responses to “ગુજરાતી બ્લૉગવિશ્વ પછી કાવ્યવિશ્વ”

  1. વિનયભાઈ, આ સરસ પ્રયાસ છે ગમ્યો..

  2. વિનયભાઈ આ કાર્ય એટલે ઉત્તમ છે કે કદાચ અનાથી કવિઓજ નહી કવિતા પણ નજીક
    આવશે.એક સ્થળે અનેક કાવ્ય વાંચવા મળશે.તમે કવિઅતાનો ઉત્સવ રચી આપ્યો!!વાહ…

  3. ગુજરાતી ભાષા માટે હંમેશ કંઈક નવું કરતાં રહેવાની તમારી મથામણને સલામ વિનયભાઈ,,,!
    મારો, સ્વરચિત ગઝલોનો બ્લોગ ઉમેરવા વિનંતી.
    http://sunilshah.wordpress.com

  4. nice and thanks !

Leave a Reply

%d bloggers like this: