Dec 102007
 

આજકાલ તો ‘ઈડીયટ બોક્ષ’ ગણાતું ટી.વી. પણ હવે હાય ડેફીનેશન થવા ચાલ્યું છે. કોમ્પ્યુટર સાથે લોકો પહેલાં ૬૪૦ x ૪૮૦ ટપકાવાળા વીજીએ મોનિટર વાપરતા હતા તે હવે એલ.સી.ડી. સસ્તા થવાથી SVGA, XGA, XGA+, SXGA, SXGA+, UXGA પાર કરીને ૨૦૪૮ x ૧૫૩૬ ટપકાવાળા અલ્ટ્રા એક્સટેંડેડ ગ્રાફિક્સ મોનિટર વાપરતા થઈ ગયા છે ત્યારે આજે આપણે વાત કરીશું વિશ્વની સૌથી નાનકડી વેબસાઈટ વિશે.

આંગળીના વેઢાથી પણ નાની, લગભગ માઉસના કર્સર જેવડી, ૧૮ x ૧૮ ટપકાની બનેલી, અત્યંત રસપ્રદ એવી આ ટચુકડી વેબસાઈટમાં પ્રવેશતાં જ Flash અને HTMLના ઓપ્સન છે! PacMan, Asteroids, Breakout, TicTacToe, Footy, Life, Pinball, Simon, F1, Maze, Space, Drum, Piano, Fruit, Arena, Shop અને Pong જેવી એક્સાઈટીંગ ગેમ્સ છે. બ્લોગ, જી હાં બ્લોગ, શૉ કેશ, ન્યુઝ, આર્ટ, હાઈકુ, ફેમ, વેબ-કેમ, લિન્ક્સ, સર્ચ અને શૉપીંગ જેવા વિભાગો ય છે. આર્ટ વિભાગમાં મોનાલિસાનું સુંદર ચિત્ર પણ છે તે જોવાનું ભૂલતા નહીં!

આટલા પરિચય પછી ટચુકડી વેબસાઈટ પર ક્લિક કરો તે પહેલાં બિલોરી કાચ હાથવગો રાખજો…

જત ઉમેરવાનું કે… મૂળ જામનગરના હાલ દુબઈથી નિલેશ વ્યાસ જણાવે છે કે આથી પણ નાની બીજી બે વેબસાઈટ છે ડૉટ ૧૬ અને કૂલ ઓર નોટ. બંને વેબસાઈટ અનુક્ર્મે ૧૬*૧૬ (૨૫૬) અને ૧૫*૧૭ (૨૫૫) ટપકાંની બનેલી છે! આભાર.

  17 Responses to “વિશ્વમાં સૌથી નાનકડી વેબસાઈટ”

 1. જબરું લઈ આવ્યા ભઈ !!

  કાઠીયાવાડમાં ઝીણી આંખે ભરતકામ કરતાં જોયાં છે એ યાદ આવ્યું. આટલી ઝીણવટ પણ એક નવીનતા બની રહી છે. ધન્યવાદ !!

 2. વાહ… ખૂબ સરસ… નવું જ જોયું…

 3. લાવ્યો બાપુ લાવ્યો ! ટચુકડી તડાફડી . ચોખાના દાણા પર ગીતા જેવું …..

 4. આ કંઈ ભારે ઊંચકી લાવ્યા, મિત્ર!

  આ વેબસાઈટ વિશે શરૂમાં જાણ જ ન્હોતી… પણ હવે લાગે છે કે વાત તો ખાસ્સી જામી જ ચૂકી છે અને મજા આવે એવું ઘણું મળતું રહેશે……

  અભિનંદન અને શુભેચ્છાઓ…

 5. અરે વાહ!!! ખરેખર બહુ અમેઝીંગ સાઈટ છે.
  હવે ખ્યાલ આવી ગયો. તડાફડી પર માત્ર જોક્સ નહી પરંતુ જાણવા જેવી માહિતીની પણ જબરી તડાફડી મચે છે. બહુ આનંદ થયો ભઈલા…

 6. વાહ અનિમેષભાઈ

  મજા પડી ગઈ હો ભાઈ.. પણ આ વિશ્વની સૌથી ટચુકડી વેબસાઈટ ના કહી શકાય, કેમ કે અહિયાં તો ફક્ત નેવીગેશન મેનુ જ 18×18 ટપકાનું છે આ મેનુ પર ક્લીક કરવાથી તો 1024×600 ટપકાની બનેલ નોર્મલ વેબસાઈટ જ ખુલે છે.

  ચાલો આંપણે પણ એક 15×15 ટપકાની વેબસાઈટ બનાવવાનો પ્રયાસ કરીએ !!!

 7. Nice concept! Thanks for sharing with us.

 8. મજા પડી ગઈ!

 9. વાહ… સરસ.. અભિનન્દન

 10. નિલેશભાઈ,

  મારી જાણ પ્રમાણે તો આ જ વિશ્વની સૌથી ટચુકડી વેબસાઈટ છે. ફક્ત નેવીગેશન મેનુ જ નહીં પણ આખે આખી વેબસાઈટ ૧૮x૧૮ ટપકાની બનેલી છે. ૧૦૨૪ x ૭૬૮નું બ્રાઉઝરનું પેજ ખુલશે જેમાં વેબસાઈટ ફક્ત ૧૮*૧૮ની જ દેખાશે.

 11. HTML મેનુમાં જશો તો ત્યાં પેહેલી જ લીન્ક EBLOG ની આપેલ છે જેના પર ક્લીક કરવાથી ફરી બ્લોગપેજ દેખાશે જે ૧૮*૧૮ ટપકામાં છે જ્યાં તમને FUTURE ની લીન્ક દેખાશે.. આ લીન્ક પર ક્લીક કરશો તો તમામ પેજ ૧૦૨૭*૭૬૮ ટપકાની વેબસાઈટ ના સ્વરૂપે દેખાશે

 12. નિલેશભાઈ,

  આપ સાચા છો, આપે જે લખી છે તે લિન્ક પર ક્લિક કરવાથી ફુલ પેજ સાઈટ ખુલે છે પણ તે અલગ જ સાઈટ છે http://www.alanoutten.com અને તેની લિન્ક આ ટચુકડી સાઈટ પર આપેલી છે!!!

 13. વાહ અનિમેષભાઈ !! બહુ જ ઝડપથી જવાબ આપ્યો.

  પણ એ વેબસાઈટ અલગ નથી, તે લીન્ક આજ વેબસાઈટના બ્લોગની છે
  બીજી પણ એક વાત…haiku માં જશો તો ગોળ ગોળ ફેરવી ને છેલ્લે એક એવુ પેજ બતાવશે જ્યા હાઈકુ ને બદલે ફક્ત કોઈ અજાણી ભાષામાં કોઈ વાંચી ન શકે તેવુ લખાણ જોવા મળે છે.

 14. Animeshbhai

  Please check the link given below, they also claim for World’s smallest website

  http://dot16.pixeltemple.com/anim.php

 15. અને રહી વાત દુનીયાની સૌથી નાની વેબસાઈટની તો મારી જાણ પ્રમાણે આપે આપેલ વેબસાઈટનો નંબર તેમા ત્રીજો છે, બાકીની તેનાથી પણ નાની વેબસાઈટ ઉપલબ્ધ છે જેની વિગત આ પ્રમાણે છે.

  http://www.guimp.com – 18 x 18 pixels
  http://dot16.pixeltemple.com – 16 x 16 pixels
  http://www.coolornot.com/ – 15 x 17 pixels

 16. વાહ નિલેશભાઈ!

  આપનો આભાર, હવે લાગે છે કે તડાફડી ખરેખર જામી છે!!!

  આપે સુચવેલી વેબસાઈટ નિહાળીને આ પોસ્ટ અપડેટ કરીશ.

  હવે આપણે ૧૨*૧૨ કે ૧૦*૧૦નું વિચારવું પડશે!

 17. ડૉટ ૧૬ અને કૂલ ઓર નોટ. આ બંને વેબસાઈટ ગુઈમ્પ કરતાં ચોક્ક્સ નાની છે પણ રચનાત્મકતા અને મૌલિક વિચારના માર્ક્સ મળીને ગુઈમ્પ સૌથી મોખરે છે. આપનું શું કહેવું છે?

Leave a Reply

%d bloggers like this: