Sep 032008
 

Google Chromeપ્રિય મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. દરેક શુભકાર્યની શરુઆત ગણેશજીથી થાય છે. અહીં પુણેમાં મેળાઓનો માહોલ છે ત્યારે આપણે વાત કરવાના છીએ ગુગલ ક્રોમ વિશે.

ગુગલ ભક્તો માટે આનંદના સમાચાર છે કે ગુગલનું ઓપનસોર્સ બ્રાઉઝર ક્રોમનું આજે વિમોચન થયું. કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી ક્રોમ વિશે વાંચ્યું અને તરત જ ડાઉનલોડ કરવા માટે ખાંખાખોળા કર્યા ત્યારે ખબર પડી કે હજી આવ્યું નથી પણ આવવાનું છે! ગુગલ અલર્ટ પર ડાઉનલોડ માટેની લિન્ક મુકી અને અત્યારે ડાઉનલોડ કરીને જોઇ લીધું કે આપણા ગુજરાતી બ્લોગ્સ બરાબર ચાલે છે કે નહીં. 

Google Chrome Browser

દેખાવે સ્લિક, સ્લિમ અને સારું છે, બાકી નિવડ્યે વખાણ. જય ગુગલ ભગવાન!

ગુગલના અન્ય ટૂલ – ગુગલ ટ્રેન્ડ્સ, ગુગલ રીડર અને ગુગલ અલર્ટ વિશે વાંચવા માટે તેના પર ક્લિક કરો.

  9 Responses to “ગણેશ ચતુર્થી અને ગુગલ ક્રોમ”

 1. ફ્લૅશ સહીત બધા જ પ્લગીન ચાલે છે.. સફારીની જેમ જ મીડિઆ પ્લેયરનાં પ્લગીન નથી લાગતા.. લગભગ બધા પ્રકારની સાઈટ ખોલી જોઈ. ગમવા જેવો ફિચર એડ્રેસબારમાં જ સર્ચનો છે. બાકી દેખાવે સ્લીમ ને સરસ લાગ્યું..

 2. ડાઉનલોડ કરવા મૂકી દીધું છે …

  જોઇએ કેવુંક છે તે …

 3. હાય હાય, મેક માટે હજી નથી બન્યું…

 4. મસ્ત che બોસ. try it once.

 5. મસ્ત છે … !!

  પણ વર્ડપ્રેસનું ડેશબોર્ડ બરાબર દેખાતું નથી ..

  બાકી તો ઘણુંખરું સાઈટ બરાબર આવે છે ..

  ઈમેજીસ બીજાની સરખામણીમાં ઝડપથી લોડ થઈ રહી છે .. અને બીજી ઘણી સરસ વસ્તુઓ છે ..

 6. વિનયભાઇ,
  મેં પણ ગુગલ ક્રોમ વાપરવાનું ચાલુ કર્યું છે. મને લાગે છે હજુ ઘણું પોલીશ કરવાની જરૂર છે ક્રોમને ઇન્ટરનેટ એક્સપ્લોરર કે મોઝીલાની સમકક્ષ લઇ જવા માટે. સૌથી મોટી સમસ્યા એ છે કે પ્લગ ઇન સપોર્ટ હજી નથી આપવામાં આવ્યો. ગુગલ ટુલબાર પણ નથી વાપરી શકાતું ક્રોમમાંથી.
  જ્યારે પણ હું ક્રોમમાંથી ગુજરાત સમાચારની સાઇટ ખોલું છું ત્યારે અમુક જંક કેરેક્ટર દેખાય છે. તમે અમુક સમય પહેલા દિવ્ય ભાસ્કરની સાઇટ સાથે પણ આ પ્રોબ્લેમ માટે તમારા બ્લોગ પર પોસ્ટ મૂકી હતી. તો આ સમસ્યાનો કોઇ ઉપાય છે ખરો? હું જ્યારે મોઝીલામાંથી ગુજરાત સમાચાર સાઇટ ખોલું છું ત્યારે પણ આ સમસ્યા છે.
  ક્રોમ વિશેની વધુ માહિતી આપતા રહેજો.

 7. કુણાલભાઈ!

  મને તો વર્ડપ્રેસનું ડેશબોર્ડ બરાબર દેખાય છે (જુઓ સ્ક્રિન શોટ) આપને ક્યાં તકલીફ પડી વિસ્તારથી જણાવશો.

  કૃણાલભાઈ!

  ક્રોમ આવ્યા પછી ગુગલ ટૂલબારની જરૂર રહેતી નથી એવું મારું માનવું છે, જો કે પ્લગ-ઈનની સગવડ પાછળથી ઉમેરવામાં આવશે એવું લાગે છે.

  ગુજરાત સમાચારની વેબસાઈટ યુનિકોડમાં નથી એટલે ફોન્ટ ઈન્સ્ટોલ કર્યા વગર ઓપેરા, ફાયરફોક્ષ, સફારી, ક્રોમમાં નહીં ચાલે તે માટે વિશાલ મોણપરાની યુટિલિટી વાપરીને ફોન્ટ ડાઉનલોડ કર્યા વગર જોઈ શકાશે. બીજું ગુજરાત સમાચારની નવી યુનિકોડ વાળી સાઈટ આવી રહી છે જેનું બીટા વર્ઝન અહીં જોઈ શકાશે.

  દિવ્ય ભાસ્કરની સાઈટ યુનિકોડમાં જ છે તેથી આ સમસ્યા તેમાં નથી, તેમાં જે જંક કેરેકટર્સની સમસ્યા છે તે તેની આળસુ વેબટીમના કારણે છે.

 8. પહેલી વાત કે છેલ્લી બે કમેન્ટ બે અલગ કૃણાલ દ્રારા લખવામાં આવી છે. એક છે કુનાલ (http://pkunal.wordpress.com) અને બીજા છે કૃણાલ (http://krunalc.wordpress.com). કદાચ કમેન્ટ લખનારના નામ પર ભૂલથી ક્લિક થઇ ગઇ હોત તો આ વાત ક્લિયર થઇ જાત.

  ક્રોમ આમ તો સારુ લાગે છે. પણ આજ કાલ પ્લગઇન્સ વાપરવાની એટલી આદત પડી ગઇ છે કે એના વગર કામ ચાલી શકે એમ નથી. ગુગલ ટૂલબાર એટલા માટે જરૂરી છે કે માર દરેક બુકમાર્કો હું ગુગલ બુકમાર્ક પર જ સંગ્રહું છું. એટલે ગુગલ બુકમાર્ક વગર તકલીફ પડે છે.

  ગુજરાત સમાચારની સાઇટ મને ગોપિકા ફોન્ટ ડાઉનલોડ કર્યા પછી પણ ક્રોમમાં અને મોઝિલામાં બરાબર જોવામાં જંક કેરેક્ટરની સમસ્યા તો છે જ. ગુજરાત સમાચારની નવી બીટા સાઇટના વર્ઝન વિશે માહિતી નહોતે તો આ માહિતી બદલ આભાર. વળી વિશાલ મોણપરાની યુટિલિટી વાપર્યા બાદ ક્રોમ અને મોઝિલામાં ગુજરાત સમાચારની સાઇટ બરાબર જોઇ શકાય છે.

  તરત જવાબ આપવા બદલ અને માર્ગદર્શન બદલ આભાર. તમને કદાચ યાદ હોય તો તમે એક વખત મારા બ્લોગની મૂલાકાત લઇને એની એક શેરબજારને લગતી પોસ્ટ પર કમેન્ટ લખી હતી.

 9. શરતચૂક તરફ ધ્યાન દોરવા માટે આભાર, કૃણાલભાઈ!

Leave a Reply

%d bloggers like this: