Jan 102011
 

ગૂગલ બીફોર યુ ટ્વીટ!

પ્રિય મિત્રો,

હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારા નોટિસ બોર્ડ એક સુવિચાર અચૂક જોવા મળતું: વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય. લગભગ એવા જ અર્થવાળી અંગ્રેજી કહેવત પાછળથી જાણી, થીંક બીફોર યુ સ્પિક!

આજના ઈન્ટરનેટ, બ્લૉગ, ટ્વિટર અને ફેસબુકના જમાનામાં પણ આ કહેવત એટલી જ યથાર્થ છે. તેમાં જો થોડો ફેરફાર કરવામાં આવે તો એમ કહી શકાય કે ગૂગલ બીફોર યુ ટ્વીટ! આ મારો વિચાર નથી, આ મતલબનું લખાણ લખેલું તૈયાર અહીં મળે છે!

મને આ વિચાર બહુ જ ગમે છે અને દરેક વખતે તેનો અમલ પણ કરું છું. કોઈ પણ વિષય પર પોસ્ટ લખતાં પહેલા ગૂગલમાં સર્ચ કરી લઉં છું. આમ કરવાથી મને નવું નવું જાણવા પણ મળે છે અને જો કોઈએ એ જ વિષય પર પહેલા પોસ્ટ મૂકી દીધી હોય તો પોસ્ટ મૂકવાનો મારો સમય પણ બચે છે જે હું બીજી પોસ્ટ માટે ફાળવી શકું છું અને વધારે સારી પોસ્ટ કરી શકું છું.

ગૂગલમાં ખાંખાખોળા કરવા માટે તમારા બ્રાઉઝરમાં જે તે શબ્દને ‘સિલેક્ટ’ કરી ‘રાઈટ ક્લિક’ કરો, તમારું બ્રાઉઝર તમને ગૂગલમાં શોધવાનો વિકલ્પ દેખાડશે, તેના પર ક્લિક કરો અને પરિણામ હાજર!

  8 Responses to “ગૂગલ બીફોર યુ બ્લૉગ!”

 1. હું પણ મારી સાઈટ પર પોસ્ટ મૂકતાં પહેલાં આ નિયમને અનુસરું છું. અને બીજી કોઈ જગ્યાએ આ પહેલા મૂકાઈ ગઈ હોય તેવી રચનાને ફરી પોસ્ટ કરવાનું ટાળું છું.

 2. સરસ વાત ખરેખર ઉપયોગી છે. અમારા જેવા નવા નીશાળીયા ( બ્લોગરિયા)માટે તો ખરી જ.
  આભાર વિનયભાઇ.

 3. સરસ માહીતી વિનયભાઈ..

 4. નવો આઈડિયા મળ્યો!
  આભાર!
  -રાકેશ

 5. સ્નેહી વિનયભાઈ,
  આપની વાત સાચી છે પરંતુ બધાજ માણસો બધા બ્લોગ નથી જોતા. એટલે ઘણી વખત ૯૦% માણસોને સારી વસ્તુની ખબર નથી પડતી. બ્લોગનો મુખ્ય હેતુ લોકોને જાણકારી આપવાનો અને આનંદ આપવાનો હોય છે. કોઈપણ વસ્તુ બ્લોગમાં મુકનારને કોઈ આર્થિક લાભ નથી થતો. બીજું બધા જ લોકો સારા લેખકો નથી હોતા.ફક્ત એક પ્રવૃત્તિ કરવાનો જ ધ્યેય હોય છે. છતાં જો ખબર હોય તો લેખકનું નામ લખવું જોઈએ. સ્વાસ્થ્ય માટે કે સુવિચારો જેવી ઘણી વસ્તુઓ છે જે લોકોને ઉપયોગી થઇ શકે. હકીકતમાં ગુજરાતીમાં જ એટલા બધા બ્લોગો છે કે ખબર જ નથી પડતી લશ્કર ક્યાં લડે છે. કોઈ બચાવ નથી કરતો પરંતુ લોકોને કોઇપણ બ્લોગ દ્વારા જાણકારી મળે તો ખોટું શું છે? જયારે 4S ફોન સામાન્ય થઇ જશે પછી બ્લોગોના અસ્તિત્વનો પણ સવાલ ઉભો થશે. 4S અને ગુગલમાં જે માહિતીઓ મળેછે તે જોઈને તો અક્કલ કામ નથી કરતી.

 6. વિનયભાઈ
  આપનો ખુબ ખુબ આભાર
  આપે મને નવો રાહ બતાવ્યો છે આ વાત જણાવીને
  હવેથી હુ દરેક પોસ્ટ આવી રીતે જ્જ શર્ચ કરતો રહીશ
  આભાર આપનો
  જય સ્વામિનારાયણ..

 7. બરોબર છે, લગભગ કોશિશ કરું જ છું, છતાંય ક્યારેક રહી જાય છે , આભાર

Leave a Reply

%d bloggers like this: