Jan 102012
 

પ્રિય મિત્રો,

રવિવારે મુકેલી પોસ્ટમાં એક ચિત્ર મૂકીને પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે? તેનો જવાબ છે: ઘડિયાળ. મોટાભાગના પ્રતિભાવકોના જવાબ સાચા છે. ભાગ લેનાર દરેકનો આભાર અને અભિનંદન.

વિગતવાર વાત કરીએ તો આ શબ્દ ઘડિયાળ (word clock) છે જે વર્તમાન સમય શબ્દોમાં દર્શાવે છે. નીચે દર્શાવેલું ચિત્રમાંનું શબ્દ ઘડિયાળ પોણા ત્રણ વાગ્યા છે એમ દર્શાવે છે!

ઘડિયાળ

એક સમય હતો જ્યારે દરેકના ઘરમાં મોરબીના લોલકવાળા ઘડિયાળ જોવા મળતા, પછી ધીમે ધીમે લોલકવાળા ઘડિયાળની જગ્યાએ ક્વાર્ટ્ઝ ઘડિયાળ આવી ગયા.

શોખીન વ્યક્તિઓ જૂના/નવાં, એન્ટિક કે આધુનિક ઘડિયાળ લાવીને દિવાલે ટાંગતી થઈ અને પોતે (પોતાની ચોઈસ) કંઈક હટકે છે એવું ઘરમાં પ્રવેશનારને દિવાલે ટાંગેલી ઘડિયાળ જોઈને પ્રતિત કરાવવા લાગી.

ક્રિએટિવ વ્યક્તિઓ સમયની સાથે પોતાની ક્રિએટિવિટી દર્શાવવા માટે કેનવાસ પર કુદરતી દૃષ્ય દોરીને તેને ઘડિયાળ વાળી ફ્રેમમાં મઢાવીને દિવાલની શોભા વધારવા લાગી.

ડૉ

આવા જ પ્રયાસમાં, ઓસ્ટ્રેલિયાના ડાઉગ જેકસન નામની વ્યક્તિએ ઘરની શોભા વધારનારું અને જોનારને વિચારતા કરી દે તેવું, સરળ અને ઓછા ખર્ચમાં જાતે બનાવી શકાય તેવું ઘડિયાળ બનાવ્યું. ડાઉગ કહે છે કે આ શબ્દ ઘડિયાળ બનાવવા પાછળ બે કારણો છે, ૧) મારી પત્ની મેઘન, જે અંગ્રેજી શિક્ષક છે, તેને આશ્ચર્યજનક ભેટ આપવાનો વિચાર અને ૨) લોકોને સરળ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જાતે બનાવતાં શીખવવાનો.

શબ્દ ઘડિયાળ વિશે સચિત્ર અને વિગતવાર માહિતી (કેવી રીતે બનાવશો? કયા કયા પાર્ટ્સ લાગશે?) માટે આ સાઈટની મુલાકાત લો: http://www.dougswordclock.com

જુલાઈ ૨૦૦૮માં પણ આવો જ એક પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી કાઢો આ શું છે?

  12 Responses to “ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે? – જવાબ”

 1. સરસ માહિતી … આભાર

 2. મને તો હજી ખબર નથી પડતી વિનયભાઇ પણ સરસ માહિતી છે આભાર
  પરેશગિરિ ગોસ્વામી

  • આ પોસ્ટમાં શું ખબર ન પડી અને શું સરસ લાગ્યું?

   બીજું તમને મોકલાવેલી ઈમેલ્સ તમને મળી? વાંચી? પ્રત્યુત્તર આપવાનું કષ્ટ લેશો? કે પછી મારે અહીં બ્લૉગ પર જ વાર્તાલાપ કરવો પડશે?

 3. Jordaaarrrr, Mazzzzaaa aavi gai, really

 4. post other comment that.

  • આપનો આ અંગ્રેજી પ્રતિભાવ મારી સમજની ઉપરથી ગયો. ઈમેલ દ્વારા જાણ્યું કે તમે કોણે કોણે પ્રશ્નનો શું શું જવાબ આપ્યો છે તે જાણવા માગો છો. તો લો, જાણો!

   ૧૭ પ્રતિભાવકોએ પોતાના જવાબ રજુ કર્યા છે, જેમાંથી મોટાભાગના સાચા છે. આ જુઓ = http://funngyan.com/2012/01/08/what-is-this/

 5. તમે પોતે જ સલામને લાયક છો. આવા ખાંખાખોળા કરવાનું સૂઝે પણ તમને જ! મઝા આવી. મેં એકાદ જણ આમાં સક્રિય રસ લઈ શકે એવો છે એને લિંક ફોરવર્ડ કરી છે.

 6. વિનયભાઇ, મોરબીવાળા નવી પેઢી સાથે કદમ ના મીલાવી શક્યા. ઃ/

 7. ચિન્તન ભાઇ,
  ખુબ ધન્યવાદ

 8. my apologies, vinaybhai, in my efforts to type Gujarati fonts I inadvertantly mistyped your name.just not getting used to the Gujarati keyboard.
  many many congrats again for a one of a kind Gujarati website, very eclectic, it suits my own eclectic
  interests which range from Qauntum Physics to Linguistics to English literature etc
  Thanks again

 9. ખૂબ સુંદર ! મજા આવી !

Leave a Reply

%d bloggers like this: