Jan 242016
 

પ્રિય મિત્રો,

૨૪/૩૬૬

સોસિયલ મિડિયા પર જાત જાતની માહિતી/ચિત્રો ફરતા હોય છે. ફેરવાનાર ને પણ ખબર હોતી નથી, ‘મને આવ્યું એટલે તને મોકલાવ્યું’ એવી માનસિકતા સાથે અફવાઓ ફેરવતા હોય છે.

ગઈકાલે વૉટ્સએપ પર એક મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું કે કુવૈતમાં એક વર્ષો પુરાણી ગણેશ મૂર્તી મળી છે અને કુવૈત સરકાર ભારતને આપવાની છે… વગેરે વગેરે…

મેં નેટ પર ખાંખાખોળા કર્યા તો મને આ ટ્વીટ મળ્યું, જે આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ મોકલવમાં આવ્યું છે.

ganesh

વધુ માહિતી શોધતાં જતાં એક ફેસબુક ઈન્વેસ્ટિગેશન નામનો બ્લોગ મળ્યો અને સાચી માહિતી જાણવા મળી કે ખરેખર તો આ મૂર્તી ભારતથી કુવૈત મગાવવામાં આવી હતી!

– વિનય ખત્રી

  One Response to “કુવૈતમાં મળી વર્ષો જૂની ગણેશ મૂર્તી – સોસિયલ મિડિયા”

  1. સરસ માહિતી આપી છે………………..

Leave a Reply

%d bloggers like this: