Mar 162013
 

પ્રિય મિત્રો,

આવતી કાલે ૧૭મી માર્ચ. આજથી બરાબર છ વર્ષ પહેલાં આ બ્લોગ શરૂ થયો હતો.

આવતી કાલે આ બ્લૉગ છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે ત્યારે આ બ્લોગના કેટલાંક સિમાચિહ્નો વિશે ટૂંકમાં વાત કરીશું.

આજ સુધીમાં આ બ્લૉગ પર ૪૬૦ પોસ્ટ મૂકવામાં આવી, આ તમામ પોસ્ટને ૧૦૦૦થી વધુ ‘ટેગ્સ’ વડે સાંકળવામાં આવી હતી. આ ૪૬૦ પોસ્ટને ૪૦૩૧ પ્રતિભાવ મળ્યા. સરેરાસ કાઢીએ તો દરેક પોસ્ટને પોણા નવ (૮.૭૬) કૉમેન્ટ્સ. વિશ્વના તમામ બ્લોગ/સાઈટ્સમાં આ બ્લોગ કેટલા સ્થાન પર છે તે એલિઝા દ્વારા જાણી શકો છો:

આ બ્લૉગને શરૂઆતથી લઈને આજ સુધી ૪,૬૦,૦૦૦ (ચાર લાખ સાઠ હજાર) જેટલી ક્લિક્સ મળી, જેમાં સૌથી વધુ ક્લિક્સ (એક દિવસમાં) ૧૯૫૦ મળી હતી, એ દિવસ હતો બુધવાર ૨૫ જુન ૨૦૦૮!

અહીં સૌથી વધુ વંચાતી બે પોસ્ટ છે: ૧) ટૂલબાર (૭૫૨૨ ક્લિક્સ) અને ૨) જીવન જીવવાની જડીબુટ્ટી (૪૨૫૧ક્લિક્સ).

સૌથી વધુ વાચકો આ બે સાઈટ પરથી આવ્યા: ૧) યાહુ મેઈલ વડે આવ્યા (૧૮૫૭ વાચકો) અને ૨) ફેસબુક! (૧૭૦૧ વાચકો).

સૌથી વધુ વાચકો આ સાઈટ પર ગયા: ૧) ટૂલબાર (૧૫૮૦), રીડગુજરાતી (૧૪૮૦) અને કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ (૧૧૮૮).

અહીં સૌથી વધુ જે શબ્દો શોધાયા હોય તે છે: ૧) જીવન જીવવાની જડીબુટ્ટી અને ૨) funngyan.

આ બ્લૉગ પર સૌથી વધુ પ્રતિભાવ મેળવનાર પોસ્ટ છે, ૧) સાચી જોડણી અઘરી નથી (૮૦), ૨) જીવન જીવવાની જડીબુટ્ટી (૫૫) અને ૩) ઊઠાંતરી પર નભતા બ્લૉગને ઓળખો (૫૩)

આ બ્લોગ પર સીમાચિહ્ન રૂપ પોસ્ટ છે ૧) અગિયાર હજાર ક્લિક્સ ૨) પહેલું વર્ષ પૂર્ણ ૩) બીજું વર્ષ પૂર્ણ ૩) ત્રીજું વર્ષ પૂર્ણ ૪) ચોથું વર્ષ પૂર્ણ ૫) પાંચમું વર્ષ પૂર્ણ ૬) પહેલી એપ્રિલનું ગતકડું ૬) ૩૦૦મી પોસ્ટ અને ૪૦૦મી પોસ્ટ

આપ સૌનો સાથ સહકાર વગર આ શક્ય થવું અશક્ય હતું, આભાર મિત્રો!

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ‘નું મતદાન કર્યુ? ન કર્યું હોય તો અત્યારે જ કરી લો. મતદાન આજે રાત્રે ૧૨ વાગ્યે બંધ થશે અને તરત જ મત ગણતરી શરૂ થશે. તારણો આવતી કાલે સવારે ૭ વાગ્યે જાહેર થશે.

  14 Responses to “સાતમાં વર્ષમાં પ્રવેશ કરવાની પૂર્વ સંધ્યાએ…”

  1. સાતમું પગલું મુબારક. સાતડે સાત મનેય ફળ્યો છે ! તમને ને તમારાં વાચકોને આજના આ દિવસે ધન્યવાદ અને અનેકાનેક શુભેચ્છાઓ !

  2. અભિનંદન વિનયભાઈ.

  3. અભિનંદન.
    ગાગરમાં સાગર સમાવી દીધો, આપના બ્લોગનાં છ વર્ષોનાં સંક્ષિપ્તમાં લેખાંજોખાં આપીને!

    આપના જ નક્શે કદમ ઉપર ચાલ્યો આવીશ, બેએક મહિનામાં!!!
    ધન્યવાદ

    દુઆગીર,

    વલીભાઈ

  4. આસમાનમાં સાતમું પગલું ભરવાને ટાંકણે અભિનંદન. તમારા બ્લૉગે નવી ભાત પાડી છે. પ્રગતિ કરતા એઅહો એવી શુભેચ્છાઓ.

  5. અભિનંદન. પરિણામોની રાહ હોઈએ છીએ.

  6. સાતમુ વર્ષ આપના બ્લોગને આથીયે વધારે સિધ્ધિઓથી ભરીદે.

  7. Heatiest congrats …..

  8. વિનયભાઈ,

    આપના બ્લોગનો સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ યશસ્વી નીવડે તેજ શુભકામના સાથે શુભેચ્છાઓ ! સાતમા વર્ષના મંગલ પ્રવેશ બદલ અભિનંદન !

  9. વિનયભાઇ,
    સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે, ફન અને જ્ઞાનની અવનવી અને રોમાંચક સફર અવિરત અને સતત ગુજરાતી બ્લોગ જગતમાં અગ્રેસર રહો એવી શુભકામનાઓ……

  10. || અભિનંદન ||
    સાતમાં વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ.

  11. શ્રી.વિનયભાઇ, સાતમાં વર્ષમાં પ્રવેશ નિમિતે આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન..

  12. ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભીનંદન…..

  13. સાત પગલા આકાશમાં. ખુબ ખુબ અભિનંદન..

  14. ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

%d bloggers like this: