May 302011
 

પ્રિય મિત્રો,

બ્લોગ પર વાચકો પાસેથી માહિતી મેળવીને એકઠી કરવી હોય તો શું કરશો?

બ્લોગ પર ઉખાણું પૂછી જવાબો મેળવવા હોય અને સાચો જવાબ નિશ્ચિત સમયે પ્રસિદ્ધ કરવો હોય તો શું કરશો?

ઉખાણું પૂછવા માટે કૉમેન્ટ બોક્ષનો ઉપયોગ કરીએ તો જેમની કૉમેન્ટ ઓટો મોડરેટ થતી હોય તેમના જવાબ મૂકાઈ જાય અને ઉખાણું ઉખાણું ન રહે. બધી જ કૉમેન્ટ મોડરેટ કરીએ તો કોમેન્ટ કરવાની મજા ચાલી જાય. કોઈ એક ચોક્ક્સ પોસ્ટની કૉમેન્ટ મોડરેટ થઈ શકે એવી સુવિધા મારા ધ્યાનમાં આવી નથી, તો કરવું શું?

જવાબ છે વર્ડપ્રેસ કોન્ટેક્ટ ફોર્મ!

કોન્ટેક્ટ ફોર્મ આમતો વાચકોની સંપર્ક સંબંધી માહિતી એકઠી કરવા માટે છે જેનો આપણે અલગ અલગ અરીતે ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ રૂપે આપણે વાચકોને સામાન્ય જ્ઞાનના બે પ્રશ્નો પૂછી જવાબ મેળવીએ. સાચો જવાબ આવતા સોમવારે રજુ કરીશું.

પહેલો પ્રશ્ન: મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના નામમાં ‘બચ્ચન’ એ તેમની અટક નથી. તો ‘બચ્ચન’ શબ્દ શું છે? કેવી રીતે અમિતાભના નામ પાછળ જોડાયું?

બીજો પ્રશ્ન: માઈલસ્ટોન પર દર્શાવાતું અંતર જે તે શહેરના કયા સ્થળનું અંતર હોય છે. દા.ત. માઈલ સ્ટોન પર લખ્યું હોય કે મુંબઈ ૧૩૫ કિમી. તો આ ૧૩૫ કિલોમિટરનું અંતર માઈલ સ્ટોનથી લઈને મુંબઈના કયા સ્થળ સુધીનું હોય છે? (મુંબઈનું ઉદાહરણ છે આ નિયમ નાના-મોટા શહેર/ગામડા દરેકને લાગુ પડે છે.)

બંને પ્રશ્નોના જવાબ આ પોસ્ટ પર આપવાના છે, સાચો જવાબ અને સાચા જવાબ આપનાર વાચકોના નામ આવતા સોમવારે અહીં રજુ કરીશું.

હવે આ પ્રશ્નો મૂકવા માટે અને જવાબો મેળવવા માટે આપણે વર્ડપ્રેસ બ્લોગ પર એક પોસ્ટ બનાવીએ.

જેમાં તીરથી દર્શાવ્યા પ્રમાણેનું બટન દબાવીને ફોર્મ બનાવવાની વર્ડપ્રેસ સુવિધાનો ઉપયોગ કરીએ. આ બટન દબાવતાં નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેનો ફોર્મ બિલ્ડર ખુલશે.

જેમાં જોઈતા ખાના (ફિલ્ડ) ઉમેરવા માટે જુઓ ૧, જે તે ફિલ્ડનું નામ બદલવા માટે જુઓ ૨, ફિલ્ડના પ્રકાર બદલવા માટે જુઓ ૩, ફિલ્ડ ખાલી રાખી શકાય કે નહીં તે માટે જુઓ ૪ આટલું નક્કી કર્યું એટલે ‘Save this field’નું બટન દબાવીને ‘સેવ’ કરી લો.

એવી રીતે એક પછી એક ફિલ્ડ તૈયાર કરી ફોર્મ બનાવો અને છેલ્લે ‘Add this form to my post’નું બટન દબાવો (૬)

બસ ફોર્મ તૈયાર. પોસ્ટ પબ્લિશ કરો અને વાચકો જવાબો મોકલે તેની રાહ જુઓ.

  4 Responses to “વાચકો પાસેથી માહિતી કેવી રીતે એકઠી કરશો?”

  1. Very nice piece of information…. thanks for sharing Vinaybhai….

  2. વિનયભાઈ..
    સારી અને અજમાવવા જેવી માહિતી છે.

  3. બહુ કામની માહિતી આપી.
    આભાર વિનયભાઇ.

Leave a Reply

%d bloggers like this: