Apr 132016
 

પ્રિય મિત્રો,

૧૦૧/૧૦૨/૧૦૩/૧૦૪/૩૬૬

આપણાં સગા/મિત્રો પ્રવાસ કરતા હોય ત્યારે થોડી થોડી વારે ફોન કરી (કે વૉટ્સએપ સ્ટેટસ ચેક કરી) જાણી લેતા હોઇએ છીએ કે ક્યાં પહોંચ્યા?. બસ/કાર/રેલ્વે પ્રવાસ દરમ્યાન સારા મોબાઈલ નેટવર્કને કારણે અપડેટ મળતા રહે છે. પણ જ્યારે પ્રવાસ વિમાન વડે થતો હોય ત્યારે ફ્લાઈટ ટેકઑફ કરે ત્યાંથી લઈ લેન્ડ કરે ત્યાં સુધી ફલાઈટમાં મોબાઈલ વાપરવાની મનાઈ હોવાથી અપડેટ મળતા નથી. તો કરવું શું?

ઉપાય છે – એક કરતાં વધુ ઉપાય છે. ૧) ફ્લાઈટ રડાર ૨૪ અથવા ફ્લાઈટ અવેર એવી વેબસાઈટ કે મોબાઈલ એપનો ઉપયોગ.

ફ્લાઈટ રડાર ૨૪
fr

ફ્લાઈટ અવેર
fa

આ બંને વેબસાઈટ/એપમાં ફ્લાઈટ વિશેની જરૂરી માહિતી જાણી શકાય છે. દા.ત. મુંબઈથી દહેરાદુન જતી ફ્લાઈટ જેટ એરવેઝની ફ્લાઈટનો નંબર JAI701 અને આવતી વખતે JAI702 છે તો આટલી માહિતી નાખી જોઈતી ફ્લાઈટની વિગતો જાણી શકાય. ભૂતકાળની ફ્લાઈટના ડેટા પણ મળે, દા.ત. ગઈકાલે ઉપડેલી ફલાઈટ કેટલા વાગે ક્યાં હતી તે જાણી શકાય.

હમણાં એક ફ્લાઈટ ટ્રેક કરતાં જાણવા મળ્યું કે ફ્લાઈટે વચ્ચે રસ્તામાં બે ત્રણ ચક્કર લગાવ્યા હતા. (જુઓ ની્ચેનું ચિત્ર)

flight

આવું કેમ થાય છે તે જાણવા માટે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરયા અને એવિએશન સ્ટેક એક્સચેંજ સાઈટ પરથી જાણ્યું વિમાન આવી રીતે ચક્કર સમય પસાર કરવા માટે લગાડે છે. રનવે પર બીજા વિમાનો ઉતરવા માટે કતારમાં હોય કે હવામાન ખરાબ હોય ત્યારે આવી રીતે ચક્કર લાગાડી સમય પસાર કરે છે અને પોતાનો વારો આવતાં રનવે પર ઉતરાણ કરે છે.

જેમ રસ્તે ચાલતા વાહનો બીજા વાહનોને કે પગેચાલી રસ્તો ક્રોસ કરનારા માટે સિગ્નલ પર થોભે છે એવી જ રીતે હવામાં વિમાનને થોભવું શક્ય ન હોતાં તે ચક્કર લગાડી સમય પસાર કરે છે. આમ કરવામાં ઈંધણ વપરાય છે પણ બીજું શું કરી શકાય?

dsc03444

હવામાં ચક્કર લગાડવાની ક્રિયાને ટેક્નિકલ ભાષામાં હોલ્ડીંગ કે હોલ્ડિંગ પેટર્ન કહે છે.

– વિનય ખત્રી

  3 Responses to “વિમાન પ્રવાસ અને ‘ક્યાં પહોંચ્યા?’ની જાણકારી”

  1. आ एप्लिकेशन मारा आइपेड माँ घना समयथी छे.

  2. સરસ ઉપયોગી માહિતી

  3. સુંદર માહિતી આપી છે.

Leave a Reply

%d bloggers like this: