Mar 172011
 

પ્રિય મિત્રો,

આજે આ બ્લૉગ ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે.

સમયને અભાવે બ્લૉગિંગ અનિયમિત થઈ ગયું છે. ડી.વી.ટી.ની દર્દનાક અને ભયાનક બિમારીમાંથી હવે રાહત મળી રહી છે.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી સરસ મજાની સગવડો ઉમેરવામાં આવી છે જેના વિશે ટૂંક સમયમાં આપણે વાત કરીશું.

બ્લૉગ જગતમાં પણ ઘણાં ફેરફારો થઈ ગયા છે. અન્ય બ્લૉગ પરથી રચનાઓ તફડાવીને પોતાના બ્લૉગ પર મૂકીને કૉમેન્ટ ઊઘરાવનાર બ્લોગરે હવે પોતાની મૌલિક રચના લખી છે! તેવી જ રીતે મૌલિક લેખ લખનાર એક બ્લૉગરે જાણીતા લેખકના લેખમાંથી ફકરાઓ તફડાવીને પોતાનું લખાણ છે એવી (જાણ્યે-અજાણ્યે) ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ (પ્લેજરીઝમ) કરતાં પકડાયા છે! સાચી વાત છે, હવે પ્લેજરિયાઓ સીધે સીધું લખાણ તફડાવવાને બદલે પોતાના મૌલિક લખાણની અંદર અન્યનું લખાણ સિફતથી ઉમેરી દેતા જોવા મળે છે અને પ્લેજરીયાઓને શોધી કાઢવાનું કામ વધુ અધરું બન્યું છે!

આજથી જૂનું અને જાણીતું અને ૧૦૮૦થી વધુ સભ્યો ધરાવતું ‘ગુજબ્લૉગ‘ ગ્રૂપ (અને ફોરમ) ફરી સક્રિય કરી રહ્યો છું, પણ વધુ ચૂસ્ત મોડરેશન સાથે. સાથે સાથે મોડરેશનની મોહતાજી વગરનું ‘ગુજરાતી બ્લૉગ્સ‘ ગ્રૂપ (અને ફોરમ) પણ સરસ ચાલી રહ્યું છે.

સુનામીને કારણે જાપાનનો નકશો બદલાઈ ગયો છે. બદલાયેલો નકશો જોવા માટે અહીં ક્લિક કરો. સૌજન્ય: ન્યુયોર્ક ટાઈમ્સ. ચિત્રની વચ્ચે ‘સ્લાઈડર’ છે તેને ડાબે-જમણે ખસેડીને સુનામી પહેલાની અને સુનામી પછીની તેજ સ્થળની ઉપગ્રહ વડે લેવાયેલી તસવીર જોઈ શકાશે. ધરતીકંપ પ્રતિરોધક ઘરો બનાવનારા જાપાનીઓ અણુમથકો બનાવવામાં કેમ થાપ ખાઈ ગયા?

આજે આટલું જ. કાલે ફરી મળીશું…

-વિનય ખત્રી

  19 Responses to “ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ”

 1. પાંચમા વર્ષમાં પ્રવેશની શુભેચ્છાઓ.

 2. Congratulations!

  Those nuclear reactors were built with the help of USA 🙂

 3. અભિનંદન!!many more to go!!

 4. Abhinandan ane shubhechchhao…

 5. best wishes

 6. ખૂબ ખૂબ અભિનંદન.

 7. આદરણીયશ્રી. વિનયભાઈ

  ચાર વર્ષ પૂર્ણ કર્યા તે જાણી અનહદ આનંદ થયો સાહેબ.

  પાંચમા વર્ષના પ્રવેશની હાર્દિક શુભકામનાઓ..

  ખુબ ખુબ પ્રગતિ કરો,

  ” સમયને પાંખો છે,

  સમયને પડછાયો નથી,

  સમયને સંયમ છે,

  સમયને નિયમ છે.”

 8. વિનયભાઈ,
  બ્લોગલેખન ક્ષેત્રે ચાર વર્ષો પૂરાં કરવા બદલ અભિનંદન.
  તમારી નીડરતા મારા માટે ઉદાહરણરૂપ છે. 🙂

 9. ખુબ ખુબ અભિનંદન અને આવનાર વર્ષો માટે શુભેચ્છાઓ .

 10. શ્રી વિનયભાઈ,

  પાંચમાં વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આવનાર વર્ષ માટેની શુભેચ્છાઓ. તમારા તરફથી હંમેશ માર્ગદર્શન મળી રહે તેવી આશા સાથે.

  આભાર !

 11. ખુબ ખુબ અભીનંદન….

 12. શ્રી વિનયભાઇ,
  પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે હાર્દિક શુભકામનાઓ.

 13. અભિનંદન 🙂

 14. […] છું. લોકો હજીય કોપી-પેસ્ટ કરે છે, વિનયભાઈએ લખ્યું તેમ વળી કોઈક વાર મૌલિક લેખ પણ લખી દે […]

 15. અભિનંદન.
  હંમેશની જેમ સુંદર માહિતી પીરસતા રહેજો.
  શુભકામનાઓ.
  સસ્નેહ.

 16. Congratulations and all the best, Vinaybhai!

 17. વિનય ભાઈ ,

  સૌ પ્રથમ તો તમારો આભર માનવા નો કે તમે આરી ભુલ પ્રત્યે ધ્યાન દોર્યુ. એ વાત અલગ છે કે મારો ઈન્ટેન્શન હમેશા એ રહ્યો છે કે હમેશા ઓરિજિનલ રાઈટર ને એની ક્રેડીટ મળે. એટલે જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી મે ઓરીજિનલ રાઈટર નુ નામ અથવા તો સોર્સ લખવા નો પ્રયત્ન કર્યો છે. પરંતુ મન મા સવાલ એ ઉઠે છે કે અહીયા ઘણા બ્લોગર્સ છે તે નવા છે અને તેમને ઘણી વાત ની ખબર નથી હોતી તો શુ કરવુ ? ઉપર ના લેખ મા તમે કહ્યુ છે કે ઘણા લોકો મૌલીક લેખ ની વચ્ચે બીજા લેખક ની વાત નાખી દે છે તો શુ તમને નથી લાગતુ કે આ કો ઈન્સિડન્ટ પણ હો’ઈ શકે. બીજુ ઘણી વખત એવુ પણ બને કે બે વ્યક્તિ એક જ વેવ લેન્થ પર વિચારતી હોય અને એક જ પ્રકાર ના લેખ વાંચ્યા હોય અને તેના પરથી લેખ લખાયો હોય ત્યારે શુ આપણે તેને ચોર ની ઉપ્મા આપી દેવાની ? આ પ્રશ્ન ઉભો કરવાની જરુર એટલા માટે પડી કે મારી પોતાની સાથે એવુ બન્યુ છે . આ જે લખવા નો શોખ છે તે મારો આજ કાલ નો નથી પણ ઘણા સમય થી લખુ છુ. એ વાત અલગ છે કે એને પબ્લીશ કરવાની શરુઆત હમણા હમણા કરી છે અને ઘણી વખત બીજા ના લેખ વાંચુ ત્યારે લાગે એમ લાગે છે કે આ તો મારા પોતાના શબ્દો છે ( એ વાત અલગ છે કે એ લેખ પ્રદર્શિત થયા નથી પરંતુ પ્રદર્શિત થયા હોય તો શુ મારે એને ચોર માની લેવાનો )

  બીજી વાત કે ઘણા નવા બ્લોગર્સ છે જે નાના બાળક જેવા છે જેઓ ઘણી વખત બિજાની રચના ઉપર થી પ્રેરણા લેતા હોય તો શુ એમને એમ નહી કરવા દેવા નુ ???

  • તમારું ઈન્ટેશન હમેશાં ઓરિજિનલ રાઈટરને ક્રેડિટ મળે એવું હોવા છતાં તમારા બ્લૉગ પરના મોટાભાગના લેખોમાં એ કોનું લખાણ છે અને ક્યાંથી લેવામાં આવ્યું છે તે જણાવવામાં આવ્યું નથી!

   નવા બ્લૉગર્સને ખબર હોતી નથી તો તે બાબત કોઈને પૂછીને માર્ગદર્શન લઈ શકાય. મને ગાડી ચલાવતાં આવડતી નથી તો મારે શું કરવું જોઈએ? ગાડી ચલાવતાં શીખવું જોઈએ કે ગાડી લઈને મહાબલેશ્વરનો રસ્તો પકડવો જોઈએ?

   તમને શું લાગે છે કે ૮૪ બ્લોગ પર ‘સતવી’ શબ્દમાં ભૂલ થઈ તે કોઈન્સિડન્ટ છે? બે વ્યક્તિઓના વિચાર એક સરખા હોય તે સમજી શકાય. પણ બે વ્યક્તિઓના લખાણમાં એ જ શબ્દોમાં એ જ ભૂલ હોય એને કોઈન્સિડન્ટ નહીં કૉપી-પેસ્ટ કહેવાય અને બીજાના વિચાર પોતાના વિચાર તરીકે મૂકવામાં આવ્યા હોય તેને પ્લેજરીઝમ એટલે કે સાદી ભાષામાં ચોરી/ઊઠાંતરી/તફડંચી કહેવાય.

   અન્ય રચના પરથી પ્રેરણા લઈને રચના બનાવી હોય તો જેમાંથી પ્રેરણા લીધી છે તેનો ઉલ્લેખ રચનાની પહેલા અથવા પછી કરવો બહુ જ જરૂરી છે અન્યથા એ પ્લેજરીઝમ (વિચારોની ચોરી) જ કહેવાય.

   • આ ભુલ સુધારાઈ ગઈ છે.

    કોનુ માર્ગદર્શન લેવુ એ ખબર નહોતી પણ હવે ખબર પદી કે તમારા જેવા સીનીયર્સ માર્ગ્દર્શન આપવા રાજી છે, ભવીષ્ય મા જરુર પડે તમારો કોન્ટેક્ટ કરશુ.

    આભાર તમારો વિનય ભાઈ…

Leave a Reply

%d bloggers like this: