Jun 082011
 

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયે આપણે વર્ડપ્રેસ કોન્ટેક્ટ ફોર્મ વડે વાચકો પાસેથી માહિતી કેવી રીતે મેળવવી તે જાણ્યું. કૉન્ટેક્ટ ફોર્મનો ઉપયોગ કરી સામાન્ય જ્ઞાનના બે સવાલ કર્યા અને તેના જવાબો મેળવ્યા.

આજે આપણે જોઈશું કે વાચકો જે જવાબ મૂકે તે બ્લોગરને કેવી રીતે મળે?

૧) કોઈ વાચક કૉન્ટેક્ટ ફોર્મ ભરી submit કરે એટલે બ્લોગરને ફોર્મમાં ભરેલી માહિતી ઈમેઈલ વડે મળે.

૨) ફોર્મમાં ભરેલી માહિતી વર્ડપ્રેસની કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) Feedback વિભાગમાં એકઠી થાય (જુઓ નીચેનું ચિત્ર)

મૂળ સંપર્ક સંબંધી માહિતી એકઠી કરવા માટે બનાવેલી આ સુવિધાનો વિવિધ ઉપયોગ કરી શકાય છે.

બીજું, વર્ડપ્રેસ તરફથી આજે એક નવો નકોર અને સ્વચ્છ સુંદર થીમ ટ્વેન્ટી ઈલેવન ઉમેરવામાં આવ્યો છે. મસ્ત મજાનો થીમ છે.  બ્લૉગ બુકલેટ પર મૂક્યો છે, જોઈ શકો છો.

  2 Responses to “કૉન્ટેક્ટ ફોર્મ ફીડબેક અને એક નવો થીમ”

  1. સરસ માહિતી

  2. વિનયભાઈ,

    ઉપયોગી અને સરસ માહિતી

Leave a Reply

%d bloggers like this: