May 272016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં ભૂતિયા અને ભળતા આઈડી પરથી લખાણ પર કેટલો ભરોસો કરવો આ બાબતની એક પોસ્ટ આપણે માણીઃ

સોસિયલ મિડિયામાં આપણને કેવી રીતે મૂરખ બનાવવામાં આવે છે

ટ્વીટર અને ફેસબૂક પર એવા કેટલાય આઈડી છે જે મૂળ વ્યક્તિના નહીં પણ તેના નામે બીજા લોકો ઓપરેટ કરે છે. અણસમજુ લોકો આવા સંદેશને જે તે વ્યક્તિના વિચાર સમજી લે છે અને આવી ગેરસમજનો ભોગ નાના-મોટા ઘણાં લોકો બન્યા છે.

આવી ગેરસમજથી બચવા ફેસબૂક અને ટ્વીટર વેરીફાઈડની સગવડ આપે છે.

verified

જેથી આ ચિહ્ન જોઈ આપણે જાણી શકીએ કે આ આઈડી સાચું છે કે ખોટું.

ટ્વીટર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આઈડી શોધવા જાઓ તો તમને બે આઈડી જોવા મળેઃ

ak

જેમાંથી એક સાચું છે (જૂઓ વેરીફાઈડનું ચિહ્ન) અને બીજું ભૂતિયું – જેના મજેદાર ટ્વીટ્સ હોય છે!

તેવી જ રીતે જેકી શ્રોફનું ટ્વીટર આઈડી શોધવા જશો તો કેટલાય આઈડી દેખાડશે, પણ એકે ય જેકીદાદાનું નથી!

js

તેવી જ રીતે બોબી દેઓલનું આ આઈડી પણ નકલી છે.

tbd

તો સાવધાન. કોઈ વ્યક્તિ પ્રત્યે તેના ટ્વીટ વાંચી મત બનાવતાં પહેલા જાણવું જરુરી છે કે તે આઈડી તેનું પોતાનું છે કે કોઈ કાયર પોતાના મનના વિચાર જાણીતી હસ્તીના નામે ચડાવીને જવાબદારીમાંથી છટકવા માગતી વ્યક્તિનું છે.

– વિનય ખત્રી

  One Response to “ભૂતિયા અને ભળતા આઈડી પર કેટલો ભરોસો કરાય?”

  1. Nice knowledgeable…………

Leave a Reply

%d bloggers like this: