Apr 222016
 

પ્રિય મિત્રો,

૧૧૨,૧૧૩/૩૬૬

બે દિવસ પહેલા એક ફોર્વર્ડ મેસેજ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું – ‘થિયટર માલિકોએ શાહરુખ ખાનની ‘ફેન’ ફિલ્મને ઊતારીને તેની જગ્યાએ ‘ધ જંગલ બૂક’ દેખાડી રહ્યા છે.’ આ મેસેજ હિન્દી ફિલ્મ વિવેચક અને વ્યવસાયિક આંકડાના જાણકાર એવા તરણ આદર્શના ટ્વીટર પરથી વહેતો થયો હોવાનો દાવો હતો.

taran-adarsh-tweet

મને શંકા ગઈ કારણ કે A4 કાગળ પર લખીને શૉ કેન્સલ થવાની વાત લખી હતી. આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરીને જાણી લીધું કે આ ફેક આઈડી પરથી બનાવેલો મેસેજ છે.

taran-adarsh-fake-id

કારણ કે તરણ આદર્શનું સાચું અને વેરીફાઈડ આઈડી છે – @taran_adarsh

taran-adarsh-real-id

એટલું જ નહીં આ ફોટો પણ સાચો નથી. (બહુ બધા) થિયટર માલિકો તો શું એકે ય થિયટરે ‘ફેન’ ફિલ્મ દેખાડવાનું બંધ કર્યું નથી. આ ફોટો વલસાડના રાજહંસ સિનેમાએ ડિસેંબર ૨૦૧૫માં ‘દિલવાલે’નો શો રદ્દ કર્યો હતો ત્યારનો છે. તેમાં ફોટોશોપ વડે ફેરફાર કરી ‘દિલવાલે’ની જગ્યાએ ‘ફેન’ કરવામાં આવ્યું છે.

social-media-SRK-Dilwale

ટૂંકમાં તમે સમજી ગયા હશો કે સોસિયલ મિડિયામાં તમને કેવી રીતે ંમૂરખ બનાવવામાં આવે છે.

જેવી રીતે ગલ્લે બેસતા માણસને સાચી અને ખોટી નોટનો ફરક ખબર પડતી ન હોય તેને કોઈ નકલી નોટ પધરાવી નુકસાન કરાવવાનો જ છે તેવી જ રીતે સોસિયલ મિડિયામાં જેને સાચા અને ખોટા આઈડીની ખબર ન પડતી હોત તેણે મૂરખ બનવાનું લખ્યું જ છે.

social media srk

ઉપરના બંને આઈડી વચ્ચે તમને કોઈ ફરક નજરે પડતો ન હોય તો સોસિયલ મિડિયામાં તમાને કોઈ પણ મૂરખ બનાવી શકે છે.

આવો જ એક બીજો મેસેજ શાહરુખ ખાનના આઈડીથી ફરે છે. આ જુઓ…

social-media-srk અથવા srk_fake_tweet

આમાં પણ એ જ વાત છે – શાહરુખ ખાનનું ટવીટર હેંડલ @ShahrukhKhan નહીં પણ @iamsrk છે.

srk

ટ્વીટરે ‘વેરીફાય’ની સુવિધા આપી જ છે પણ જુવે કોણ? શાહરુખ ખાને અસહિષ્ણુતા વિશે શું કહ્યું તેનો ઓરિજિનલ વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ, પણ આપણે તે જોવાનો સમય નથી. કોઈ પણ વાત સાચી છે કે ખોટી તે જાણવા ‘ગૂગલ’ હાથવગું છે, પણ આપણને તસ્દી લેવી નથી. આપણે તો બસ આવેલા મેસેજને સાચો સમજીને અને મિડિયા દ્વારા બનાવાતી સ્ટોરીને આગળ ધકેલવામાં જ રસ છે.

નોંધ – આ પોસ્ટ શાહરુખ ખાનને સપોર્ટ કરવા કે વખોડવા માટે નથી, તમે શાહરુખને ટેકો આપતા હો કે વિરોધ કરતા હો, જે કરતા હો તે દિલથી કરતા રહેજો. એટલું ધ્યાન રાખજો કે સોસિયલ મિડિયામાં ફોટો/ટ્વીટમાં છેડછાડ, નકલી આઈડી વડે તમને કોઈ મૂખર ન બનાવી જાય. આપણે આપણી સમજનો નીરક્ષીર વિવેકનો ઉપયોગ કરીએ અને મૂખર બનતાં બચીએ. આટલું કરીશું તો આપણાં દ્વારા ફોર્વર્ડ થતા મેસેજ વાંચી આપણાં સગા/મિત્રો મૂખર બને છે તે પણ અટકશે.

– વિનય ખત્રી

  2 Responses to “સોસિયલ મિડિયામાં આપણને કેવી રીતે મૂરખ બનાવવામાં આવે છે”

  1. Liabilities of social media is increasing, as this platform is not for just fun now. It makes huge good and bed impacts upon mass.

  2. સત્ય જાણવાની બહુ સુંદર જાણકારી આપી છે.
    જો ઈમેલમાં આવા ભળતાસળતા ઈમેલ આવે તો એ બધા જંકમાં જતાં રહે, અને આપણે જો થોડા પણ જાગૃત હોઈએ તો લગભગ તો ખબર પડી જાય કે આ કોઈ ફેક છે. પણ ટ્વીટર ઉપર કદાચ ખબર ન પણ પડે…એ એક માઇનસ પોઈન્ટ છે.

Leave a Reply

%d bloggers like this: