Feb 052016
 

પ્રિય મિત્રો,

૩૬/૩૬૬

ઈ-ટીવી ગુજરાતી રસોઈ શો વિશે એક પોસ્ટ ૧૯ માર્ચ ૨૦૧૫ના કરી હતી. ત્યારે જ એક ઈમેઈલ ઈ-ટીવી ગુજરાતીના આઈડી પર પણ મોકલાવી હતી. જેનો જવાબ મને ગઈકાલે મળ્યો…!

etvReply

૨૩ માર્ચના મોકલાવેલી મેઈલનો ૪ ફેબ્રુઆરીએ જવાબ મળ્યો! હસવું કે રડવું નક્કી કરી શકતો નથી. દસ મહિના પછી પણ જવાબ આવ્યો તો ખરો…! મજાની વાત એ છે કે ઈ-ટીવી ગુજરાતી ઈલેક્ટ્રોનિક્સ મિડિયામાં છે…! ખરેખર ઈલેક્ટ્રોનિક્સ મેઈલ આવ્યા પછી પત્ર વ્યવહાર ઝડપી થઈ ગયો છે!

… અને આટલા સમય પછી શું જવાબ મળ્યો? આશા રાખીએ બીજા દસ મહિના રાહ નહીં જોવી પડે…

– વિનય ખત્રી

  2 Responses to “ઈ-ટીવી ગુજરાતીએ ઈમેઈલનો જવાબ ૧૦ મહિને આપ્યો…”

  1. આ બધ્ધી વાનાગીયુઓ બનાવી ને ચાખ્યા પછી હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ મગજ કામ કરતુ થયા પછી જવાબ લખ્યો હશે.

  2. આપણે જે “ગુજરાતી” લખીએ છીએ, એ “ગુજરાતી” અને ઈ-ટીવીની “ગુજરાતી”માં ફરક હોઈ શકે. મારા-તમારા જેવાને ના પણ ખબર પડે…..એમને માત્ર જાહેરખબરો આપતાં પત્રોમાં રસ હોઈ શકે…..બીજા પત્રોના જવાબ માટે સમય ક્યાંથી કાઢે….

Leave a Reply

%d bloggers like this: