Oct 312014
 

પ્રિય મિત્રો,

બ્લૉગ સર્વેક્ષણના તારણો ધનતેરસના રજુ કરવાના હતા પણ ચાર વખત ડેડલાઈન જીવતી કરી ખસેડવી પડી અને અંતે ૨૯ ઑક્ટોબરના રજુ થઈ શક્યા. મત ગણતરી માઈક્રોસોફ્ટ એક્ષેલ નામના સોફ્ટવેર વડે જ કરવાની હતી પણ નોમિનેશન ફોર્મ ભરતી વખતે થયેલી ટાઈપ ભૂલો સુધારવામાં બહુ જ સમય ગયો. ટાઈપ ભૂલને કારણે કોઈનો મત રદ્દ થાય તે મને અયોગ્ય લાગ્યું તેથી સમય મર્યાદાને વધારીને ભૂલો સુધારવાનું રાખ્યું તેથી ધાર્યા કરતાં વધારે સમય ગયો.

બીજું, ગયા વખતે ૧૯૨ વ્યક્તિઓએ નોમિનેશન ફોર્મ ભર્યું હતું આ વખતે ૯૧૭ વ્યક્તિઓએ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરનારની સંખ્યામાં ૪૭૭% વધારો થયો. (બંને સંખ્યાઓ ડુપ્લીકેટ અને ખોટા આઈડી બાદ કર્યા પછીની છે.) તેવી જ રીતે નોમેનેશન મેળવનાર બ્લૉગની સંખ્યા ૨૦૧૩માં હતી ૨૪૩ જ્યારે ૨૦૧૪માં થઈ ૩૪૦!

ત્રીજું, નોમિનેશન ફોર્મ ભરવાં નવા લોકો ઘણાં હતા જેને કારણે ટાઈપ ભૂલો પણ વધી ગઈ, દાખલા તરીકે:

gamil -> gmail
gmil -> gmail
gimal -> gmail
gmai -> gmail
gnual -> gmail
gimil -> gmail
gemail -> gmail
gmaill -> gmail
gmagl -> gmail
.. -> . (ડબલ ડૉટ)
, -> . (ડૉટને બદલે કોમા)
bligspot -> blogspot
bolgspot -> blogspot
blogspit -> blogspot
bloggspot -> blogspot
blogsport -> blogspot
xom -> com
yanoo -> yahoo
roalji –> raolji
kakvana -> makvana
Sફર = ડફર નહીં પણ સફર, પહેલો અક્ષર ડગલાનો ડ નહીં પણ અંગ્રેજીનો એસ છે!
syber -> cyber
saybar -> cyber
gitu -> jitu
શબ્દોના પાવલડે -> શબ્દોના પાલવડે

ચોથું, એક સરખા નામ વાળા (દા.ત. સ્પંદન, અભિવ્યક્તિ) એક કરતાં વધારે બ્લોગ હોય અને નોમિનેશન ફોર્મમાં યુઆરએલને બદલે ગુજરાતીમાં બ્લોગનું નામ લખ્યું હોય ત્યારે મારે કયો બ્લોગ ગણતરીમાં લેવાનો? અન્યાય ન થાય તે માટે મેં નોમિનેટરના બ્લોગ પર જઈ બ્લોગ રોલમાં જે બ્લોગ હોય તેને ગણતરીમાં લીધા છે.

બ્લોગરના નામમાં પણ એક જગ્યાએ હું કન્ફ્યુઝ થયો – તન્મય શાહ કે તન્વય શાહ?

વર્ડ્પ્રેસ બ્લોગ પરથી CSV ફ્રોમેટમાં મેળવેલી ફાઈલને પરિણામ સુધી પહોંચતાં ૧૩ રીવિઝન થયા. દરેક સ્ટેજ પર ફાલઈને અલગ નામે સેવ કરી જેથી જરૂર પડે એક સ્ટેજ પાછળ જવું પડે તો જઈ શકાય.

bgbs14rsults

આવી તો કેટલીય ભૂલો સુધારવામાં સમય ગયો, બાકી મત ગણતરી એક જ મિનિટમાં થઈ ગઈ!

આવતી દિવાળીએ સર્વેક્ષણ કરીશું ત્યારે આ ભૂલો ન થાય તે માટે બ્લોગની યાદી બનાવી દરેક બ્લોગને નંબર આપવાનો અને નોમિનેશન ફોર્મમાં બ્લોગનો નંબર લખવાનો વિચાર કર્યો છે.

– વિનય ખત્રી

  8 Responses to “તારણો રજુ કરવામાં વધારે સમય કેમ લાગ્યો?”

 1. આટલું ઝીણવટભર્યું–ખંતીલું કામ પાછું એકલે હાથે કર્યું !! તમને ફક્ત ધન્યવાદ આપવાથી કામ નહીં થાય. હું મારા અને અમારા બ્લૉગ–સાઇટ વતી તમારો અંતરથી આભાર માનું છું. (મારું મકાન લાંબા સમયથી રીનોવેશનમાં હોઈ હું એમાં રમમાણ રહ્યો ને તમારા આ સાહસની એક પણ કામગીરી–પ્રક્રિયામાં ભાગ લઈ શક્યો નહીં – નોમીનેશનનો તો ખ્યાલ જ નહીં !!)

  આ અને આવી સર્વેક્ષણ પ્રકારની કામગીરી તમારા દ્વારા થતી જ રહે તેવી આશા સાથે ફરી ખુબ આભાર.

 2. ખૂબજ ધીરજ અને મેહનત માંગીલે તેવું કામ ખૂબજ ઉત્તસાહભેર કરવા બદલ ધન્યવાદને પાત્ર છો, એ હકીકત છે ખાલી ધન્યવાદ નાં શબ્દો પૂરતા નથી, સર્વે બ્લોગર મિત્રોએ આ કામગીરીની પ્રસંશા કરી આભાર વ્યક્ત કરવો જોઈએ. ભવિષ્યમાં પણ આવી કામગીરી તમારા દ્વારા થતી રહે તે અપેક્ષા અને આશા સાથે…ધન્યવાદ.

  દાદીમા ની પોટલી પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સથે આભાર.

 3. ખૂબ મહેનત માગી લેતું, ઝીણું કાત્યું છે તમે વિનયભાઈ. ટેકનીકલ,ભાષાની રીતે અને બીજી કેટલીય માથાકૂટોનો સામનો કર્યો છે. એ પણ મોટા તહેવારના દિવસોમાં…..ખૂબ ખૂબ ખૂબ ખૂબ અભિનંદન..

 4. પ્રિય શ્રી વિનયભાઈ,
  આપને તથા આપના અથાક પરિશ્રમને સલામ સાથે જ, આપને અને સર્વ વિજેતા મિત્રોને હાર્દિક અભિનંદન.

 5. શ્રી વિનયભાઈ

  આવું મુશ્કેલ કામ ખંતથી પાર પાડવાં માટે ધન્યવાદ

 6. Waah Vinaybhai, aapni mahenat ane dhiraj ne so-so Salaam.

 7. બ્લોગ સર્વેક્ષણના તારણોમાંથી ઘણું જાણવાનું મળ્યું અને હજી અભ્યાસ ચાલુ છે. કારવાઈ બદલ ધન્યવાદ….

 8. ખુબ ખુબ ધન્યવાદ વિનયભાઇ!

Leave a Reply to MARKAND DAVE Cancel reply

%d bloggers like this: