Jan 142016
 

પ્રિય મિત્રો,

૧૪/૩૬૬

અનુસંધાન ગઈ કાલની પોસ્ટ – ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર – અખા ભગત

નાના વેપારી / ફેરીયા કે અભણ કે ઓછું ભણેલાની જોડણી ભૂલો પોસ્ટ કરી લાઈક/કોમેન્ટ/શેર મેળવતા મિત્રો આ જુઓ…

અમદાવાદની ટ્રિનિટી ઈંગ્લિશ હાયર સેકંડરી સ્કૂલ* – અબાઉટ સ્કૂલમાં શું લખ્યું છે?

enlighment

આ એનલાઈટમેન્ટ (Enlightment) શબ્દ મને ન આવડ્યો અને તેનો અર્થ જોવા મેં ગુજરાતી લેક્ષિકનની મદદ લીધી, શું પરિણામ મળ્યું?

glexocon

પછી થયું કે ગુજરાતી લેક્ષિકન વાળાઓને આ શબ્દનો સાક્ષાત્કાર નહીં થયો હોય, તો ઓક્ષદર્ડ ડિક્ષનરીની મદદ લીધી.

oxford

બંને એ ના પાડી દીધી. આવો શબ્દ છે જ નહીં. તો શું ઈંગ્લિશ સ્કૂલો પણ પેલા હજામની જેમ પોતાનો શબ્દ પોતે બનાવ્યો હશે? કોઈને આ બાબતનું એન્લાઈટનમેમ્ટ (Enlightenment) થાય તો મને જણાવવા માટે કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે.

* આ એક શાળા તો ફક્ત ઉદાહરણ છે. તમારાં લાડકાં સંતાનો કઈ ઈંગ્લિશ સ્કૂલમાં ભણે છે?

– વિનય ખત્રી

  7 Responses to “તમારાં લાડકાં સંતાનો કઈ ઈંગ્લિશ સ્કૂલમાં ભણે છે?”

 1. Meanings of Enlightenment in Hindi आलोक
  तालीम
  प्रबोधन
  शिक्षा
  जानकारी (f)
  ज्ञानोदय (m)
  ज्ञानोद्दीप्ति
  प्रबोध
  प्रबोधन (m)

 2. તમે બહું હોશિયારી કરો છો બીજાની ભૂલ કાઢવામા પણ શું તમે પહેલા તમારી ભૂલ જોઇ? આ જ પોસ્ટમાં તમે એક વાક્ય લખ્યુ છે (પછી થયું કે ગુજરાતી લેક્ષિકન વાળાઓને આ શબ્દનો સાક્ષાત્કાર નહીં થયો હોય, તો ઓક્ષદર્ડ ડિક્ષનરીની મદદ લીધી.). આ વાક્યમાં ઓક્ષફર્ડ ને બદ્લે ‘ઓક્ષદર્ડ’ લખ્યું છે.

  માનનીય ખત્રીભાઇ, કોઇની ભૂલો કાઢતા પહેલા તમારી ભૂલો જુઓ. તમારા બ્લોગમાં અન્ય ભૂલો કાઢવા માટે સમય નથી નહીતર 50 ભૂલો કાઢીને દેખાડું.

  નોંધ: જો તમે એક સાચા માણસ હોય તો આ કમેન્ટને તમારા વિઝીટરો સામે અચૂક રજૂ કરશો. અને ન કરો તો પણ મે આ પોસ્ટનો સ્ક્રીનશૉટ લીધેલ જ છે અને સોશિયલ મિડીયા પર તેનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરીશ તેમાં કોઇ બે મત નથી.

  • તમે જે કહેવા માગો છો એ જ હું કહેવા માગું છું. કદાચ તમે મારી આખી પોસ્ટ અને તે પહેલાની પોસ્ટ બરાબર વાંચી નથી. ફરી વાંચજો અને કહેજો.

   મારી ભૂલો કાઢવાના ઉત્સાહમાં તમે પહેલા જ વાક્યમાં કેટલી ભૂલો કરી? ચાલો જોઈએ…

   તમે બહું (બહુ) હોશિયારી કરો છો બીજાની ભૂલ કાઢવામા (કાઢવામાં) પણ શું તમે પહેલા તમારી ભૂલ જોઇ? આ જ પોસ્ટમાં તમે એક વાક્ય લખ્યુ (લખ્યું) છે.

   એટલે જે તમે મારા માટે લખ્યું છે તે તમને પણ એટલું જ લાગુ પડે છે.

   હવે આગળ બોલો….

  • ફક્ત આક્ષેપ જ લગાડવા હોય તો ચર્ચાનો કોઈ અર્થ નથી તેથી અહીંથી વાહિયાત આક્ષેપોવાળી કોમેન્ટ હટાવી છે.

   છેલ્લે તમે કહી દીધું કે ટ્રિનિટી સ્કૂલની જોડાણી ભૂલ છે જ નહીં. તો આગળ શું કહેવું?

 3. તમે જોડણી ભૂલો કરીને મારી જોડણી ભૂલો વિશે કંઈ કહેવાને બદલે તમને શું નડ્યું અને મેં કોને ઉતારી પાડ્યા તે સીધે સીધું કહો તો ખબર પડે.

  alexaને ગુજરાતીમાં ‘એલેક્સા’ ને બદલે ‘એલિઝા’ કેમ લખ્યું છે તે જાણવા વાંચો આ લેખ.

 4. I also created blog like yours at http://funngyan.blogspot.in

  I will publish my own thought here. Thanks

Leave a Reply

%d bloggers like this: