May 042011
 

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લૉગ જગતમાં થતા પ્લેજરીઝમ વિશે આ પોસ્ટના લખનારે અવાર નવાર બ્લોગ પોસ્ટ કે ગ્રૂપ પોસ્ટ વડે ધ્યાન દોર્યું છે.

આજે વાત કરવાની અંગ્રેજી બ્લોગ જગતમાં ચાલતા પ્લેજરીઝમ વિશે. ઈન્ડિબ્લૉગર સાઈટ પર આજે એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં એક જાણીતા અંગ્રેજી બ્લૉગરે કરેલી તફડંચીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બ્લોગર જે લખાણ/વિચારોને પોતાના ગણાવીને બ્લોગ પર મૂક્યા છે તે તેના પોતાના વિચાર નથી. અન્યના વિચાર પોતાના નામે મૂકીને આ બ્લોગરે હરિફાઈમાં ભાગ પણ લીધો છે લોકોના મત મેળવ્યા છે અને ઈનામ પણ મેળવ્યા છે!

ઉઠાંતરી કરનારને ઈનામો મળે એ વાત આપણે ત્યાં બહુ સામાન્ય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો એવા કેટલાય ઉદાહરણો મળી રહેશે. અહીં એક ઉદાહરણની વાત કરીશું. સૂરજ બડજાત્યાની એક ફિલ્મ આવી હતી, મૈને પ્યાર કિયા. જેના શિર્ષક ગીત માટે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ રામ લક્ષમણને મળ્યો હતો અને બેસ્ટ ગીત (શબ્દો)નો એવોર્ડ દેવ કોહલીને. (અન્ય એવોર્ડ પણ મળ્યા હતા જેની વાત અત્રે અસ્થાને છે.) આ ગીતના શબ્દો અને તેનું સંગીત સ્ટિવ વંડરનું ગીત આઇ જસ્ટ કોલ્ડ ટુ સે આઇ લવ યુની બેઠ્ઠી ઉઠાંતરી હતી! (સૌ: અસલી-નકલી)

ગુજરાતી બ્લોગ જગતમાં થતી ઉઠાંતરી વિશે આ બ્લોગ પર અવાર-નવાર લખ્યું છે તેથી પુનરાવર્તન કરતો નથી. ઈન્ડિબ્લોગરના લેખ વિશે વાત કરીએ તો પોસ્ટમાં મૂળ લેખ અને તેની ઉઠાંતરી વાળો લેખ એમ લિન્ક આપીને નવ લેખની પોલ ખોલવામાં આવી છે. લેખને અંતે બ્લોગરને એક પોસ્ટ લખી તેના વાચકોની માફી માગવા કહ્યું છે. ઉઠાંતરી દ્વારા બનાવેલી દરેક પોસ્ટ પર કૉમેન્ટ લખીને મૂળ લેખકનું નામ/લિન્ક આપવા કહ્યું છે જેથી અન્ય કૉમેન્ટ લખનારાઓને જાણ થાય કે લેખક બ્લોગર પોતે નથી પણ કોઈ બીજો છે! ફેસબુક ફ્રેન્ડ અને ટ્વિટર ફોલોઅર્સને જાણ કરવાનું તેમજ બ્લોગ માટે મેળવેલા ઈનામો પાછા કરવા કહ્યું છે.

સંપૂર્ણ લેખ અને તેના પરની ટિપ્પણીઓ વાંચવા માટે અહીં ક્લિક કરો. આપનું મંતવ્ય અહીં અથવા ત્યાં ચોક્ક્સ જણાવો.

  5 Responses to “બ્લૉગ જગત, પ્લેજરીઝમ અને ઈન્ડિબ્લૉગર”

 1. હા હા હા!!!

  સરસ પોસ્ટ…

  આમ જોવા જઈએ તો ફેસબુક અને orkut જેવા social networks પર પણ ઘણા લોકો ગુજરાતી કવિતાઓ અને શાયરીઓ પોતાના નામે છાપી દે છે… અને બ્લોગ માં તો તમે કોઈ સર્ચ એન્જીન થી પણ જાણી શકો કે અહિયાં પ્લેજરીઝમ થયું છે, જયારે આવા social networks પર તો આવા લોકો ને પકડવા પણ ઘણા મુશ્કેલ છે…

  હું બ્લોગ જગત સાથે બહુ સંકળાયેલો તો નથી પણ ફોટોગ્રાફી માં નવો નિશાળીયો છું, અને એમાં પણ ઓનલાઈન ઘણા પ્લેજરીઝમ જોયા છે અને ૧-૨ જણા ને પકડ્યા પણ છે!!

 2. ગુજરાતી બ્લોગ જગતમાં પ્લેજરીઝમના ઘણાં કિસ્સાઓ જોવા મળ્યા છે. પણ બીજી ભાષાઓમાં પણ આવું થાય છે અને પ્લેજરીઝમ કરીનેય ઈનામો મેળવાય છે તે આ પોસ્ટ વાંચીને જાણવા મળ્યું. હા Orkut અને Facebook પર મોટા પાયે ઉઠાંતરી કરવામાં આવે છે. એને કઈ રીતે રોકી શકાય ?

 3. હવે તો લોકો બ્લોગ પરથી ઉઠાંતરી કરી ને ફેસબુક પર સ્ટેટસ મુકતા થઇ ગયાનું ધ્યાનમાં આવેલ છે…. હમણા જ ફેસબુક પર એક હીરો એ કાર્તિકભાઇની આખે આખી બ્લોગ પોસ્ટસ સ્ટેટસ તરીકે મુકેલ (આમ પણ કાર્તિકભાઇ નાની નાની બ્લોગ પોસ્ટ મુકતા હોય છે એટલે આસાનીથી એને ફેસબુક પર સ્ટેટસ તરીકે મુકી શકાય છે) …એને પુછ્યું આમ કેમ તો સ્ટાન્ડર્ડ જવાબ મળ્યો કે “બધાને ખબર છે કે હું જે કંઇ ફેસબુક પર મુકુ છું એ કોપી પેસ્ટ કરેલું જ હોય છે… મારું મૌલીક ક્શુ જ નથી હોતું” ….

 4. પ્રિય શ્રીવિનયભાઈ,

  ખૂબ જ સુંદર લેખ. આ તો કૂતરાની પૂંછડી જેવું છે. સીધી થવી મૂશ્કેલ લાગે છે.

  માર્કંડ દવે.

 5. […] અને વિનયભાઈ ખત્રીના બ્લોગ funngyan.com પર પ્લેજરીઝમ (plagiarism) વાંચવા લિન્ક પણ […]

Leave a Reply

%d bloggers like this: