May 212010
 

પ્રિય મિત્રો,

પ્રત્યાયન (કોમ્યુનિકેશન) માટે ઈમેઈલ (એટલે કે ઈલેક્ટ્રોનિક્સ મેઈલ) સૌથી ઉત્તમ સાધન છે. ૪૦ વર્ષ પહેલા શોધાયેલી આ સગવડથી આજે કોઈ અજાણ નથી છતાં ઈમેઈલ વાપરવાના બે અગત્યના અને મને ગમતા કારણો રજુ કરવાની લાલચ રોકી શકતો નથી. ૧) મફત છે. ૨) પત્રવ્યવહાર સંગ્રહાયેલો રહે છે (મારી પાસે ૧૦ વર્ષ જૂના ઈમેઈલ છે!) ઑફિસમાં કે બ્લોગ જગતમાં કોઈ મારો મોબાઈલ નંબર માગે ત્યારે હું મોબાઈલને બદલે ઈમેઈલ વાપરવાનું કહું છું તે આ જ કારણોસર. ફોન પર લખાવેલી સૂચના/કામ વ્યસ્તતાને કારણે ભૂલી જઈ શકાય છે જ્યારે ઈમેઈલમાં આ સમસ્યા રહેતી નથી. ફૂરસદે જોઈ શકાય અને રીપ્લાય કરી શકાય!

શરૂઆતમાં બહુ મર્યાદિત સ્પેસવાળા ઈમેઈલ બોક્ષ મળતા હતા. પછી વચ્ચે ઈમેઈલ સેવાની કિંમત વસુલવાનું શરૂ થયું હતું. અમેરિકા ઑનલાઈને પોતાની સેવા પેઈડ કરી દીધી. માઈક્રોસોફ્ટ હોટમેઈલને પેઈડ કરવાનો વિચાર કરતો હતો ત્યાં જ ગૂગલનું જીમેઈલ આવ્યું અને ૮જીબી જેટલી જગ્યા મફતમાં આપીને ઈમેઈલની વ્યાખ્યા બદલી નાખી.

ત્યારે ૮જીબી જેટલી જગ્યા એટલે ‘અધધધ’ લાગતી હતી જે વપરાશ પછી હવે ઓછી પડવા લાગી છે! તમારું જીમેઈલનું બોક્ષ ભરાઈ ગયું હોય અથવા ભરાવા આવ્યું હોય તો તે માટેની કેટલીક ટિપ્સ રજુ કરું છું…

૧) વધારાની જગ્યા માટે જીમેઈલને નાણાં ચૂકવો, ૨૦જીબીના વર્ષે પાંચ ડોલર! (મોંઘું લાગે છે? બીજો વિકલ્પ જુઓ…)

૨) જીમેઈલને પછાડવા માટે માઈક્રોસોફ્ટનું હોટમેઈલ મફતમાં ૨૫જીબી સ્પેસ, ઈનબોક્ષ સોર્ટીંગ, વધુ સારી જંક મેઈલ રોકવાની સુવિધા, મોટી ફાઈલ અટેચ કરવાની સુવિધા, ઓફિસ ડોક્યુમેન્ટ એડિટ કરવાની સુવિધાઓ લઈને આવ્યું છે. તે વાપરો. (જીમેઈલથી હોટમેઈલ સ્થળાંતરની માથાકૂટમાં નથી પડવું? ત્રીજો વિકલ્પ જુઓ…)

૩) તમારા જીમેઈલ બોક્ષમાં વધારે જગ્યા રોકતી ઈમેઈ શોધીને તેને ડિલિટ કરો અથવા તમારા કૉમ્પ્યુટર પર સેવ કરી લો. ભારેભરખમ ઈમેઈલ શોધવા માટે જીમેઈલમાં કોઈ વ્યવસ્થા નથી! આ કામ માટે તમને એક સોફ્ટવેર ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવું પડશે (મફત છે). આ સોફ્ટવેરની મદદથી કઈ મેઈલ કેટલી જગ્યા રોકે છે તે જાણી શકાશે અને નક્કામી મેઈલ દૂર કરી મોકળાશ કરી શકાશે. સોફ્ટવેર કેવી રીતે વાપરવું તેની સુચનાઓ આ પાના પરથી મળશે.

ઉપરાંત મેઈલબોક્ષમાં આવતી સંખ્યાબંધ ઈમેઈલ પર નિયંત્રણ કરવામાં આવે તો પણ સમય અને સ્પેસ બચી શકે. આપણે કોઈ પણ સગવડ વાપરીએ છીએ ત્યારે તેમાં ઈમેઈલ મેળવવી કે નહીં તેનો વિકલ્પ હોય છે. ઘણી વખત આ વિકલ્પ એટલા નાના ફોન્ટમાં હોય છે કે તેના તરફ આપણું ધ્યાન જતું નથી અને આપણે વણજોઈતા મેઈલના શિકાર બની જઈએ છીએ. કોઈ ચોક્કસ સાઈટ તરફથી આવતી સંખ્યાબંધ વણજોઈતી ઈમેઈલથી કેવી રીતે પીછો છોડાવવો તેની ટિપ્સ:

૧) ફેસબુક:  ફેસબુક તરફથી જાતજાતના જાણ કરતા ઈમેઈલ આવતા હોય અને તેને રોકવા હોય તો તે માટે ફેસબુકમાં લોગઈન થઈને નોટીફીકેશનના પાન પર જઈ બધા ચેકબોક્ષને ‘અનચેક’ કરી દેશો તો ફેસબુક તરફથી એક પણ ઈમેઈલ નહી આવે!

૨) ટ્વિટર: તેવી જ રીતે ટ્વિટરમાં લોગઈન થઈને નોટીફીકેશનના પાના પર જઈ ત્રણેય ચેકબોક્ષને ‘અનચેક’ કરી દેશો તો ટ્વિટર તરફથી એક પણ ઈમેઈલ નહી આવે!

૩) નિંગ: જો તમે કોઈ પણ નિંગ ગ્રૂપમાં જોડાયા હશો તો તમને નિંગ ગ્રૂપ તરફથી સંખ્યાબંધ ઈમેઈલ આવતા હશે. તેમાંથી છુટકારો મેળવવા માટે નિંગના નોટીફીકેશનના પાનાપર જઈને યોગ્ય સેટીંગ કરી દો. આ સેટીંગ સમસ્ત નિંગ માટે છે. જેતે ગ્રુપમાં જઈને સેટીંગ/ઈમેઈલના પાના પર જઈને યોગ્ય સેટીંગ કરી શકાય.

૪) વર્ડપ્રેસ બ્લોગ: અન્ય બ્લોગ બાબત વર્ડપ્રેસ તરફથી ઈમેઈલ આવતા હોય તો તમારા વર્ડપ્રેસના ડેશબોર્ડ પર ડેશબોર્ડ વિભાગમાં સબસ્ક્રાઈબ પર ક્લિક કરી યોગ્ય સેટીંગ કરી શકાય.

૫) ગુગલ/યાહુ/લાઈવ ગ્રુપ: તમે જે ગ્રુપમા જોડાયા હો તે ગ્રૂપની સેટીંગનું પાનું ચકાશો અને યોગ્ય સેટીંગ કરો.

આવી રીતે જે તે સાઈટના ઈમેઈલ નોટીફીકેશન બાબત યોગ્ય સેટીંગ કરી વાણજોઈતી ઈમેઈલ ટાળી શકાય. આવી રીતે સમય અને સ્પેસ બંનેની બચત થાય છે.

સામાન્ય રીતે જવાબદાર વ્યક્તિઓ ઈમેઈલમાં unsubscribe કરવાની લિન્ક મૂકતા જ હોય છે (સામાન્ય રીતે મેઈલના અંતે, નાના ફોન્ટમાં!) તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. કેટલાક બીન અનુભવી અને બેજવાબદાર unsubscribe કરવાની લિન્ક નથી મૂકતા તેમને ઈમેઈલ કરીને જાણ કરી શકાય, ન માને તો તેઓની મેઈલને ‘જંક’ અથવા ‘સ્પામ’ તરીકે માર્ક કરી શકાય.

આવી રીતે વણજોઈતી ઈમેઈલથી છુટકારો મેળવી શકાય. આપને કોના તરફથી સૌથી વધારે ઈમેઈલ આવે છે તે જાણીને તે પ્રમાણે ઉપાય કરી શકાય.

આશા છે આપને મારી આ ટિપ્સ ઉપયોગી થશે….

  20 Responses to “eMail : કારણ, તારણ અને મારણ”

 1. ખુબ જ ઉપયોગી માહીતી આપવા બદલ આભાર

 2. 3) માટેનો ઉપાય છે. જીમેલમાં સર્ચ કરો: has:attachment pdf has:attachment zip વગેરે વગેરે. જુનાં ઈમેલ દૂર કરો. ફિલ્ટરનો ઉપયોગ કરો. હું ઘણાં બધાં લોકો (અને બીજાં ફાલતુ મેલ જેઓ unsubscribeની સગવડ આપતા નથી) ના ઈમેલ પરબારા Trashમાં જ જવા દઉં છું.

  Pop કે IMAPનો ઉપયોગ કરીને ઈમેલનો વધુ સારો લાભ લઈ શકાય છે. ખાસ કરીને IMAP સરસ છે.

 3. કારણ, તારણ, મારણ ઉપરાંત મોટી હૈયાધારણ

  તમે આપી.

  મારા જેવા બીનતકનીકી માણહ માટે આવી વિગતો બહુ મોટી આસાએશરૂપ હોય છે. (જોકે, ખાનગીમાં કહું, તો મોટાભાગની ટીપ્પણીઓનેય સમજવાનું ગજુ આ જુગ..ભૈ ધરાવતા નથી !)છતાં તમારો આભાર માન્યા વન્યા રહેવાશે નહીં. આવી સેવા માટે તમે સૌ જાણકારો નેટનો મેક્સીમમ સદઉપયોગ કરો છો.

 4. અતિઉપયોગી માહિતી આપવા બદલ આભાર.એ હકીકત છે કે તેનો ઉપયોગ કરતા અને સમજતા સમય લાગશે કારણ હજુ શરૂઆત હોઈ અને ટેકનીકલ સમજ પણ પુરતી ના હોઈ…છતાં તમારી માહિતી મારા માટે ઉપયોગી છે જે બદલ આભાર માનવો જરૂરી છે.

 5. વિનયભાઇ.
  કેટલીક જાણીતી તેમ છ્તાં ભૂલાઇ ગયેલી અને કેટલીક નવી ઉપયોગી માહિતિ માટે ધન્યવાદ, આપે કહ્યું તેમ ટેકનોલોજીએ અનેક સુવિધા ઉભી કરી છે જેમાં આ એક અત્યંત મહત્વની ને અતિ સરળ સુવિધા છે.

 6. આભાર! વિનયભાઇ. ઘણી ઉપયોગી માહીતિઓ મળી.

 7. અભાર વિનયભાઈ ઘણુ જાણવાનુ મળ્યું અને શિખવાનુ પણ.

 8. સરસ માહિતી,ખૂબ જ ઉપયોગી રહેશે,
  આભાર

 9. ગમ્યું. ગરમીમેં ઠંડીકા એહસાસ!

 10. good one

 11. “IMAP” બાબતે પ્રથમ વખત જાણવા મળ્યું. આભાર.

 12. Email vishe bahu ochhu jannar mane khub j upyogi banyo chhe. Thanks.

 13. Vinaybhai…May be 1st time to this Blog…Nice Post with the INFO !…Nice Blog !
  Happy to see CHANDRAPUKAR as a Blog on your List .
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to see you on Chandrapukar !

 14. upyogee maahitee. aabhaar.

 15. VI=vishishth

  NA=navin mahitino

  Y=yatho uchit yog

  etlrj
  VINAY YOG………………………aabhar

 16. વિનયભાઈ.,
  બ્રાઝીલથી નલિનના નમસ્કાર, તમારા માહીતી સભર લેખે જીન્દગીમા પહેલી વખત આભાર માનવા મજબુર કીધો chhe. ખુબજ ઉપયોગી માહીતી આપવા બદલ આભાર.
  Nalin Shroff, Salvador, Bahia State, Brazil

 17. આભાર વીનયભાઈ….

 18. વિનયભાઇ,

  મારુ જી-મેલ બોક્ષ ભરાવા આવ્યું છે ત્યારે આ માહિતિ ઉપયોગી થઈ રહેશે…

  ઈસકો લગા ડાલા તો …..

  આભાર,

 19. ખૂબ સરસ માહિતી. આભાર.

Leave a Reply

%d bloggers like this: