Jan 102016
 

પ્રિય મિત્રો,

૧૦/૩૬૬

શું તમે જાણો છો કે રોજ-બરોજના જીવનમાં વપરાતી ઈમેઈલની શોધ કોણે કરી?

ઈમેઈલની શોધ વીએ શિવા અય્યદુરાઈ મૂળ તમીલ પણ હાલ અમેરિકા રહેતા સાયન્ટિસ્ટે કરી હતી.

V.A.Shiva.2012

૧૯૭૦માં હાઈસ્કૂલ વિદ્યાર્થી તરીકે તેમણે ઓફિસ અંદરોઅંદર પત્રવ્યવહાર કરી શકે તે માટેની ઈલેક્ટ્રોનિલ સિસ્ટમ વિકસાવી જે આગળ જતાં ‘ઈમેઈલ’ના નામે ઓળખાય છે. આ બાબતના કૉપીરાઈટ ૧૯૮૨માં લેવાયા હતા. એમ વિકિપિડિયાનો આ લેખ કહે છે.

તો હવે જ્યારે પણ કોઈને ઈમેઈલ મોકલો, શિવાને યાદ કરજો. હું બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ના વિજેતાઓ અને નોમિનેટરોને મેઈલ મોકલી અભિનંદન આપી રહ્યો છું કે ડિસેંબરની કડકડતી ઠંડીમાં રજાઈમાંથી બહાર નીકળી, સ્વેટરમાંથી હાથ બહાર કાઢી ગમતા બ્લૉગને નોમિનેટ કર્યા.

– વિનય ખત્રી

  One Response to “શું તમે જાણો છો કે ઈમેઈલની શોધ એક ભારતિયે કરી હતી?”

  1. ના. આખી બાબત વિવાદાસ્પદ લાગે છે. આમેય, ભારતીયોને વિવાદમાં રહેવાનું ગમતું હોય છે. આખો લેખ વાંચો. આ માણસ આઇટમ લાગે છે…

Leave a Reply

%d bloggers like this: