Mar 042016
 

પ્રિય મિત્રો,

૬૪/૩૬૬

રસ્તો ઓળંગવા માટે અતિવ્યસ્ત રસ્તા પર ફૂટ ઓવર બ્રીજ બનાવવામાં આવતા. દા.ત. નીચેનું ચિત્ર

foot over bridge

પ્રથમ દૃષ્ટિએ સારો લાગતો આ ઉપાય  બહુ કારગર નીવળ્યો નહીં. પગે ચાલીને જતા લોકો ત્રણ ગણી શક્તિ ખર્ચી આટલો ઊંચો પુલ ચઢવા અને ઊતરવાને બદલે રસ્તો ઓળંગવાનો પસંદ કરતા. સમય અને શક્તિ બચાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકતા. લોકો આવું ન કરે તે માટે ડિવાઈડરની ઊંચાઈ વધારવામાં આવતી તો ય કેટલાક લોકો તે ઊંચા ડિવાયડરને કૂદવાનું વધુ પસંદ કરતા! રસ્તા પરથી પસાર થતું ઊંચામાં ઊંચું વાહનથી પણ ઊંચો બ્રીજ માણસ ચડે એવી એન્જિનિયર સાહેબ આશા રાખી શકે પણ પ્રેક્ટિકલ નહોતી.

તે પછી સબ-વે બન્યા પણ પછી તેમાં થતા અપરાધને કારણે સબ-વેમાંથી પણ લોકોએ જવાનું ઓછું કર્યું અને કયાંક ક્યાંકતો સબ-વેને તાળાં પણ લાગી ગયાં.

આજ કાલ વાહનોના રસ્તાને થોડો ઊંચો કરી પગે ચાલતા માણસો માટે જમીન લેવલ પર રસ્તો બનાવવામાં આવે છે. આ ઉપાય વધુ યોગ્ય લાગે છે અને સફળ થતો જોવા મળે છે. કારણ કે પગે ચાલવાવાળાને ઊંચા પગથિયા ચડીને પુલ પર જવું પડતું નથી અને એટલા જ પગથિયા ઊતરવા પડતા નથી, અને વાહનને નાનકડો રેમ્પ ચડવો પડતો  હોય છે, ફક્ત માણસ પસાર થઈ શકે તેટલો જ. જે વાહનની ક્ષમતાના પ્રમાણમાં બહુ જ નગણ્ય કહેવાય.

આ તો થઈ માણસો માટેની વાત. પ્રાણીઓનું શું? ઘણી જગ્યાએ પ્રાણીઓ રસ્તો ક્રોસ કરતાં વાહન સાથે અથડાતા હોય છે અને પ્રાણીને (કોને પડી છે?) અને વાહને નુકસાન થતું હોય છે. ઘણી વખત તો જાન હાની પણ થતી હોય છે.

સિંગાપોરમાં આનો ઉપાય શોધી કાઢ્યો છે – ઈકો લિન્ક

eco-link-bke

વધુ વિગતો માટે તમે જાત જ મુલાકાત લો આ વેબસાઈટની.

વિશેષ વાંચન

Leave a Reply

%d bloggers like this: