May 152015
 

પ્રિય મિત્રો,

એક વિરામ બાદ આજે ફરી હાજર થયો છું.

ગઈકાલે મને વ્હોટ્સએપ પર કેટલાક ફોટોગ્રાફ મળ્યા જેનું મથાળું હતું, દ્વારકા (ગુજરાત) – અંડર સી. લેટેસ્ટ પિક્ચર્સ…

૧)

૨)

૩)

૪)

૫)

૬)

૭)

૮)

સોસિયલ મિડિયાને અફવા બજાર બનાવવામાં કોઈ કસર ન છોડવાની અને કન્ફર્મ કર્યા વગરની, ખોટી માહિતી, પોતાના પોતાના સગાં/સંબંધી/મિત્રોને ગળે ઊતારવાની લોકોની આદતની મને ખબર છે અને ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરવાની મારી ટેવની તમને પણ ખબર હશે. આ આઠ ફોટોગ્રાફ વિશેની માહિતી શોધતાં જાણવા મળ્યું કે પહેલા ત્રણ ફોટો જ ફક્ત દ્વારકાનો છે, બાકીના પાંચ જાપાન, ચીન (૪), ઈજિપ્ત (૫), જમૈકા (૮), વગેરેના છે!

એક ફોટો જેવો બીજો ફોટો નેટ પર કેવી રીતે શોધવો તે આપણે આ બ્લોગ પર જાણી ચૂક્યા છીએ.
* ગૂગલ ઈમેજ સર્ચ
* ટીનઆઈ રીવર્સ ઈમેજ સર્ચ

સોસિયલ મિડિયા ને અફવા બજાર બનાવવાના લાખો દાખલા મળી આવશે, આટલા બનાવની આ બ્લોગ પર સ્પષ્ટતા કરી છે:

* ઈઝરાયલની કેબલકારનો વિડિયો પાવાગઢ રોપવેનો ગણાવાયો
* પ્રભુપાદને ધરાવેલો થાળ સુરતની એક રેસ્ટોરાંની થાળી બની ગઈ
* થાઈલેન્ડનું એક હિંદુ મંદિર કોર્ણાંકનું સૂર્ય મંદિર બની ગયું!
* વ્હોટ્સએપ કોલીંગ અને વિડિયો કોલીંગના નામે મૂરખ બન્યા, બનાવાયા
* અકસ્માતે ઘાયલ થયેલાને મોબાઈલ બેટરી ફાટવાનું કારણ જણાવાયું!

આવા તો કેટલાય ગપગોળા નેટ પર ઉત્સાહી, નાદાન, અણસમજુઓ ફેરવ્યા કરે છે. આપણા સુધી આવે તેમાં આપણે કંઈ ન કરી શકીએ પણ આપણી પાસે આવ્યા પછી તેનું શું કરવું અને આપણા સગા/મિત્રોને ખોટી માહિતી મોકલીને તેમને ગેરમાર્ગે દોરવા/મૂરખ બનાવવા કે નહીં તે ૧૦૦% આપણાં અંગૂઠાને ટેરવે છે!

  3 Responses to “દ્વારકા (ગુજરાત) – અંડર સી લેટેસ્ટ પિક્ચર્સ WhatsApp”

  1. ડીઝની વર્લ્ડના એનીમલ કાંગડમામાં આવેલ મેન મેડ આર્ટીફીસીયલ વડલાનું ઝાડ જેની થડ અને ડાળીઓ જનાવરોના આકારની છે, એને આંધ્રના કોઈ ગામમાં ઉગેલ ચમત્કારીક ઝાડ તરીકે પોસ્ટ કર્યું, કાર્તુનીસ્ટ નીનાનનાં કાર્ટુન્સ.., Best of RK Laxman ના નામે પોસ્ટ થાય છે!

  2. THANK YOU VERY MUCH FOR DETAILS.

  3. Thanxx for true updates.

Leave a Reply

%d bloggers like this: