Jun 152010
 

ઈન્ટરનેટ પર ફરતી ટિપ્સ ટુ લાઈફનો મેં કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટીઓ આ અઠવાડિયાની ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં ચિરયુવાનીની ૧૯ ચાવી મથાળા હેઠળ અને સુરતના ડૉ. દિલીપ મોદીના નામે પ્રસિદ્ધ થઈ છે. આ બાબત મેં મારા બ્લોગ પર મૂકી તેની પ્રતિક્રીયા રૂપે વાંચો ડૉ. દિલીપ મોદીનો પ્રત્ર:

પ્રિય વિનયભાઈ,

સવિનય નમસ્તે!

ચિત્રલેખા-મુખવાસમાં પ્રગટ થયેલ લખાણ મારું પોતાનું નથી, પરંતુ સાથે સાથે મેં કોઈ ઉઠાંતરી પણ કરી નથી. સત્ય પ્રતિ તમે પ્રકાશ ફેંક્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. છતાં મને અંગતપણે જણાવીને સ્પષ્ટતા કરવાનો એક માત્ર મોકો તમે આપ્યો હોત તો… સારું થાત. તમે તો આખેઆખી વાતનું વતેસર કરીને સીધેસીધી તમારા બ્લોગ પર મૂકી દીધી. પરિણામે હું વાચકોની ટીકાનો-રોષનો બિનજરૂરી ભોગ બન્યો. આમ મારી થયેલી અયોગ્ય માનહાનિ થકી હું અત્યંત વ્યથિત છું!

કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને આંચ આવે, ખોટી રીતે ઉછાળેલા કાદવથી પોતાની છબી ખરડાય એવું નહિ જ ઈચ્છે, તે સ્વાભાવિક છે. હું પણ નહિ. હું સુરતમાં એક સિનિયર કવિ-ગઝલકાર-લેખક-તબીબ છું. હું મોટે ભાગે પદ્યમાં કામ કરતો આવ્યો છું. સિવાય કે ગદ્યમાં થોડાક નિબંધો કે લેખો મેં લખ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આઠમા દાયકાના ગઝલકાર તરીકે મારી નોંધપાત્ર ગણના થાય છે. મારા લગભગ 8-10 પુસ્તકો/કાવ્ય-ગઝલસંગ્રહો પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. આજ દિન પર્યંત મેં બહુ લખ્યું, બહુ છપાયું એટલે પ્રસિધ્ધિનો મને હવે મોહ રહ્યો નથી. વર્ષોથી પ્રામાણિકપણે-નિષ્ઠાપૂર્વક સર્જન કરતો રહ્યો છું. મારી મેડિકલ પ્રેક્ટિસને 33 વર્ષો પૂરાં થયાં છે. એક ડૉકટર તરીકે સંપૂર્ણ ethically (કોઈ કટકી-કમિશન વગર બિલકુલ ઈમાનદારીથી) કામ કર્યું છે તેનો મને સવિશેષ આનંદ અને સંતોષ છે. મારી પોતાની પ્રતિભા (ઈમેજ) વિશે તમને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તપાસ કરાવવાનો મારો ખુલ્લો પડકાર છે.

હું એક સિધ્ધાંતવાદી અને સ્વમાની માણસ છું. તેથી સાહિત્ય તેમજ મેડિકલ એમ બંને ક્ષેત્રમાં મેં મારી ઉત્તમ સમજદારીથી નીતિ-નિયમોને ચુસ્તપણે અનુસરીને જ હંમેશાં કર્તવ્ય બજાવ્યું છે, મારો ધર્મ, ફરજ અને જવાબદારી નિભાવ્યાં છે. હવે મૂળ વાત પર આવીએ : મારા કોમ્પુટર પર દરરોજ અનેક સ-રસ ઈ-મેલ્સ મને મળે છે. એમાનાં કેટલાક સાચે જ thoughtful, interesting તથા informative હોય છે. I am basically fond of forwarding & sharing the same with my beloved friends, relatives & literary persons. બનવાજોગ છે કે એ પૈકીનો કોઈ ઈ-મેલ સરતચૂકથી મારા નામે હાલ ચિત્રલેખા-મુખવાસમાં છપાયો હોય, જેની મને સદંતર જાણ સુધ્ધાં નથી/નહોતી. બાકી ‘ચિરયુવાનીની 19 ચાવી’ શીર્ષક હેઠળ સત્તાવાર રીતે મેં કોઈ લખાણ ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને ઉદ્દેશીને પ્રકાશનાર્થે ક્યારેય મોકલ્યું નથી.

હું તંત્રીશ્રીને કે ઈશિતાને ઓળખતો પણ નથી. કદી રૂબરૂ મળ્યો નથી, લાગવગનો તેથી કોઈ પ્રશ્ન જ નથી. આ અંગે મને અગર પુરાવો મળે તો હું ચોક્કસ આવકારીશ-આભારી થઈશ. અરે ! જ્યારે ચિત્રલેખાનો અંક મારા હાથમાં આવ્યો ત્યારે મને ખુદને નવાઈ લાગી !!!

ખેર, તમે મારી ઉપરોક્ત રજૂઆત પર ભરોસો કરો કે નહિ એ અલગ બાબત છે. છતાં અંતે મને કહેવા દો વિનયભાઈ…કે ગંભીરતાથી અવિનય કરીને પૂરતી ખાતરી કર્યા વિના તમે મને તીવ્ર આઘાત પહોંચાડ્યો છે તથા મારી લાગણીને પુષ્કળ દુભાવી છે, જે મારા જેવા સંવેદનશીલ માણસ માટે અફકોર્સ અસહ્ય છે. હા, મેં કશું ગલત કર્યું નથી એટલે હું કોઈનાથીયે ડરતો નથી. ખરી હકીકતને ચકાસ્યા વગર તેને જાહેર કરવાની આ પ્રમાણેની તમારી ચેષ્ટા/ઉતાવળ, આ પ્રકારની તમારી વૃત્તિ/પ્રવૃત્તિ મારે માટે અપમાનજનક હોઈ, હું શી રીતે સાંખી લઉં ? આનાથી વિશેષ કશું નહિ.

સાદર,

–દિલીપ મોદીનાં વંદન

(આ ખુલાસો-ચોખવટ દ્વારા જાણ્યે-અજાણ્યે, પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મારાથી કોઈ અવિનય થયો હોય તો તે માટે હું ક્ષમા પ્રાર્થું છું. તમે સ્વસ્થ અને પ્રસન્ન હશો/રહેશો)

આ બાબત હું મારી પ્રતિક્રીયા રજુ કરતા પહેલા ચિત્રલેખા તરફથી ખુલાસો રજુ થાય તેની રાહ જોઈશ. ચિત્રલેખાના તંત્રીશ્રી તેમજ ઈશિતાને ઈમેઈલ વડે જાણ કરી છે. ચિત્રલેખા ઑફિસમાં ફોન કરી ઈમેઈલ બાબત જાણ કરતાં રાહ જોવાનું કહેવામાં આવ્યું છે, તંત્રી સાહેબ બહારગામ છે એવો જવાબ મળ્યો છે.

  43 Responses to “મેં કોઈ લખાણ ચિત્રલેખાને પ્રકાશનાર્થે મોકલ્યું નથી! – ડૉ. દિલીપ મોદી”

 1. વિનયભાઇ,

  આ મૂદ્દો કાયમથી ચર્ચાનો વિષય બનતો આવ્યો છે. મારે ખાલી નીચેની બે વાત કહેવી છે.

  1. અનુવાદ કરવા પર કોઇનો એકાધિકાર ના હોઇ શકે. અનુવાદ કરવો એ કોઇ મૌલિક સર્જન નથી.
  2. મોદી સાહેબે કહ્યું તેમ તરત જ તમે આ મૂદ્દાને ગુજ બ્લોગ જગતમાં લઇ આવ્યા એ યોગ્ય નથી. પ્રથમ ચિત્રલેખા સાથે આ વસ્તુ અંગે ખુલાસો માંગવો જોઇતો હતો.

  • ૧) જડીબુટ્ટીઓને મેં ક્યારેય મારું મૌલિક સર્જન ગણાવ્યું નથી, મેં હંમેશા ટિપ્સ ફોર બેટર લાઈફનો અનુવાદ જ ગણાવ્યો છે અને મૂળ લેખની લિન્ક અને સૌજન્ય દાખવ્યું છે.

   ૨) ફનએનગ્યાનના વાચકોને સત્ય હકીકત જણાવવા માટે મારા બ્લોગ પર મુખવાસનું કટીંગ મૂક્યું છે.

   કૃણાલભાઈ, કોઈએ કરેલો અનુવાદ, મૂળ લેખના ઉલ્લેખ વગર, કોઈના નામે લાખો વાચકો ધરાવતા સામયિકમાં પ્રસિદ્ધ થાય તે તમારા મતે યોગ્ય છે?

   • વિનયભાઇ,

    તમે જે અનુવાદ કરી શકો એવો જ અક્ષરક્ષ: અનુવાદ કોઇ પણ કરી શકે છે અને એનો અનુવાદ કરતા કોઇને રોકી ના શકાય. અનુવાદ કઇ મૂળભૂત રચનાનો છે અને કોની રચના છે એ વસ્તુ જણાવવી રહી. મેં કરેલો અનુવાદ બીજા કોઇ અનુવાદ ના કરી શકે અને જો કરે તો તમારું નામ આપે એ વાત મને નથી યોગ્ય લાગતી.

    ચિત્રલેખાને તમે મૂળ લેખક વિશે જો તમને માહિતી હોય તો તમે જણાવી શકો છો અને પછી એ શું કરે છે એ જુઓ.

    ફરી એક વખત લખું છું અનુવાદ કરવા પર એકાધિકાર ના હોઇ શકે સિવાય કે મૂળભૂત રચનાકાર આ માટે કોઇને અધિકાર આપે. આ મારી સમજ છે.

    • અનુવાદ કોઈ પણ કરી શકે છે મને ખબર છે. મુખવાસનો લેખ ડૉ. મોદીએ અનુવાદ કરીને મોકલાવ્યો હોત તો અલગ વાત હતી. આ મારો જ અનુવાદ છે. અને મારો મુદ્દો પણ એ જ છે કે કોઈએ કરેલો અનુવાદ કોઈની મૌલિક રચના તરીકે પ્રસિદ્ધ થાય છે યોગ્ય છે?

     • બે મૂદ્દા છે વાતના.
      1. મારો અનુવાદ છાપ્યો એ કહેવું યોગ્ય નથી.
      2. રચના બીજાના નામે ચઢી એ વાત ખોટી છે એ વાત બરાબર તમારી. ચિત્રલેખાને મૂળ લેખકની માહિતી આપો અને પછી જુઓ એ શું કરે છે.

      આ પ્રકરણ વિશે આ મારું માનવું છે અને અહીં મારા તરફથી ચર્ચા પર અંત મૂકુ છું.

    • અક્ષરસઃ અનુવાદ કરવો શક્ય જ નથી. બે વ્યક્તિના અનુવાદ અલગ અલગ હોવાના.

     • આવું 100% ખાત્રી સાથે ના કહી શકાય.

      • સારું ચાલો આપણે “dictionary a place where success comes before work”નું ગુજરાતી કરીએ અને પછી એક બીજા સાથે સરખાવી જોઈએ…!

 2. Dr. Dilipbhai needs to be congratulated on his modest response explaining many aspects. I think in an era of plegerism no body would have thought to have the other aspect of such incident which Dr. Dilipbhai has explained. I think he has full right to say that he is hurt… and the ball is now on chitralekha’s court….!

 3. અનુવાદ કરવા માટે પહેલા આપે લેખકની મંજૂરી લીધી ?

  તે બાબતે આપે ક્યાંય લખ્યું હોય તેવું ધ્યાનમાં ના આવ્યું..

  • ઈન્ટરનેટ પર આ ટિપ્સ ૧૫૦ જેટલા બ્લોગ પર અલગ અલગ નામે અને અલગ અલગ સંખ્યામાં પ્રસિદ્ધ થયેલી છે, કોની મંજુરી લઉં? અનુવાદમાં મૂળ લેખનો ઉલ્લેખ કર્યો છે તેમજ લિન્ક આપી છે.

   તમારા હિસાબે એક વ્યક્તિએ કરેલો અનુવાદ બીજાની મૌલિક રચના તરીકે પ્રસિદ્ધ થાય તે યોગ્ય છે?

   • કોણે લખ્યું છે તેની જાણકારી ના હોવાને કારણે અમુક ગુજરાતી બ્લોગર નામને ન્યાય આપ્યા વિના(કોઈપણનું નામ લખ્યા વિના) તે રચના પોતાનાં બ્લોગ પર મૂકે છે ત્યારે તમે સલાહ આપવાને બદલે તે બ્લોગરનો રીત-સર ઉધડો જ લઈ લ્યો છો…

    જાણકારી આપવી અને ઉધડો લેવો તે બન્ને વચ્ચેનો ફરક આપ સમજી જ શકો છો..

    એક જૂની સંસ્કૃત પંક્તિ આજે યાદ આવી..

    અમ વીતી તમ વીતશે બાપલીયા..

    • તમે જરૂર મારો ઉધડો લઈ શકો. પણ તમને આજે મારો ઉધડો લેવાનું કેમ સુજ્યું? આ અનુવાદ તો માર્ચ ૨૦૦૯ના પ્રસિદ્ધ કર્યો હતો!

     ઉધડો લેવાની વાતમાં મારો પ્રશ્ન ભૂલી નહીં જતા, એક વ્યક્તિએ કરેલો અનુવાદ બીજી વ્યક્તિની મૌલિક રચના તરીકે પ્રસિદ્ધ થાય તે યોગ્ય છે?

    • હું સામાન્ય પૂછપરછ કરું તો પણ લોકો તેને ઉધડો સમજી લે છે (એવી મારી છાપ પડી ગઈ છે)!!! 😉

     • આપને લખ્યું તો ખરા,
      લખાણમાં ભાવ કેવો લાવો છો તેના પર બધો આધાર…

      જે છાપ પડી છે તે કોઈ અન્યએ તો નથી પાડી ને ??

 4. ચિત્રલેખાના તંત્રી હંમેશા બહારગામ જ હોય છે. ઈશિતા ઈમેલનો જવાબ નહી આપે. આમાં દિલીપ મોદીનું નામ બગાડ્યું એ વાંક ઈશિતાનો જ છે.

  છતાંય કૃણાલભાઈએ કહ્યું તેમ તમે દિલીપ મોદી જોડે કન્ફર્મ કર્યું હોત તો સારું હતું. હવે, દિલીપ મોદીના દુભાયેલા દિલનો ઈલાજ શો?

  • મને એમ લાગે છે કે ડૉ. દિલીપભાઈ મોદીએ ચિત્રલેખાને મોકલતા પહેલા અથવા ઈશિતાએ મુખવાસમાં છાપતાં પહેલાં ગૂગલ પર સર્ચ કરી લીધું હોત તો સારું હતું! 🙂

   ડૉ. દિલીપભાઈ મોદીની લાગણી દુભાઈ છે તે માટે હું હ્રદયપૂર્વક માફી માગું છું. કારણ મારો ઈરાદો જાણ્યે-અજાણ્યે કોઈની લાગણી દુભાવવાનો નહોતો. મારો ઈરાદો સત્ય હકીકત જણાવવાનો હતો.

 5. ચિત્રલેખાએ પ્રારંભમાં જ ખાસ ઉલ્લેખ કર્યો છે કે “સુરતના ડો. દિલીપ મોદી મુખવાસના જબરા ચાહક છે. એ અવારનવાર ઈશિતાને કંઈ ને કંઈ જાણવા જેવું મોકલ્યા કરે.”-અને આ બાજુ ડોક્ટર કહે છે કે મેં આવો કોઈ ઈ-મેઈલ સત્તાવાર રીતે ચિત્રલેખાના તંત્રીશ્રીને કે ઈશિતાને મોકલ્યો નથી.
  ક્યાંતો ચિત્રલેખાને માતાજી આવતા હોય તેવું લાગે છે ક્યાંતો ઈશિતાએ સપનામાં આવો ઈ-મેઈલ વાંચ્યો હશે.

 6. I really admire your usual ‘ખાંખાખોળા’ on ‘બ્લોગ-ઉઠાંતરી’. BUT Dilipbhai is a very reputable poet and doctor… After establishing his own ‘place’ this much in his career and literature, one can NOT even think that he would do such thing. You should really have checked with Dilipbhai first, and should have raised the question for ‘Chitralekha’ WITH Dilipbhai’s response. AS Kartik said, what is the solution for Dilipbhai’s hurting heart?

  • ઊર્મિબેન, મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. અજાણ્યે મારાથી આ કૃત્ય થયું છે તે માટે ક્ષમા કરશો. આ મારો ઈરાદો ફનએનગ્યાન પરની એક રચના મુખવાસમાં છપાણી છે તે ખુશખબર વાચકો સાથે વહેંચવાનો હતો.

 7. ઈશિતા સ્પષ્ટતા કરે એ જ ગનીમત છે!!

  ડો. વિવેક મનહર ટેલર (શબ્દો છે શ્વાસ મારા) (via mail)

 8. કોઈ પણ ગેરસમજ સબબ ડો. દિલીપ મોદી જેવા મોટા ગજાના સર્જક અને પ્રોફેશનલનું નામ ઘસડાય ત્યારે મારા જેવા ભાવક અને મિત્રને અજુગતી લાગે અને જરૂર ગ્લાનિ પહોંચાડે. ડો. મોદીનો નિખાલસ પત્ર આ બાબતે વિગતે સ્પષ્ટિકરણ કરે જ છે. વિનયભાઈ, કયાં કઈ ગેરસમજ થઈ અને હવે આ બાબતે શું વિધાયક કામ થઈ શકે કે જે ડો. મોદીના દિલને રાહત આપે એ તમારે જોવાનું રહ્યું.

  • ૧) જડીબુટ્ટીઓ ટિપ્સ ફોર બેટર લાઈફનો મેં કરેલો અનુવાદ છે. એ હકીકત છે, ગેરસમજ નથી.

   ૨) જડીબુટ્ટીઓ ડૉ. મોદીની મૌલિક રચના તરીકે મુખવાસમાં પ્રસિદ્ધ થઈ છે. એ હકીકત છે ગેરસમજ નથી.

   આ બે હકીકતની જાણ મેં મારા બ્લોગ દ્વારા વાચકોને કરી છે, એ ગેરસમજ નથી.

   જે ગેરસમજ છે તે ડૉ.મોદી અને ચિત્રલેખા વચ્ચેના પ્રત્યાયન વચ્ચે છે, તેમાં હું શું કરી શકું?

   જાણ્યે-અજાણ્યે ડૉ. મોદીની લાગણીઓ દુભાવ્યાનું દુઃખ મને પણ છે અને તે માટે અહીંથી તેમજ અલગથી પોસ્ટ કરીને ક્ષમા યાચું છું.

 9. ભાઈશ્રી વિનય ખત્રીએ મારી વિનંતીને માન આપીને મારો પત્ર એમના બ્લોગ પર મૂક્યો, જેથી મેં રાહતનો દમ ખેંચ્યો. વાચકમિત્રોના ત્યાર પછીના પ્રતિભાવો થકી મેં સંતોષ અનુભવ્યો. વાસ્તવમાં વિનયભાઈએ ઘણું કાચું કાપ્યું, પરિણામે મારી બદનામી અને બેઈજ્જતી થઈ. મને ભારોભાર દેખીતો અન્યાય થયો.હું ખૂબ જ દુ:ખી બન્યો. આ ક્ષણે મારી ગઝલનો એક શે’ર મને યાદ આવે છે :
  ” રાતદહાડો જિંદગીભર એકધારી હોય છે
  હા,તમારી વેદના અંતે તમારી હોય છે…!”
  લોકોના(દર્દીઓના)હૃદયની વેદના માટે હું એક ડૉક્ટર તરીકે શ્રેષ્ઠ સારવાર આપી શકું છું, પરંતુ હવે અહીં મારા જ ખુદના હૃદયની વેદના માટે મારે શું કરવું ? એ ખરેખર મૂંઝવણભરેલો કોયડો છે. આ વેદનાનો ખ્યાલ વિનયભાઈને ક્યાંથી આવે ?

  • મેં શું કાચું કાપ્યું તે કહેશો?

   એક વ્યક્તિએ કરેલો અનુવાદ બીજી વ્યક્તિની મૌલિક રચના તરીકે પ્રસિદ્ધ થાય તે શું યોગ્ય છે?

 10. એક વાચકમિત્રએ બરાબર જણાવ્યું કે અનુવાદ કરતાં પહેલાં મૂળ લેખકની મારે અનુમતિ લેવી જરૂરી હતી.મને એમની વાત ગમી.પરંતુ જ્યારે અત્યાર સુધી મારા હાથમાં Tips for better Life નામની એ English Book આવી જ ન હોય તો અનુવાદનો પ્રશ્ન ક્યાં/શી રીતે ઉપસ્થિત થઈ શકે ? તેથી આ મુદ્દો બિલકુલ અસ્થાને છે.

 11. gujvani.feedcluster.com બ્લોગ પર ‘મેં કોઈ લખાણ ચિત્રલેખાને પ્રકાશનાર્થે મોકલ્યું નથી! – ડૉ. દિલીપ મોદી’ જોતાં એના પર ક્લિક કર્યું અને વિગત વાંચી. એ વાંચવા ક્લિક કરોઃ http://funngyan.com/2010/06/15/drdilipmodi/.

  વિશ્વભરમાં વસતા કરોડો ગુજરાતીઓ માટે ખૂબ ખુશીની વાત છે કે ગુજરાતી બ્લોગ જગત પ્રગતિના પંથે છે. પ્રગતિનાં પગથિયાં સફળતાથી ચડવા માટે ‘બ્લોગ જગતના નીતિ નિયમો’ આવશ્યક છે.

  મા સરસ્વતી અને મા લક્ષ્મીજીની કૃપાથી ‘ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો પર પોસ્ટ કરવાના, કોપી/પેસ્ટ કરવાના, ફોર્વર્ડ કરવાના, કોમેન્ટ કરવાના, અનુવાદ કરવાના, વગેરેના નિયમો અને સૂચનો’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર અનુકૂળતાએ પોસ્ટ કરતો રહીશ. ઈશવરની ઈચ્છા હશે તો એ ટૂંકા લેખોની માળા બનશે.

  ડૉ. દિલીપભાઈ મોદીનું લખાણ મારી ‘બ્લોગ જગતના નીતિ નિયમો’ લેખમાળાના શ્રી ગણેશ કરવામાં નિમિત્ત બને છે, એટલે http://www.girishparikh.wordpress.com બ્લોગ પરના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં લેખમાળા રજૂ કરીશ.

  ખુલાસો કરું છું કે હું ગુજરાતી અને અંગ્રેજીમાં સર્જન કરતો નમ્ર સર્જક છુ. વર્ષોથી લખું છું અને ગુજરાતીમાં બે, અને અંગ્રેજીમાં આઠ પુસ્તકો પ્રગટ કર્યાં છે, તથા ઘણા લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ કર્યા છે, અને વેબ સાઈટ અને બ્લોગો પર પોસ્ટ કર્યા છે. પણ હું કોપીરાઈટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વિશેનો વકીલ નથી, પણ સર્જક તરીકે મને એ વિષયોનો કેટલોક અનુભવ છે. એ પણ કબૂલું છું કે મારી આકાંક્ષા વ્યવસાયી લેખક થવાની છે.

  માતૃભાષા ગુજરાતી માટે મને અત્યંત પ્રેમ છે, અને મારી લેખમાળા બ્લોગજગતની પ્રગતિમાં નાનકડો ફાળો આપશે તો પણ મને સંતોષ થશે. અલબત્ત, પ્રભુકૃપાથી આ રીતે બધાને લાભ થશે.

 12. doctor him self is victim of split-personality-disorder:
  (email addresses replaced with zero to avoid spam)

  From: Dr. Dilip Modi (drdilipmodi@00000.com)
  To: Divya Adhikari (divya00000000@0000.com)
  Sent: Sat, 12 June, 2010 10:39:19 PM
  Subject: Re: ચિરયુવાનીની ૧૯ ચાવી

  સ્નેહીશ્રી દિવ્યાબેન,
  ‘ચિત્રલેખા’ ના ‘મુખવાસ’ માં પ્રગટ થયેલ મારું લખાણ તમને ગમ્યું તે જાણી મેં સવિશેષ આનંદ અનુભવ્યો. તમારી લાગણી તથા સદભાવ બદલ હું ખરેખર આભારવશ છું. હું મૂળભૂત રીતે એક કવિ-ગઝલકાર-લેખક-તબીબ છું.
  મારા આઠેક જેટલાં કાવ્યો-ગઝલોનાંપુસ્તકો/સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. હું ગદ્ય પ્રમાણમાં ઓછું લખું છું. ક્યારેક ટૂંકા નિબંધો લખવાનું મને ફાવે છે. બાકી થોડુંક સામાજિક વિષયક સંદર્ભે સુવાક્યો-સુવિચારો વ્યક્ત કરતો રહું છું, કારણકે ચિંતન અને મનન મને બહુ પસંદ છે.
  તમારી સર્જનાત્મકતા વિશે મને માહિતગાર કરશો ? તમે ક્યાં રહો છો અને હાલ શું કરો છો તે વિગતો પણ મારા માટે રસપ્રદ થઈ પડશે.
  સપરિવાર તમે મજામાં હશો.
  આદરપૂર્વક,
  –દિલીપ મોદીનાં વંદન

  From: Divya Adhikari (divya00000000@0000.com)
  To: (drdilipmodi@00000.com)
  Sent: Sat, 12 June, 2010 1:52:42 PM
  Subject: ચિરયુવાનીની ૧૯ ચાવી

  મુરબ્બી શ્રી ડૉ. દિલીપભાઈ મોદી સાહેબ,

  ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આપની રચના ચિરયુવાનીની ૧૯ ચાવી વાંચીને બહુ જ આનંદ થયો. એક એક ચાવી બહુ જ કિંમતી અને જીવનમાં અમલમાં મૂકવા જેવી છે. આવો સરસ મજાનો લેખ લખવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.

  • This is really funny!!! Kahani me twist!?!

   Thanks for sharing this, Divya!

   Dr. Modi Saheb, do you have anything to comment??

  • હમ્મ…

   વાર્તા હવે લાંબી ચાલશે..

   • વાર્તા પુરી થઈ ગઈ.

    મેં નવી પોસ્ટ માટે નવા વિષયની શોધ આદરી દીધી છે.

 13. ડેમ. ડેમ. નર્મદાનો નહી. બ્લોગ જગતનો ડેમ..

 14. બ્રેકીંગ ન્યૂઝ …. શું વાત છે… આતો બાલાજીની સિરીયલથી વધુ મોટો ટ્વીસ્ટ છે. મારુ બેટુ ક્યાંક આ ચિત્રલેખાની પબ્લીસીટી ગેમ તો નથી…. !!! (અહિં ઢન ટણન…મ્યુઝિક બેકગ્રાઉંડ સાંભળવુ…!) આ ચિરાયુ યુવાની ની ચાવી ખરેખર કયા તાળાની છે એ તો જાણીશુ આપણે સૌ બ્રેક કે બાદ…! તો મિલતે હૈ બ્રેક કે બાદ …

 15. આ તો કોથળામાંથી બિલાડું નીકળ્યું. હવે ચિત્રલેખા શું કાઢે (મતલબ શું કહે છે) છે તેની રાહ જોઈએ.

 16. just 4 technical info:

  koi pan kruti na anuvad na copyrights anuvadak na j ganay. aa sav j sahaj samaj ni vat 6e. aa mudde emna agyan ne lidhe ek bahen ‘khajit’ karan vagar me dhyan kehcyu to pan naraj thai gaya hata e anubhav mane barabr yad 6e.

  • સ્નેહીભાઈશ્રી જય વસાવડા,
   બેઝિકલી લાઈફમાં કોઈ પણ પ્રકારના વાદ-વિવાદ કે લડાઈ-ઝઘડા મને પસંદ નથી, એ મારા સ્વભાવમાં જ નથી.તમારા અભિપ્રાયની-અંગત અનુભવની હું સહર્ષ નોંધ લઉં છું.કોઈએ પણ અર્થનો નાહક અનર્થ કરવો નહિ જોઈએ.બાય ધ વે,તમને હું અભિયાન તથા ગુજરાત સમાચારમાં નિયમિત વાંચું છું.તમારું લખાણ મને બહુ ગમે છે.2008નાં વર્ષમાં અસ્મિતા પર્વમાં આપણે અલપઝલપ મળ્યા હતા તેનું મને મધુર સ્મરણ થયું.તમારું વક્તવ્ય માણવાની ત્યારે મજા પડી હતી.અલબત્ત,મેં પણ કવિ સંમેલનમાં ભાગ લીધો હતો.કુશળ ?
   સાભાર/સાદર,
   –દિલીપ મોદી

 17. આ તો ગુજરાતી ડખો થયો પહેલા ખત્રી અને દિલીપભાઈ, પછી દિલીપભાઈ અને ખત્રી-વચ્ચે
  ખત્રી બ્લોગરો સાથે, પછી ખત્રી અને દિવ્યાબેન,પછી પાછા જુના અને નવા બ્લોગરો -ચાકડો
  ફરી ફર્યો…..

 18. saras saras…

  duniya etli at-pati chhe ane ishware banavelu “mann” khub j undu ane koi ne nahi samjay evu banavyu chhe …

  kayo maanas kyare shu karshe e koi kahi shaktu nathi ane kayo maanas hakikat ma shu chhe e to ene potane pan khabar nathi hoti …. !!

  samay j saachi vaat ne bahaar laavshe evu maaru maanvu chhe …

 19. vinaybhai,
  this is great! neither chitralekha nor you are to be blamed. divya has shown who is to be blamed.
  i pity all the poor guys who sided with dilipbhai before divyas’s comment! some of them switched the side without even acknowledging their own stupidity and a few of them shown an attitude of ‘miyan padya pan tangadi oonchi !’
  however, send all these stuff to Ishita (who is my dear friend), i’m sure ishta will love this and would write another piece on the whole tamaasha created by copy-paste pundits of media.
  lage raho, vinaybhai and keep serving us chatakedaar puneri misal from your home town!

 20. અહિયા પેલી પાંચ વાંદરા વાળી વાત લોકોને યાદ કરાવવા જેવી છે.

Leave a Reply

%d bloggers like this: