Sep 142009
 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી આજે મેનેજમેન્ટ સ્ટોરી વિભાગમાં પોસ્ટ મૂકી રહ્યો છું, આશા છે ગમશે.

-વિનય ખત્રી

એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. ઘણી વાર સુધી જંગલમાંથી બહાર નીકળવાના ફાંફા માર્યા પણ સફળ થયો નહીં. બપોર નમવા લાગી હતી અને ત્યાં તેણે જોયું કે સામેથી જંગલનો રાજા સિંહ આવી રહ્યો છે! સિંહનો મિજાજ જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. આજુબાજુ જોયું તો ત્યાં કેટલાક હાડકાં પડેલાં જોયાં. તેમાંથી  તેણે એક મોટું હાડકું લીધું અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો. હાડકાને ચૂસતાં ચૂસતાં મોટેથી બોલ્યો, “વાહ! સિંહનો શિકાર કરવાની વાત જ અલગ છે, હજુ એકાદ સિંહ મળી જાય તો પૂરું પેટ ભરાય અને મજા પડી જાય!” એમ કહી કૂતરાએ મોટેથી ઓડકાર ખાધો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો. સિંહને લાગ્યું કે આ કૂતરો તો સિંહનો શિકાર કરે એવો માથાભારે લાગે છે. જીવ બચાવો અને ભાગો અહીંથી.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
ત્યાં ઝાડ પર બેઠેલો વાંદરો આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું સિંહ સાથે સંબંધો સુધારવાનો આ સારો મોકો છે. સિંહને જઈને સાચી વાત કરી દઉં. સિંહ સાથે મિત્રતા થશે તો હંમેશને માટે જીવનું જોખમ ટળશે. તરત તે ઝાડ પરથી ઉતરીને સિંહની પાછળ ભાગ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ વાંદરાને સિંહની પાછળ જતા જોયો એટલે તેને થયું કે કંઈક લોચો લાગે છે. ત્યાં વાંદરાએ સિંહ પાસે જઈને બધી વાત કરી દીધી અને કહ્યું કે કૂતરાએ જંગલના રાજાને બેવકૂફ બનાવ્યો છે. સિંહ જોરથી ગર્જ્યો અને વાંદરાને કહ્યું, ‘ચાલ મારી સાથે, હમણાં જ જઈને કૂતરાના નાટકનો અંત આણીએ…” એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને કૂતરા તરફ દોડ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ સિંહને આવતાં જોયો અને ફરી એક વાર સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને જોરથી બોલવા લાગ્યો, ‘એક કલાક થઈ ગયો… ક્યાં મરી ગ્યો આ વાંદરો. ક્યારનો મોકલ્યો છે એક સિંહને ભોળવીને લઈ આવવા માટે…”

આને કહેવાય ભયનું મેનેજમેન્ટ!

(ઈન્ટરનેટ પર ફરતી હિન્દી વાર્તાનો ભાવાનુવાદ. (આ વાર્તા આ ઉપરાંત બીજા પણ ઘણાં બ્લોગ પર છે, હિન્દી તેમજ રોમન લિપિમાં પણ ફરે છે.))

 • મેનેજમેન્ટ સ્ટોરી વિભાગની અન્ય વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.

  10 Responses to “કૂતરો, સિંહ અને ભયનું મેનેજમેન્ટ”

 1. dont we all live in fear always or someone keeps us in fear!!
  fear of oil fear of virus…..
  vinaybhai meet me @
  http://himanshupatel555.wordpress.com
  thank u

 2. મારા બેટા કૂતરાયે હોંશિયાર હોય છે…!
  નાની અમથી સરસ મઝાની વાત.

 3. હૈયે હામ રાખી, બુ્ધ્ધીપુર્વક વિચારીયે, તો મુશીબતમાં માર્ગ જરુર જ્ડી આવે; એવું આ વાર્તા પુરવાર કરે છે.
  વિનયભાઈ સારી સામગ્રી પિરસી.

 4. જાડ નહીં, ઝાડ.

 5. સરસ વર્તા

 6. good one

 7. Can you please e-mail me tje do and lion story to share with friends ?

 8. સસલા અને સિંહવાળી બોધકથાની કંઈક અંશે અનુકૃતિ, જેમાં એક બુદ્ધિશાળી સસલું સિંહને કૂવામાં — શબ્દાર્થમાં અને ભાવાર્થમાં — ઉતારે છે.

Leave a Reply

%d bloggers like this: